ધોરણ 9 ગુજરાતી પ્ર – 4 ગોપાળબાપા

std 9 gujarati ch4

ધોરણ 9 ગુજરાતીમાં પ્રકરણ – 4 ગોપાળબાપા (std 9 gujarati ch4) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 4 ગોપાળબાપા

લેખકનુ નામ :- મનુભાઇ પંચોળી ‘દર્શક’

સાહિત્યપ્રકાર :- નવલકથા – અંશ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) ”આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે.” – આ વાક્ય કોણ બોલે છે?

(A) મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ

(C) ગોપાળદાસ

(B) ગુરુ માંડણ ભગત

(D) પેશ્વા સરકાર

ઉત્તર:-

(C) ગોપાળદાસ

(2) મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી ?

(A) જાનવરના સગડ પારખવાની

(B) ખોટા રૂપિયા પારખવાની

(C) હીરા પારખવાની

(D) માણસ પારખવાની

ઉત્તર:-

(D) માણસ પારખવાની

(3) તુલસીશ્યામ જવા – આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું?

(A) ગાયકવાડ સરકારે

(B) પેશ્વા સરકારે

(C) ગોપાળબાપાએ

(D) ગુરુ માંડણ ભગતે

ઉત્તર:-

(B) પેશ્વા સરકારે

(4) ગોપાળબાપા શાનો વેપાર કરવા ઇચ્છતા હતા?

(A) અમર ફળ જેવા બોરનો

(B) આંબાની કેરીનો

(C) કોલસાનો

(D) હરિનામનો

ઉત્તર:-

(D) હરિનામનો

2. કારણ આપો.

(1) ગોપાળબાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, કારણ કે …

ઉત્તર :ગોપાળબાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ . આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી. ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને કયાં પધરાવવી?

(2) ગોપાળબાપા શીંગોડા નદીનાં કોતરો ખરીદવા ઇચ્છતા હતા, કારણ કે …

ઉત્તર : ગોપાળબાપા શીંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઇચ્છતા હતા, કારણ કે એ કોતરોનું તળ સાચું છે. એની અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા હોય છે. ગમે ત્યાં આઠ હાથ સુધી ખોદતાં જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે. એ શીંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી  લંગડો પાકે પાકે અને ગરીબોનાં અમરફળ જેવાં બોર ઢગલેઢગલા ઊતરે તેમ છે.

3. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં ઉત્તર લખો.

(1) પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે સાત – આઠ વાક્યો લખો.

ઉત્તર :-સયાજીરાવ ગાયકવાડ ગોપાળબાપા સાથે વાતો કરતાં કરતાં ચાલતા હતા ત્યારે જ સયાજીરાવ ગાયકવાડે ગોપાળબાપાને પારખી લીધા હતા. ગોપાળબાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી. ઉપરાંત ખેતી – ખાતા તરફથી મદદની ખાતરી આપી.

ગોપાળબાપાએ અપૂજમંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી તોપણ તેમને એ વાતનું માઠું નથી લાગતું, પણ મૂર્તિને નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચન કરે છે. એમાં સયાજીરાવની વિનમ્રતા દેખાય છે. વળી સયાજીરાવને ગોપાળબાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડણ ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ ‘વાહ!’ બોલી ઊઠે છે. આમ, સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસપારખુ જ નહિ પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ હતા.

(2) ગોપાળબાપાનું પાત્રાલેખન કરો.

ઉત્તર:-ગોપાળબાપા નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની આમન્યા રાખે છે, પણ પોતાના વિચારોને એ નીડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે. ગોપાળબાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શીંગોડાના મારને રોકી શકાય, તો ત્યાં બનારસી લંગડો કેરી અને ગરીબો માટે અમરફળ જેવાં બોર ઢગલેઢગલા ઊતરે. એમના આ સૂચનમાં એમનું ખેતી – વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે. “તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે.” એમ નીડરતાથી સયાજીરાવને તે કહી પણ શકે છે.

‘પૂજાનો બંદોબસ્ત’ કરવા સંબંધી સયાજીરાવના સૂચનનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે, તો ત્યાંય મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો  એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે પણ છે. ગોપાળબાપા મૈત્રીધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે. એમાં ક્યાંય દિલચોરી નહિ, ક્યાંય સ્વાર્થવૃત્તિ નહિ, ક્યાંય બેવફાઈ પણ નહિ. ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હિરનામનો જ વેપાર કરનાર ગોપાળબાપા એક નિઃસ્વાર્થ, પરોપકારી અને સાચા સમાજસેવક હતા.


♦ વ્યાકરણ વિભાગ ♦

સમાનાર્થી / શબ્દાર્થ

શીંગોડો – નદીનું નામ ;

વિલક્ષણ – અદ્ભુત, અસાધારણ ;

ધોરીમાર્ગ – મુખ્ય રસ્તો, સરિયામ માર્ગ ;

ભાળવણી – સોંપણી, ભાળ રાખવા સોંપણી કરવી, ભલામણ કરવી;

વિસ્મય – આશ્ચર્ય, અચંબો ;

ગિંગોડો – કૂતરાં, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાઝતો જીવ

વિરુદ્ધાર્થી

અસલ x નકલ

તળપદા શબ્દો

ગિંગોડો – જિંગોડો ;

પડખે – બાજુમાં ;

અરજ  -વિનંતી ;

નેણ – આંખ ;

દોઢી – દેવડી, દરવાજા પાસેની જગ્યા ;

વાવડ – ખબર, સમાચાર

ખાજ – ખોરાક


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધોરણ 9 ગુજરાતી પ્ર – 1 સાંજ સમે શામળિયો

ધોરણ 9 ગુજરાતી પ્ર – 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત

ધોરણ 9 ગુજરાતી પ્ર – 3 પછી શામળિયોજી બોલિયા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 4 ગોપાળબાપા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 5 ગુર્જરીના ગૃહ કુંજે

ધોરણ 9 ગુજરાતી પ્ર – 6 લોહીની સગાઈ


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

Std-9 Gujarati Ch-1 Sanj Same Shamaliyo :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 2 ચોરી અને પ્રાયશ્ચિત :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 3 પછે શામળિયોજી બોલિયા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 4 ગોપાળબાપા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 5 ગુર્જરીના ગૃહ કુંજે :- MCQ

 


STD 9 QUESTIONS PAPER GUJARATI MEDIUM

ધો.9 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પાઠ્યપુસ્તકો , પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં

 

Plz share this post

Leave a Reply