Std 10 Social Science Ch 2 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન - પ્રકરણ 2: ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન

પ્રકરણ - 2: ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

📌 આ પેજ પર તમને શું મળશે અને તેનાથી શું લાભ થશે?
  • વિભાગવાર સ્વ-મૂલ્યાંકન: ટોપિક વાઇઝ અથવા સમગ્ર પ્રકરણ માટે અલગ-અલગ ટેસ્ટ આપવાની સુવિધા.
  • બોર્ડ પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી: GSEB / NCERT ની નવીનતમ પદ્ધતિ મુજબના અગત્યના MCQ પ્રશ્નોનો સચોટ મહાવરો.
  • રેન્ડમ પ્રશ્નો: ફરીથી ક્વિઝ આપશો ત્યારે પ્રશ્નોનો ક્રમ અને વિકલ્પોનો ક્રમ આપમેળે બદલાઈ જશે એટલે વિદ્યાર્થીઓને સારો મહાવરો થઈ શકશે.
  • ત્વરિત પરિણામ: દરેક પ્રશ્ન પછી સાચો અને ખોટો જવાબ તરત જ ઇમોજીસ અને રંગ સાથે જાણી શકાશે.

પ્રશ્ન લોડ થઈ રહ્યો છે...

તમારું પરિણામ -

સ્કોર: 0 / 0
સાચા: 0
ખોટા: 0

નોંધ: આ ઓનલાઇન ક્વિઝમાં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 2 "ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા" ના બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી એવા તમામ 160 NCERT આધારિત પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે.
📚 પ્રકરણ સારાંશ: ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

🏺 1. ભારતીય હસ્તકલા: માટીકામ અને વણાટકામ

  • માટીકામ કલા: માનવજીવન અને માટીનો પ્રાચીન સંબંધ છે. કુંભારનો ચાકડો ભારતનું પ્રથમ યંત્ર ગણાય છે. કાચી અને પકવેલી માટી (ટેરાકોટા) ના વાસણો માટે ભારત પ્રાચીન સમયથી જાણીતું છે (દા.ત. મોહેં-જો-દડો અને લોથલ).
  • વણાટકામ અને હાથશાળ:
    પાટણના પટોળા: 'છેલ્લી ભાત, ફાટે પણ ફીટે નહીં' માટે પ્રખ્યાત. તે 'બેવડ ઇક્ત' (બેવડું વણાટ) તરીકે ઓળખાય છે.
    ઢાકાની મલમલ: દિવાસળીની પેટીમાં સમાઈ જતી અને વિંટીમાંથી પસાર થઈ જતી.
    અન્ય: કાંજીવરમ અને બનારસી સાડીઓ, બાંધણી (જામનગર, જેતપુર, ભૂજ).

🎨 2. ભરતગૂંથણ, ચર્મકામ અને સંગીત-ધાતુ-અકીક કલા

  • ભરતગૂંથણ: ગુજરાતના કચ્છના 'બન્ની' વિસ્તારની 'જત' કોમનું ભરતકામ વિશેષ પ્રખ્યાત છે. તે સિવાય ચાકળા, તોરણ, આરીકામ જાણીતા છે.
  • ચર્મકામ: ચામડામાંથી પખાલો, મશકો, મોજડીઓ, પટ્ટા, સાજ-પલાણ અને ઢોલ બનાવવામાં આવતા.
  • હીરા-મોતી-માણિક અને અકીક કામ: ભારતને 7517 કિમી લાંબો દરિયાકિનારો મળ્યો હોવાથી હીરા-મોતીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો. સુરત અને ખંભાત અકીકના પથ્થરો માટે પ્રખ્યાત છે.
  • ધાતુકામ અને કાષ્ઠકલા: લાકડામાંથી રમકડાં (ઈડર, શંખેડાનું ફર્નિચર) અને ધાતુમાંથી મૂર્તિઓ કે વાસણો બનાવવાની કલા.

🎵 3. લલિતકલા: ભારતીય સંગીતકલા

ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અનોખું છે. સામવેદને સંગીતની ગંગોત્રી ગણવામાં આવે છે.

  • મુખ્ય પાંચ રાગો: શ્રી, દીપક, મેઘ, ભૈરવી અને હિંડોળ (ભગવાન શિવના મુખમાંથી ઉત્પન્ન થયેલા મનાય છે).
  • સંગીતના મુખ્ય ત્રણ ગ્રંથો:
    1. સંગીત મકરંદ: પંડિત નારદ (19 વીણા અને 101 તાલ).
    2. સંગીત રત્નાકર: પંડિત સારંગદેવ (સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ).
    3. સંગીત પારિજાત: પંડિત અહોબલ (29 પ્રકારના સ્વરો).
  • સંગીતના સમ્રાટ: અમીર ખુશરો (તૂતી-એ-હિંદ), સ્વામી હરિદાસ અને તેમના શિષ્યો બૈજુ બાવરા તથા તાનસેન. ગુજરાતની સંગીત બેલડી: તાના-રીરી.

💃 4. ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો

નૃત્યનો પ્રકારઉદ્ભવ ક્ષેત્ર / રાજ્યમુખ્ય પ્રખ્યાત કલાકારો
ભરતનાટ્યમતંજાવુર (તામિલનાડુ)મૃણાલિની સારાભાઈ, વૈજયંતીમાલા, હેમામાલિની.
કુચિપુડીઆંધ્રપ્રદેશગુરુ પ્રહલાદ શર્મા, શોભા નાયડુ, રાજા-રાધા રેડ્ડી.
કથકલીકેરળકવિ વલ્લથોળ, કલામંડલમ કૃષ્ણપ્રસાદ.
કથકઉત્તર પ્રદેશ ('કથક કરે સો કથક કહાવે')બિર્જુ મહારાજ, સિતારા દેવી.
મણિપુરીમણિપુર (લાસ્ય અને તાંડવ)ઝવેરી બહેનો (નયના, સુવર્ણા, દર્શના, રંજના).

🎭 5. નાટ્યકલા અને ગુજરાતના લોકનૃત્યો

  • નાટ્યકલા: ભરતમુનિ રચિત 'નાટ્યશાસ્ત્ર' અતિ પ્રખ્યાત છે. "એવું કોઈ શાસ્ત્ર નથી, એવા કોઈ શિલ્પ નથી કે જે નાટ્યકલામાં ન હોય."
  • ભવાઈ: અસાહિત ઠાકર દ્વારા શરૂ કરાયેલી 700 વર્ષ જૂની ગુજરાતની નાટ્યકલા. ભૂંગળ વાદ્ય સાથે સામાજિક કુરિવાજો પર કટાક્ષ (રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ) કરવામાં આવે છે.
  • ગુજરાતના લોકનૃત્યો: ગરબા-ગરબી (દયાક્ષેત્ર/દલપતરામ), રાસ, પઢાર નૃત્ય (સુરેન્દ્રનગર), મેરાયો નૃત્ય (બનાસકાંઠા), ટિપ્પણી નૃત્ય (ચોરવાડના કોળી) અને ધમાલ નૃત્ય (ગીરના સીદીઓ).