ધોરણ 9 ગુજરાતી પ્ર – 3 પછી શામળિયોજી બોલિયા

std 9 gujarati ch3

ધોરણ 9 ગુજરાતીમાં પ્રકરણ – 3 પછી શામળિયોજી બોલિયા (std 9 gujarati ch3) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 3 પછી શામળિયોજી બોલિયા

કવિનુ નામ :- પ્રેમાનંદ

કાવ્યપ્રકાર :- કડવું – આખ્યાન – ખંડ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) ગોરાણીએ શ્રીકૃષ્ણ – સુદામાને કર્યું કામ સોંપ્યું હતું?

(A) ગાય દોહવાનું

(B) લાકડાં (બળતણ) લાવવાનું

(C) કુહાડો લાવી આપવાનું

(D) ભિક્ષા માગી લાવવાનું

ઉત્તર:-

(B) લાકડાં (બળતણ) લાવવાનું

(2) ‘પછે શામળિયોજી બોલિયા’ આખું કાવ્ય કોના સંવાદરૂપે આગળ વધે છે?

(A) સાંદીપનિ ઋષિ અને તેમનાં પત્ની વચ્ચે

(B) શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચે

(C) શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે

(D) સુદામા અને સાંદીપનિ ઋષિ વચ્ચે

ઉત્તર:-

(B) શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચે

(3) શ્રીકૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે?

(A) પછી ગુરુજી શોધવા નીસર્યા

(B) ટાઢે ધ્રૂજે આપણી દેહ

(C) મળી જમતા ત્રણેય ભાત

(D) તમો પાસ અમો વિદ્યા શીખતા

ઉત્તર:-

(D) તમો પાસ અમો વિદ્યા શીખતા

(4) સાંદીપનિ ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે?

(A) પછી ગુરુજી શોધવા નીસર્યા

(B) કહ્યું સ્ત્રીને, “તેં કીધો કેર.”

(C) આપણ હૃદિયા સાથે ચાંપિયા

(D) (A),(B),(C) ત્રણેય વાક્યોમાં

ઉત્તર:-

(D) (A),(B),(C) ત્રણેય વાક્યોમાં

2. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો.

(1) સાંદીપનિ ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો.

ઉત્તર :સાંદીપનિ ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડાં લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ. પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રૂજતા કૃષ્ણ – સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા.

(2) શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી?

ઉત્તર :શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલાં એમાંથી લાકડાં કાપે અને કોણ પહેલાં એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી.

3. નીચેના પ્રશ્નનો સાત – આઠ લીટીમાં ઉત્તર લખો.

(1) શ્રીકૃષ્ણ – સુદામાનું વિદ્યાર્થીજીવન તમારા શબ્દોમાં વર્ણવો.

ઉત્તર :શ્રીકૃષ્ણ અને સુદામા સાંદીપનિ ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ બે માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખદુઃખની વાતો પણ કરતા. સવારે ઊઠીને વેદની ધૂન કરતા.

ગોરાણીએ જંગલમાંથી લાકડાં લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડાં કાપ્યાં, એ લાકડાના ત્રણ ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી ત્રણ ભારા તૈયાર કર્યા હતા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો નહોતો.

શ્રીકૃષ્ણે સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી તો સુદામાએ વિનમ્રભાવે એને કૃષ્ણની મહાનતા ગણી. આમ, આ કડવામાં શ્રીકૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થીજીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું.

(2) નીચેની કાવ્યપંક્તિ સમજાવો.

તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભરે રે?

હુંને મોટો કીધો મહારાજ, મને કેમ વીસરે રે?

ઉત્તર :-પ્રથમ પંક્તિમાં શ્રીકૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે. સુદામાએ એમના પર કરેલ ઉપકાર માટે શ્રીકૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રીકૃષ્ણે આમ કહીને એમને મોટો કર્યો અર્થાત યશ આપ્યો. શ્રીકૃષ્ણની આ મહાનતા છે. સુદામાના આ શબ્દો શ્રીકૃષ્ણ માટેનો એમનો વિનમ્રભાવ દર્શાવે છે.


♦ વ્યાકરણ વિભાગ ♦

સમાનાર્થી / શબ્દાર્થ

સાંભરે – સ્મરણ કરે, યાદ કરે ;

ભ્રાત – ભાઈ

સાથરે – (સાથરો) ઘાસની પથારી ;

વેદની ધૂન  -વેદનું લયાનુકારી ગાન ;

જાચવું – યાચના કરવી , માગવું ;

ગોરાણી – ગોર મહારાજનાં પત્ની

કાષ્ઠ – લાકડાં , બળતણ ;

ખાંધ – ખભો ;

વાદ  -ચર્ચા, અહીં અંદરોઅંદર વાદ (હરીફાઈ) કરવો ;

ખોડ  -મોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું ;

મુસળધાર – સાંબેલા જેવી ધાર, ધોધમાર વરસાદ ;

કેર – જુલમ ;

જૂજવા – જુદા , અલગ ;

સોમદૃષ્ટિ – ચંદ્ર જેવી શીતળ કૃપાદૃષ્ટિ

વિરુદ્ધાર્થી

સાંભરવું x વિસરવું ;

શીતળ x ઉષ્ણ

તળપદા શબ્દો

મુન – મુનિ , ઋષિ

રૂઢિપ્રયોગો

હૃદય સાથે ચાંપવું – પ્રેમથી ભેટવું , આલિંગન આપવું ;

તેડી લાવવું – બોલાવી લાવવું


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધોરણ 9 ગુજરાતી પ્ર – 1 સાંજ સમે શામળિયો

ધોરણ 9 ગુજરાતી પ્ર – 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત

ધોરણ 9 ગુજરાતી પ્ર – 3 પછી શામળિયોજી બોલિયા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 4 ગોપાળબાપા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 5 ગુર્જરીના ગૃહ કુંજે

ધોરણ 9 ગુજરાતી પ્ર – 6 લોહીની સગાઈ


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

Std-9 Gujarati Ch-1 Sanj Same Shamaliyo :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 2 ચોરી અને પ્રાયશ્ચિત :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 3 પછે શામળિયોજી બોલિયા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 4 ગોપાળબાપા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 5 ગુર્જરીના ગૃહ કુંજે :- MCQ

 


STD 9 QUESTIONS PAPER GUJARATI MEDIUM

ધો.9 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પાઠ્યપુસ્તકો , પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં

 

Plz share this post

Leave a Reply