NMMS પરીક્ષાનું પરિણામ અને મેરીટ યાદી – 2021

“નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા -૨૦૨૧ પરીણામ જાહેરનામું”

“National means cum merit Scholarship Exam – 2021 Result Notification”

જાહેરનામા ક્રમાંક : રાપબો / NMMS / ૨૦૨૨ / ૪૨૪૯ -૪૩૩૬ તા .૦૯ / ૦૬ / ૨૦૨૨

રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ -૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ -૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ( N.M.M.S ) યોજના એમ.એચ.આર.ડી. , ન્યુ દિલ્હી તરફથી અમલમાં મુકવામાં આવેલ છે .

ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયના તા : ૨૨/૧૨/૨૦૨૧ ના પત્ર અન્વયે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા -૨૧ / ૦૨ / ૨૦૨૨ ના પરિપત્ર ક્ર્માંક : રાપબો / NMMS / ૨૦૨૨ / ૧૬૦૨-૮૬ થી આ શિષ્યવૃત્તિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે તા : ૧૭/૦૪/૨૦૨૨ ( રવિવાર ) ના રોજ સવારે ૧૧.૦૦ કલાક થી બપોરે ૧૪.૦૦ કલાક દરમિયાન રાજ્યના તમામ તાલુકા મથકે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા -૨૦૨૧ ( National means cum merit Scholarship Exam – 2021 ) નું આયોજન કરવામાં આવેલ હતું .

આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા .૧૭ / ૦૪ / ૨૦૨૨ ના રોજ તેમજ વિધાર્થીની OMR તા : ૩૦/૦૪/૨૦૨૨ ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને આ પરીક્ષાના પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન / પ્રોવિઝનલ આન્સર કીનાં ઉત્તર સામે વિદ્યાર્થી રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તા : ૨૭/૦૪/૨૦૨૨ થી તા : ૦૪/૦૫/૨૦૨૨ ( રાત્રે ૨૩.૫૯.૫૯ કલાક ) સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારોને સાથે વેબસાઈટ પર આપેલ લીંક પર ઓનલાઇન અપલોડ કરી મોકલી આપવા સૂચના આપવામાં આવેલ હતી .

પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન / પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મુકવામાં આવેલ હતી .

તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કરી પ્રોવિઝનલ આન્સર કીમાં આપેલ ઉત્તરો પૈકી કેટલાક ઉત્તરોમાં સુધારા કરવા ભલામણ કરેલ હતી . જે અન્વયે આ કચેરી દ્વારા તજજ્ઞ સમિતિની ભલામણના આધારે ઉત્તરોમાં સુધારા કરી બોર્ડની વેબસાઇટ પર તા : ૨૪/૦૫/૨૦૨૨ ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવે છે .

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા : ૧૭/૦૪/૨૦૨૨ ( રવિવાર ) ના રોજ યોજાયેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા -૨૦૨૧ ( National means cum merit Scholarship Exam – 2021 ) નું પરીણામ તથા મેરીટ યાદી તા .૧૦ / ૦૬ / ૨૦૨૨ ના રોજ નીચેની વિગતે બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જાહેર કરવામાં આવશે .

પરીક્ષાની ફાઇનલ આન્સરી કી તથા મેરીટ યાદી વેબસાઇટના નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે . વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણનું ગુણપત્રક વેબસાઇટ પર આપેલ ” Result ” ઓપ્શનમાં વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે .

• . આ ઉપરાંત મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ માટે પ્રમાણપત્ર વેબસાઇટ પર આપેલ ” Result ” ઓપ્શનમાં વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકાશે .

ક્વૉલીફાઇગ ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થી પૈકી નિયત ક્વૉટા અનુસાર મેરીટમાં આવેલ ૫૦૬૦ વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે મેરીટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતા ખોલાવી રાખવાના રહેશે તથા આધારનંબર મેળવી લેવાનો રહેશે તથા આધાર નંબરનું બેંક ખાતા સાથે સીડીંગ કરી લેવાનું રહેશે મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ જો નિયત પાત્રતા ધરાવતા હોય તો તેઓને ધોરણ -૯ થી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે .

શિષ્યવૃત્તિની રકમ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય ( MHRD ) દિલ્હી દ્વારા જમા થનાર હોય , આ માટે વિદ્યાર્થીના બેંક ખાતાની તથા આધાર નંબરની વિગતો ધોરણ -૯ માં પ્રવેશ મેળવ્યા બાદ આગામી સંભવિત જુલાઇ -૨૦૨૨ માં નેશનલ સ્કૉલરશીપ પોર્ટલ ( NSP ) પર મેરીટમાં આવેલ વિધાર્થી દ્વારા ઓનલાઇન દરખાસ્ત કરી શાળા દ્વારા વેરીફાઇ કરાવવાની રહેશે . .

જ્યાં જરૂર જણાય ત્યાં જિલ્લા NMMS નોડલનું માર્ગદર્શન મેળવવાનું રહેશે ધોરણ -૯ માં પ્રવેશ મેળવનાર શાળાએ વિદ્યાર્થીની પાત્રતાની શરતો ચકાસી લેવાની રહેશે . . શિષ્યવૃત્તિ માટે NSP ( નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ) પર સમયમર્યાદામાં એપ્લીકેશન કરવાની જવાબદારી સંબંધિત વિદ્યાર્થીની રહેશે .

આ એપ્લીકેશનની ઓનલાઇન વેરીફિકેશનની જવાબદારી સબંધિત શાળાની રહેશે . મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓ પૈકી ધોરણ -૯ માં સરકારી શાળા અથવા ગ્રાન્ટેડ શાળા અથવા લોકલ બોડી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે . • પરીક્ષામાં ક્વૉલીફાય થનાર તમામ વિદ્યાર્થીઓના પ્રમાણપત્ર અત્રેની કચેરીએથી BRC કચેરીને મોકલી આપવામાં આવશે . જેની સૂચના હવે પછી અપાશે .

. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે . શિષ્યવૃત્તિની ચૂકવણી માટે બોર્ડ જવાબદાર રહેશે નહી .

પરિણામ જોવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE FOR RESULT

મેરીટ યાદી જોવા માટે નીચે ક્લીક કરો.

CLICK HERE FOR MERIT LIST

Plz share this post

Leave a Reply