ધો.10 વિજ્ઞાન પ્રકરણ – 12 વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો (std 10 science ch12) પાઠયપુસ્તકના Intext ના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. હોકાયંત્રની સોયને ગજીયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે?
ઉત્તર :
- હોકાયંત્રની સોય એક નાનું ગજીયા ચુંબક છે. તેને એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ હોય છે.
- જ્યારે હોકાયંત્રને ગજીયા ચુંબક પાસે લાવવામાં આવે ત્યારે તેની સોયના ધ્રુવો ઉપર ગજીયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર ને લીધે બળો લાગે છે.
- પરિણામે તેમનું કોણાવર્તન થાય છે.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. ગજીયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો.
ઉત્તર :–
![]()
પ્રશ્ન 2. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર :– → ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. જ્યારે ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. → ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે.
→ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવ પાસે એકબીજાની વધુ નજીક હોય છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. → ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપિ એકબીજાને છેદતી નથી.
પ્રશ્ન 3. બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી?
ઉત્તર :– → જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો એનો અર્થ એ થાય છે કે છેદનબિંદુએ હોકાયંત્રની સોય બે દિશાઓ દર્શાવશે, જે શક્ય નથી. આથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપિ એકબીજાને છેદતી નથી.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. ટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. ધારો કે આ લુપમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો.
ઉત્તર :–
- જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપના અંદરના અને બહારના વિસ્તારમાં ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકાય છે. જે આકૃતિમાં દર્શાવેલ છે.
- તૂટક રેખાઓ દ્વારા દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પાનાના સમતલને લંબ રૂપે હોય છે.
- લૂપનો આગળનો ભાગ દક્ષિણ ધ્રુવની જેમ વર્તે છે અને લૂપનો પાછળનો ભાગ ઉત્તર ધ્રુવની જેમ વર્તે છે.
પ્રશ્ન ૨. આપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે આ દર્શાવતી આકૃતિ દોરો.
ઉત્તર :– સુરેખ સમાંતર અને સમાન અંતરે આવેલી ચુંબકીય ક્ષેત્ર ક્ષેત્ર રેખાઓ દ્વારા સમાન ચુંબકીય ક્ષેત્રની રજૂઆત કરવામાં આવે છે.
પ્રશ્ન ૩.સાચો વિકલ્પ પસંદ કરો. અતિ લાંબા સુરેખ વિદ્યુતપ્રવાહધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર
(a)શૂન્ય હોય છે.
(b) આપણે જેમ છેડા તરફ જઈએ તેમ તેમ ઘટતું જાય છે.
(c)આપણે જેમ છેડા તરફ જઈએ તેમ તેમ વધતું જાય છે.
(d)બધા બિંદુઓને સમાન હોય છે.
ઉત્તર :– (d)બધા બિંદુઓને સમાન હોય છે.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. વિદ્યુત પરિપથો અને ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષા ઉપાયોના નામ લખો.
ઉત્તર :–
- યોગ્ય રેટિંગ વાળો ફ્યુઝ વાપરવો:- જેના કારણે ઓવરલોડિંગના લીધે સાધનો તથા પરિપથને થતું નુકસાન નિવારી શકાય છે.
- યોગ્ય અર્થિંગ વાયર વાપરવો:- જ્યારે લાઈવ વાયર અકસ્માતે વિદ્યુત સાધનના ધાતુના ભાગને સ્પર્શે છે ત્યારે શક્ય વિદ્યુત શોકથી બચી શકાય છે.
પ્રશ્ન ૩. ઘરેલુ વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ?
ઉત્તર :–
- વિદ્યુત પ્રવાહના વહન કરતા વાયર યોગ્ય પ્રવાહ રેટિંગવાળા વાપરવા જોઈએ.
- ઘરમાં બે અલગ પરિપથ હોવા જોઈએ એક 5A વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જે બલ્બ, ટ્યૂબલાઈટ, ટી.વી. ,પંખા વગેરે સાધનો માટે અને બીજો 15A વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જે તાપન સાધનો જેવા કે ગીઝર, AC વગેરે માટે વાપરવો જોઈએ.
- સમાંતર પરિપથ નો ઉપયોગ કરવો જોઇએ અને દરેક પરિપથમાં યોગ્ય ફ્યૂઝ વાપરવો જોઈએ.
- ઊંચો પાવર રેટિંગ ધરાવતા વિવિધ સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, વોટર હીટર, AC વગેરે એક જ સમયે ચાલુ કરવા ન જોઈએ.
- ઘણા બધા વિદ્યુત સાધનોને એક જ સોકિટમાંએક સાથે વાપરવા ન જોઇએ.
ધોરણ ૧૦ વિજ્ઞાન વિષય (વિભાગ B)મા STD 10 SCIENCE SECTION B MOST IMP QUESTIONS ANSWERS બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.
વિભાગ B મા પ્રકરણ – 1,3,5,8 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.
વિભાગ B મા પ્રકરણ – 9,15,16 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.
વિભાગ C મા પ્રકરણ – 1,3,7 ના પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.
વિભાગ C મા પ્રકરણ – 8,10,12 ના પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.