Std 10 Science Ch 6 MCQ

ધોરણ 10 વિજ્ઞાન - પ્રકરણ 6: નિયંત્રણ અને સંકલન

ધોરણ 10 વિજ્ઞાન

પ્રકરણ - 6: નિયંત્રણ અને સંકલન

📌 આ પેજ પર તમને શું મળશે અને તેનાથી શું લાભ થશે?
  • વિભાગવાર સ્વ-મૂલ્યાંકન: ટોપિક વાઇઝ અથવા સમગ્ર પ્રકરણ માટે અલગ-અલગ ટેસ્ટ આપવાની સુવિધા.
  • બોર્ડ પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી: GSEB / NCERT ની નવીનતમ પદ્ધતિ મુજબના અગત્યના MCQ પ્રશ્નોનો સચોટ મહાવરો.
  • રેન્ડમ પ્રશ્નો: ફરીથી ક્વિઝ આપશો તો પ્રશ્નોના ક્રમ અને વિકલ્પોના ક્રમ બદલાઈ જશે એટલે વિદ્યાર્થીઓને સારો મહાવરો થઈ શકશે.
  • ત્વરિત પરિણામ: દરેક પ્રશ્ન પછી સાચો અને ખોટો જવાબ તરત જ ઇમોજીસ અને રંગ સાથે જાણી શકાશે.

પ્રશ્ન લોડ થઈ રહ્યો છે...

તમારું પરિણામ -

સ્કોર: 0 / 0
સાચા: 0
ખોટા: 0

નોંધ: આ ઓનલાઇન ક્વિઝમાં ધોરણ 10 વિજ્ઞાન વિષયના પ્રકરણ 6 "નિયંત્રણ અને સંકલન" ના બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી એવા તમામ 120 NCERT આધારિત પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે.
📚 પ્રકરણ સારાંશ: નિયંત્રણ અને સંકલન

🧠 1. મનુષ્યનું ચેતાતંત્ર (Nervous System)

મનુષ્યમાં નિયંત્રણ અને સંકલનનું કાર્ય ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા થાય છે.

  • ચેતાકોષ (Neuron): ચેતાતંત્રનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે. તે શિખાતંતુ, કોષકાય અને અક્ષતંતુ ધરાવે છે.
  • ચેતોપાગમ (Synapse): બે પાસપાસેના ચેતાકોષો વચ્ચેની સૂક્ષ્મ જગ્યા, જ્યાં ઊર્મિવેગનું વિદ્યુતમાંથી રાસાયણિક સ્વરૂપમાં વહન થાય છે.
  • પરાવર્તી ક્રિયા (Reflex Action): ઈચ્છા વગર થતી ત્વરિત અને સ્વયંસંચાલિત ક્રિયા (દા.ત. ગરમ વસ્તુને સ્પર્શતાં હાથ પાછો ખેંચવો). તેનું સંકલન કરોડરજ્જુ કરે છે.

💡 2. માનવ મગજના ભાગો (Human Brain)

મગજનો ભાગમુખ્ય ભાગોમુખ્ય કાર્ય
અગ્ર મગજબૃહદ-મસ્તિષ્ક (Cerebrum)વિચારવું, યાદ રાખવું, શ્રવણ, દ્રષ્ટિ અને ભૂખનું કેન્દ્ર.
મધ્ય મગજદ્રષ્ટિ અને શ્રવણ પરાવર્તી કેન્દ્રોઆંખની પૂતળીનું કદ બદલવું, દ્રષ્ટિ-શ્રવણ સંકલન.
પશ્ચ મગજલંબમજ્જા, અનુમસ્તિષ્ક, પોન્સઅનુમસ્તિષ્ક (શરીરનું સંતુલન જાળવવું), લંબમજ્જા (બીપી, ઊલટી, લાળરસ ઝરવો).

🌿 3. વનસ્પતિમાં સંકલન (Coordination in Plants)

વનસ્પતિમાં ચેતાતંત્ર હોતું નથી, તેથી તે રસાયણો (અંતઃસ્ત્રાવો) દ્વારા હલનચલન દર્શાવે છે:

  • વૃદ્ધિ આધારિત હલનચલન (આવર્તન):
    પ્રકાશાવર્તન: પ્રકાંડનું સૂર્યપ્રકાશ તરફ વળવું.
    ભૂઆવર્તન: મૂળનું જમીન તરફ નીચે જવું.
    જલાવર્તન: મૂળનું પાણી તરફ વધવું.
    રસાયણાવર્તન: પરાગનલિકાની અંડક તરફ વૃદ્ધિ.
  • વૃદ્ધિ મુક્ત હલનચલન: લજામણીના પર્ણોને સ્પર્શતાં જ તે બીળાઈ જાય છે (તત્કાલ પ્રતિચાર).

🧪 4. વનસ્પતિ અંતઃસ્ત્રાવો (Plant Hormones)

  • ઓક્ઝિન (Auxin): કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે (પ્રકાશ તરફ નમવામાં મદદ કરે).
  • જીબરેલિન (Gibberellin): પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે.
  • સાયટોકાઈનિન (Cytokinin): ઝડપી કોષવિભાજન પ્રેરે છે (ફળ અને બીજમાં વધુ હોય).
  • એબ્સેસિક એસિડ (Abscisic Acid): વૃદ્ધિ અટકાવતો અંતઃસ્ત્રાવ છે (પર્ણોનું કરમાઈ જવું).

💉 5. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો (Human Hormones)

અંતઃસ્ત્રાવી ગ્રંથિઅંતઃસ્ત્રાવમુખ્ય કાર્ય / અસર
પિટ્યુટરી ગ્રંથિગ્રોથ હોર્મોન (GH)શરીરની વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ.
થાઈરોઈડ ગ્રંથિથાઈરોક્સિનચયાપચયનું નિયંત્રણ (આયોડિનની ઉણપથી ગોઈટર થાય).
સ્વાદુપિંડઇન્સ્યુલિનરુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવવું (ઉણપથી ડાયાબિટીસ થાય).
એડ્રિનલ ગ્રંથિએડ્રિનાલિનલડવાની કે ભાગી જવાની કટોકટીની સ્થિતિનો સામનો કરવો.
શુક્રપિંડ / અંડાશયટેસ્ટોસ્ટેરોન / ઈસ્ટ્રોજનજાતીય લક્ષણો અને પ્રજનન અંગોનો વિકાસ.