ધો.10 વિજ્ઞાન ગાઇડ PDF પ્ર – 2 એસિડ,બેઇઝ અને ક્ષાર

std 10 science guide

ધો.10 વિજ્ઞાન ગાઇડ પ્ર – 2 એસિડ,બેઇઝ અને ક્ષાર (std 10 science guide) પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 18

std 10 science guide

( 1 ) તમને ત્રણ કશનળી આપવામા આવેલ છે. તેમાંની એક નિસ્યંદિત પાણી ધરાવે છે અને બાકીની બે અનુક્રમે એસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસપેપર આપેલ હોય, તો તમે દરેક કસનળીમાં રહેલ ઘટકોની ઓળખ કેવી રીતે કરશો?

ઉત્તર :-  સૌપ્રથમ ત્રણ કસનળીને A,B અને C થી ચિહનિત કરો. કસનળી A,B અને C માં રાખેલ દ્રાવણમાંંથી એક એક ટીપુ લાલ લિટમસપેપર પર નાખો.જે કસનળીના દ્રાવાણનુ ટીપુ લાલ લિટમસપેપરને ભુરુ બનાવે છે. તે કસનળીમાં બેઇઝ હશે તેમ કહેવાય.હવે બાકી રહેતી કસનળીના દ્રાવણમાંથી એક એક ટીપુ લઇ તેમા બેઇઝના દ્રાવણનુ એક એક ટીપુ નાખો. જે કસનળીના દ્રાવણનુ ટીપુ બેઇઝના દ્રાવણના ટીપા સાથે મિશ્ર થઇ રંગીન બને તે એસિડ છે તેમ કહેવાય.અને જે મિશ્રિત ટીપાના રંગમાં કોઇ ફેરફાર થાય નહિ તે નિસ્યંંદિત પાણી છે એમ કહેવાય.આ રીતે ત્રણેય કસનળીમાં રહેલા ઘટકોની પરખ કરી શકાય.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 22

std 10 science guide

( 1 ) શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ?

ઉત્તર :-  દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકશાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થો ને પિત્તળ કે તાંબાના વાસણો માં રાખવા ન જોઇએ.

( 2 ) સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કઈ રીતે કરશો?

ઉત્તર :-ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે.

દા.ત. Zn(s) + 2HCl(aq)  →   ZnCl2(aq)  + H2(g)

હાઈડ્રોજન વાયુની હાજરીની કસોટી કરવા માટે સળગતી દિવાસળી કે મીણબત્તીને જ્યાં હાઈડ્રોજન વાયુ મુક્ત થાય છે, તે કસનળીના મુખ પાસે રાખતા મુક્ત થતો હાઈડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે.

( 3 ) ધાતુનું એક સંયોજન A મંદ હાઈડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઊભરા ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

ઉત્તર :-ધાતુનું સંયોજન  A એ CaCO3 છે. ઉદભવતો વાયુ એ CO2 છે.

સમતોલિત સમીકરણ :-

CaCO3(s) + 2HCl(aq)   →  CaCl2(aq)  +  CO2(g) + H2O(l)

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 25

std 10 science guide

( 1 ) શા માટે HCl, HNO3 વગેરે જલીય દ્રાવણોમાં એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવા સંયોજનોના દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી?

ઉત્તર : HCl, HNO3 વગેરે જલીય દ્રાવણમાં H+ (aq) આયન મુક્ત કરે છે. આથી તેઓના જલીય દ્રાવણ એસિડિક લક્ષણો ધરાવે છે. જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ વગેરે જલીય દ્રાવણોમાં H+ (aq) આયન મુક્ત કરતા નથી. આથી તેઓના જલીય દ્રાવણ એસિડિક લક્ષણો ધરાવતા નથી.

( 2 ) શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે?

ઉત્તર : એસિડ જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે. ત્યારે એસિડનું આયનીકરણ થાય છે. પરિણામે ઉત્પન્ન થતાં આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે.

( 3 ) શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પેપર નો રંગ બદલતો નથી?

ઉત્તર : શુષ્ક HCl વાયુ એ H+ (aq) આયન ઉત્પન્ન કરી શકતો નથી. આથી તે એસિડિક લક્ષણો ધરાવતો નથી. આથી તે લિટમસ પેપર પર અસર કરતો નથી. આથી લિટમસપેપર નો રંગ બદલાતો નથી.

( 4 ) એસિડને મંંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની, નહિ કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે.?

ઉત્તર :- સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે હલાવતા રહીને ઉમેરવો જોઈએ. જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે પરિણામે કોઈ હાનિ થતી નથી.

( 5 ) જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઈડ્રોનિયમ આયનો (H3O+)ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે?

ઉત્તર :- જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે એકમ કદદીઠ હાઈડ્રોનિયમ આયનો (H3O+)ની સાંદ્રતામાં ઘટાડો થાય છે.

( 6 ) જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઈઝ ઓગાળવામાં આવે ત્યારે હાઈડ્રોક્સાઈડ (OH)આયનોની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે?

ઉત્તર :- જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઈઝ ઓગાળવામાં આવે ત્યારે એકમ કદદીઠ હાઇડ્રોક્સાઇડ આયનો (OH)ની સાંદ્રતામાં વધારો થાય છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 28

std 10 science guide

( 1 ) તમારી પાસે બે દ્રાવણ A અને B છે. દ્રાવણ Aની pH 6 અને દ્રાવણ Bની pH 8 છે. કયા દ્રાવણમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? આ પૈકી કયું દ્રાવણ એસિડિક અને કયું બેઝિક છે?

ઉત્તર :- દ્રાવણ A ની pH 6 છે તેથી તે એસિડિક છે. તેમાં હાઈડ્રોજન આયન ની સાંદ્રતા 10-7M કરતા વધુ હશે. દ્રાવણ B ની pH 8 છે તેથી તે બેઝિક છે. તેમાં હાઈડ્રોજન આયન ની સાંદ્રતા   10-7M કરતા ઓછી હશે.

( 2 ) H+ આયની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે?

ઉત્તર :- જે દ્રાવણમાં H+આયનની સાંદ્રતા વધુ હશે તે દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવશે અને જે દ્રાવણમાં H+આયન ની સાંદ્રતા ઓછી હશે તે દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવશે.

( 3 ) શું બેઝિક દ્રાવણો પણ H+આયન ધરાવે છે? જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે?

ઉત્તર :- હા, બેઝિક દ્રાવણો પણ H+આયન ધરાવે છે. પરંતુ બેઝિક દ્રાવણોમાં વધુ પ્રમાણમાં OH આયનો હોવાથી તેઓ સ્વભાવે બેઝિક હોય છે.

( 4 )તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિક લાઈમ( કેલ્શિયમ ઓક્સાઈડ) અથવા ફોડેલો ચૂનો (કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ) અથવા ચાક( કેલ્શિયમ કાર્બોનેટ) નો ઉપયોગ કરશે?

ઉત્તર :- ખેતરની માટીની pH જ્યારે 5 થી ઓછી હોય ત્યારે એસિડિક ગુણ ધરાવે છે. આ એસિડિક માટીને તટસ્થ કરવા માટે ખેડૂત તેમાં બેઝિક પદાર્થો જેવા કે ક્વિક્લાઇમ, ફોડેલો ચૂનો કે ચાક ઉમેરે છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 33

std 10 science guide

( 1 ) CaOCl2 સંયોજનનું સામાન્ય નામ શું છે?

ઉત્તર :- CaOCl2 સંયોજનનું સામાન્ય નામ બ્લીચિંગ પાઉડર છે.

( 2 ) એવા પદાર્થનુ નામ આપો કે જેની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાઉડર મળે છે.

ઉત્તર :- કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ક્લોરિન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાઉડર બનાવે છે.

Ca(OH)2 + Cl2  →  CaOCl2     +  H2O

( 3 ) સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સંયોજનનું નામ આપો.

ઉત્તર :- સોડિયમ કાર્બોનેટ(Na2CO3 )

( 4 ) સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં શું થશે? તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો.

ઉત્તર :- સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોકસાઇડ પ્રાપ્ત થાય છે.

2NaHCO3(s) → Na2CO3(s) + H2O(l) + CO2(g)

( 5 ) પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો.

ઉત્તર :-

CaSO4 .½H2O (s) +  1 ½H2O(g)  →  CaSO4. 2H2O (s)

પ્લાસ્ટર ઓફ પેરિસ                                        જિપ્સમ

સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 34

std 10 science guide

( 1 ) એક દ્રાવણ લાલ લિટસમને ભૂરુ બનાવે છે. તેની pH લગભગ ………હશે.

(A) 1 (B) 4 (C) 5 (D) 10

ઉત્તર :- (D) 10

( 2 ) એક દ્રાવણ ઇંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચુનાના પાણીને દૂધિયુ બનાવે છે, તો દ્રાવણ ……..ધરાવે છે 

(A) NaCl (B) HCl (C) LiCl (D) KCl

ઉત્તર :- (B) HCl

( 3 ) 10 mL NaOHના દ્રાવણનું 8 mL આપેલ HClના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે.જો આપણે તે જ NaOH નું 20 mL દ્રાવણ લઇએ, તો તેને તટસ્થીકરણ કરવા માટે HClના દ્રાવણની જરૂરી માત્રા ……….  .

(A) 4 mL (B) 8 mL (C) 12 mL (D) 16 mL

ઉત્તર :- (D) 16 mL

( 4 ) અપચાના ઉપચાર માટે નીચેની પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે?

(A) એન્ટિબાયોટિક(પ્રતિજીવી) (B) એનાલ્જેસિક(વેદનાહર) (C) એન્ટાસિડ(પ્રતિએસિડ) (D) એન્ટિસેપ્ટિક(જીવાણુનાશી)

ઉત્તર :- (C) એન્ટાસિડ(પ્રતિએસિડ)

( 5 ) નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલાં શબ્દ સમીકરણો અને ત્યારબાદ સમતોલિત સમીકરણો લખો.

(a) મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝિંક સાથે પ્રક્રિયા કરતાં,

(b) મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરતાં,

(c) મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતાં,

(d) મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વહેર સાથે પ્રક્રિયા કરતાં,

ઉત્તર :-

(a) ઝિંક + મંદ સલ્ફ્યુરિક એસિડ → ઝિંક સલ્ફેટ + હાઇડ્રોજન વાયુ 

Zn(s) + H2SO4 (aq) → ZnSO4(aq) + H2(g) ↑

(b) મેગ્નેશિયમ + મંદ હાઇડ્રોક્લોરિક એસિડ → મેગ્નેશિયમ ક્લોરાઇડ + હાઇડ્રોજન વાયુ 

Mg(s) + 2HCl(aq) → MgCl2(aq) +H2 (g) ↑

(c) એલ્યુમિનિયમ + મંદ સલ્ફ્યુરિક એસિડ → એલ્યુમિનિયમ સલ્ફેટ + હાઇડ્રોજન વાયુ 

Al(s) + H2SO4 (aq) → Al2(SO4)3(aq) + H2(g) ↑

(d) લોખંડ + મંદ હાઇડ્રોક્લોરિક એસિડ → આયર્ન ક્લોરાઇડ + હાઇડ્રોજન વાયુ 

Fe(s) + 2HCl(aq) → FeCl2(aq) +H2 (g) ↑

( 6 ) આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવાં સંંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી.તે સાબિત કરવા માટે એક પ્રવૃતિ વર્ણવો.

ઉત્તર :-

 

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો. હવે દ્રાવણ તરીકે આલ્કોહોલ ઉમેરો અને અવલોક્ન નોંધો.ત્યારબાદ આલ્કોહોલને બદલે ગ્લુકોઝનુ દ્રાવણ ઉમેરો અને અવલોકન નોંધો.

અવલોકન :- બન્ને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી, જે સૂચવે છે કે બન્ને દ્રાવણોમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો નથી.

આ પ્રયોગ સૂચવે છે કે, આલ્કોહોલ અને ગ્લુકોઝનુ આયનીકરણ થતું નથી.પરિણામે H+ આયનો મુકત થતા નથી. જયારે એસિડના દ્રાવણમાં H+ આયનો મુકત થતા હોવાથી તેના દ્રાવણોમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આમ, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવાં સંંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી.

( 7 ) શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે, જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે?

ઉત્તર :- નિસ્યંદિત પાણીએ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી. જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. આમ, નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે.

( 8 ) શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતા નથી?

ઉત્તર :- પાણીની ગેરહાજરીમાં એસિડ H+(aq) આયનો મુક્ત કરી શકતા નથી. એસિડિક વર્તણૂક માટે H+(aq) આયનો જવાબદાર છે. આમ, પાણીની ગેરહાજરીમાં એસિડ H+(aq) આયનો મુક્ત કરી શકતા ન હોવાથી તે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી.

( 9 ) પાંચ દ્રાવણો A,B,C,D અને Eને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતાં તે અનુક્રમે 4,1,11,7 અને 9 pH દર્શાવે છે, તો કયુ દ્રાવણ …….

(a) તટસ્થ હશે? (b) પ્રબળ બેઝિક હશે? (c) પ્રબળ એસિડિક હશે? (d) નિર્બળ એસિડિક હશે? (e) નિર્બળ બેઝિક હશે? pH ના મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો.

ઉત્તર :- (1) (a) દ્રાવણ D તટસ્થ હશે. (b) દ્રાવણ C પ્રબળ બેઝિક હશે. (c) દ્રાવણ B પ્રબળ એસિડિક હશે. (d) દ્રાવણ A નિર્બળ એસિડિક હશે. (e) દ્રાવણ E નિર્બળ બેઝિક હશે.

(2) pH ના મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં નીચે પ્રમાણે ગોઠવી શકાય.

pH   :- 11 < 9 < 7 < 4 < 1

હાઇડ્રોજન આયનની સાંદ્રતા :-

10-11 < 10-9 < 10-7 < 10-4 < 10-1

( 10 ) કસનળી A અને Bમાં સમાન લંબાઇની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળી Aમાં હાઇડ્રોક્લોરિક એસિડ (HCl) ઉમેરવામાં આવે છે અને કસનળી Bમાં એસિટિક એસિડ (CH3COOH) ઉમેરવામાં આવે છે. કઇ કસનળીમાં અતિ તીવ્ર H2(g)ના ઊભરા મળે છે? શા માટે?

ઉત્તર :- હાઇડ્રોક્લોરિક એસિડ (HCl) એ એસિટિક એસિડ (CH3COOH) કરતાં વધુ પ્રબળ એસિડ હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન H+ અને Clઆયનોમાં સંપૂર્ણ આયનીકરણ થતાં વધુ H+ ઉત્પન્ન થાય છે.આથી કસનળીમાં અતિ તીવ્ર H2(g)ના ઊભરા મળે છે.

( 11 ) તાજા દૂધની pH 6 છે. જો તેનું દહીમાં રૂપાંતર થાય, તો તેની pH ના ફેરફાર વિશે તમે શું વિચારો છો? તમારો ઉત્તર સમજાવો.

ઉત્તર :- દૂધનું જયારે દહીમાં રૂપાંતર થાય છે ત્યારે લેક્ટિક એસિડ બને છે.તેને લીધે pHનું મૂલ્ય ઘટે છે અને દહી સ્વાદે ખાટું લાગે છે.

( 12 ) એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ  માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે.(a) તે તાજા દૂધની pHને 6 થી ઓછી બેઝિક તરફ શા માટે ફેરવે છે? (b) શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે ?

ઉત્તર :- (a) તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે, તો pHનું મૂલ્ય 6થી વધે છે, કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે. (b) દૂધમાં ખૂબ જ અલ્પ  માત્રામાં બેકિંગ સોડા ઉમેરતાં દૂધ બેઝિક બને છે.તેથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે.

( 13 ) પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુકત પાત્રમાં સંગૃહીત કરવું જોઇએ.શા માટે? સમજાવો.

ઉત્તર :- પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુકત પાત્રમાં સંગૃહીત કરવું જોઇએ, કારણ કે તે ભેજ સાથે પ્રક્રિયા કરી સખત ઘન પદાર્થ જિપ્સમમાં ફેરવાય છે. પરિણામે તે પ્લાસ્ટર ઓફ પેરિસનો ગુણ ધરાવતો નથી.

( 14 ) તટસ્થીકરણ પ્રક્રિયા શું છે? બે ઉદાહરણ આપો.

ઉત્તર :- જે પ્રક્રિયામાં એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે.

એસિડ +  બેઇઝ →   ક્ષાર  +  પાણી

NaOH  + HCl  → NaCl + H2O

બેઇઝ        એસિડ       ક્ષાર        પાણી

2KOH +  H2SO4   →  K2SO4  + 2H2O

બેઇઝ         એસિડ              ક્ષાર            પાણી

( 15 ) ધોવાના સોડા અને બેકિંગ સોડાના બે મહત્વના ઉપયોગો લખો.

ઉત્તર :- ધોવાના સોડાના ઉપયોગો:-

  • કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં.
  • બોરેક્ષ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં.
  • ઘરમાં સફાઈકર્તા તરીકે.
  • પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે.
  • કાગળ અને કાપડ ઉદ્યોગમાં.
  • પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે

બેકિંગ સોડાના ઉપયોગો:-

  • તેને ગરમ કરવામાં આવે ત્યારે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદભવતા CO2 વાયુને લીધે પાઉં,કેક તથા ભજીયા ફૂલે છે પરિણામે તે નરમ અને પોચા બને છે.
  • એસિડિટીમાં રાહત મેળવવા એન્ટાસિડ તરીકે.
  • સોડા ઍસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા.
  • ચેપ નાશક તરીકે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે.
  • ઘરગથ્થુ ઉપયોગ તરીકે

std 10 science guide

ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) :- પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  જોવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 

પ્ર – 13 આપણુ પર્યાવરણ

પ્ર – 5 જૈવિક ક્રિયાઓ

Plz share this post

Leave a Reply