Std 10 Science Section A Quiz 12 Std 10 Science Section A Quizવિભાગ A હેતુલક્ષી પ્રશ્નોકુલ ગુણ - 24 પોતાનું નામ લખો. 1 / 24 લાલ-કથ્થાઇ રંગની કોપર ધાતુને ગરમ કરતા કાળી ઘન સપાટી મળે છે.નીચે પૈકી કયુ વિધાન અસત્ય છે? A) કોપરનુ ઓક્સિડેસન થાય છે B) આ રેડોક્ષ પ્રક્રિયા છે C) કાળો ઘન પદાર્થ CuO છે D) આ અવક્ષેપન પ્રક્રિયા છે 2 / 24CO2 અને H2 બંને વાયુઓ _________ . A) હવા કરતા ભારે છે B) રંગવિહીન છે C) પાણીમા દ્રાવ્ય છે D) એસિડિક સ્વભાવ ધરાવે છે 3 / 24નીચેનામાંથી કયો બેઇઝ નથી? A) C2H5OH B) NH4OH C) NaOH D) KOH 4 / 24 દૃષ્ટિની અશક્તતા ધરાવતા વિદ્યાર્થી એસિડ-બેઇઝ સૂચક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકશે? A) લિટમસ B) વેનીલા અર્ક C) હળદર D) પેટુનિયા પર્ણ 5 / 24મિશ્ર ધાતુ ............ છે. A) સમાંગ મિશ્રણ B) તત્વ C) વિષમાંગ મિશ્રણ D) સંયોજન 6 / 24ચાંદીની ચીજવસ્તુઓ હવામાં લાંબો સમય ખુલ્લી રહેતા કાળી પડે છે. આનું કારણ નીચેના પૈકી કોની બનાવટ છે? A) Ag2O B) Ag2S અને Ag3N C) Ag2S D) Ag3N 7 / 24 ક્લોરિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને કઈ રીતે પ્રક્રિયા કરે છે ? A) પાણીની હાજરીમાં B) સૂર્યપ્રકાશની હાજરીમાં C) સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં D) હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં 8 / 24એમોનિયા (NH3) નો અણુ કયા પ્રકારના રાસાયણિક બંધ ધરાવે છે ? A) સહસંયોજક એકબંધ B) સહસંયોજક દ્વિબંધ C) આયનિક બંધ D) સહસંયોજક ત્રિબંધ 9 / 24મનુષ્યના હૃદયમાં કોની દીવાલ જાડી હોય છે? A) આપેલા પૈકી એકપણ નહીં B) ક્ષેપકોની C) કર્ણકોની D) A અને B બંનેની 10 / 24મૂત્રપિંડના કયા ભાગમાં ગાળણની પ્રક્રિયા થાય છે? A) બાઉમેનની કોથળી B) સંગ્રહણનલિકા C) રુધિરકેશિકા ગુચ્છ D) રુધિરકેશિકા 11 / 24CNS નું પૂરું નામ જણાવો. A) Central Nation System B) Control Nervous System C) Central Nervous System D) Central Nervous Syndrom 12 / 24નીચેના પૈકી કયો ચેતાકોષનો ભાગ નથી? A) અક્ષતંતુ B) કોષકાય C) સ્નાયુતંતુ D) શિખાતંતુ 13 / 24માતાના ગર્ભાશયની દીવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટે કઈ રચના છે? A) ઉલ્વકોથળી B) ગર્ભનાળ C) ઉલ્વપ્રવાહી D) જરાયું 14 / 24પુષ્પમાં ફલિત અંડકોષ વિકાસ પામી શું ઉત્પન્ન કરે છે? A) બીજાણુ B) ફળ C) આપેલતમામ D) ભ્રૂણ 15 / 24પેઢી-દર-પેઢી જનીનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે? A) ઉત્સેચક B) DNA C) RNA D) પ્રોટીન 16 / 24નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ? A) જ્યારે વસ્તુને વક્રતાત્રિજ્યા જેટલા અંતરે મૂકવામાં આવે. B) જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે મુકેલ હોય. C) જ્યારે વસ્તુને વક્રતાત્રિજ્યાથી વધુ અંતરે મૂકેલ હોય. D) જ્યારે વસ્તુને કેન્દ્રલંબાઈ કરતાં ઓછા અંતરે મૂકવામાં આવે. 17 / 24 કારની હેડ લાઇટ માં ………. અરીસો વપરાય છે. A) સમતલ અથવા બહિર્ગોળ B) માત્ર અંતર્ગોળ C) માત્ર બહિર્ગોળ D) માત્ર સમતલ 18 / 24નીચેનામાંથી કઈ અસર પ્રકાશના પ્રકીર્ણનની ઘટના સમજાવી શકતી નથી? A) સ્વચ્છ આકાશ વાદળી રંગનું દેખાવું. B) બપોરે સૂર્યનું સફેદ દેખાવું. C) મોડો સૂર્યાસ્ત D) ભયદર્શક સિગ્નલમાં વપરાતો લાલ રંગનો પ્રકાશ. 19 / 24વિદ્યુતભારનો SI એકમ ________ છે. A) જૂલ B) વોલ્ટ C) કુલંબ D) વોટ 20 / 24વિદ્યુત પ્રવાહના માપન માટે વપરાતું સાધન ________ છે. A) કળ B) એમીટર C) ગેલ્વેનોમીટર D) વોલ્ટમીટર 21 / 24અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકારને ______ કહે છે. A) ફ્યુઝ B) ચુંબક C) વિદ્યુત જનરેટર D) સોલેનોઈડ 22 / 24“ચુંબકએ વિદ્યુતપ્રવાહ ધારિત વાહક પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે.” - એમ દર્શાવનાર વૈજ્ઞાનિક કોણ હતા? A) માઈકલ ફેરેડે B) એન્દ્રે મેરી ઍમ્પીયર C) હેન્સ ક્રિશ્ચિઅન ઓર્સ્ટેડ D) એલેઝાન્દ્રો વોલ્ટા 23 / 24કોઈ નિવસનતંત્રમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? A) ક્યારેક સજીવો તો ક્યારેક નિર્જીવ ઘટકો B) બધા જ સજીવો અને નિર્જીવ ઘટકો C) બધા જ સજીવો D) નિર્જીવ ઘટકો 24 / 24કોઈ આહારશૃંખલામાં તૃતિય પોષક સ્તર પર હંમેશા કોણ હોય? A) તૃણાહારી પ્રાણી B) ઉત્પાદકો C) વિઘટકો D) માંસાહારી પ્રાણી Your score is 0% Like this:Like Loading...RelatedPlz share this post Email