| Getting your Trinity Audio player ready... |
👉 જ્યાંથી સાંભળવું હોય ત્યાં ક્લિક કરો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર ના અભ્યાસક્રમ મુજબ ધોરણ ૧૦ ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો( STD 10 TEXTBOOK GSEB ) ડાઉનલોડ કરી શકશો.
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.
મંડળ તરફથી ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.