ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 5 દીકરી (std 10 gujarati ch5) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.
પ્રકરણ – 5 દીકરી
કવિનુ નામ :- અશોક ચાવડા ‘બેદિલ’
કાવ્યપ્રકાર :- ગઝલ
નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.
1. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો .
(1) દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે?
(A) દૈવોની ઝલકમાં (B) પરીની ઝલકમાં
(C) દેવીઓની ઝલકમાં (D) અપ્સરાની ઝલકમાં
ઉત્તર:
(C) દેવીઓની ઝલકમાં
(2) દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય?
(A) પિતાને સહારો આપે છે તેથી
(B) પિતાને ખર્ચ કરાવે છે તેથી
(C) સાસરે જાય છે તેથી
(D) ABC માંથી એકપણ નહિ
ઉત્તર:
(A) પિતાને સહારો આપે છે તેથી
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – બે વાક્યમાં લખો.
(1) કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે?
ઉત્તર:કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે.
(2) દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે?
ઉત્તર:પિતાનું વહાલ અને દીકરીનો સહારો
3. નીચેના પ્રશ્નોના પાંચ-સાત વાક્યોમાં ઉત્તર લખો.
(1) દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો.
ઉત્તર:દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે. તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી-મધુરી વાણીથી સૌનાં દિલ જીતી શકે. તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ, કુટુંબવત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળે એવો એનો ઉછેર કરવો જોઈએ.
(2) નીચેની કાવ્યપંક્તિ સમજાવો.
‘સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી
છે સુખડ – ચંદન ને કુમકુમનાં તિલકમાં દીકરી’
ઉત્તર:પ્રસ્તુત કાવ્યપંક્તિઓ ‘દીકરી’નું મહત્ત્વ પ્રગટ કરે છે. કવિ કહે છે કે સ્વર્ગની એકએક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે. દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે. સુખડ-ચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે.
◊વ્યાકરણ વિભાગ◊
♦સમાનાર્થી શબ્દ♦
સ્નેહ – પ્રેમ
ફડક – ચિંતા
શિર – મસ્તક,માથુ
ફલક – વિસ્તાર
પલક – પાંપણનો પલકારો
ઝલક – શોભા,તેજસ્વિતા
ખડક – ધારદાર ભેખડ
ગૌરીવ્રત – ગૌરી (પાર્વતી) પૂજાનું વ્રત
♦વિરુદ્ધાર્થી શબ્દો♦
શરમ × બેશરમી
સમજ × અણસમજ
ભીનું × સૂકું
સ્વર્ગ × નર્ક
♦રૂઢિપ્રયોગ♦
માથે હાથ ફેરવવો – આશિષ આપવા, કાળજી લેવી
હાથ દેવો – સહારો આપવો, હૂંફ આપવી
આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.
ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-1 વૈષ્ણવજન
ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-2 રેસનો ઘોડો
ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-3 શીલવંત સાધુને
ધો.10 ગુજરાતી પ્ર – 4 ભૂલી ગયા પછી
ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર-6 વાઇરલ ઇન્ફેક્શન
ધો.10 ગુજરાતી પ્ર – 7 હું એવો ગુજરાતી
ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર – 8 છત્રી
ધો.10 ગુજરાતી પ્ર – 9 માધવને દીઠો છે ક્યાંય?
ધો.10 ગુજરાતી પ્ર – 10 ડાંગવનો અને …
વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.
ધો.10 ગુજરાતી :- પ્રકરણ-1 વૈષ્ણવજન :- MCQ
ધો.10 ગુજરાતી :- પ્રકરણ-2 રેસનો ઘોડો :- MCQ
ધો.10 ગુજરાતી પ્રકરણ – 5 દીકરી MCQ
ધો.10 ગુજરાતી પ્રકરણ-6 વાઇરલ ઇન્ફેક્શન MCQ
ધો.10 ગુજરાતી પ્રકરણ – 7 ‘હું એવો ગુજરાતી’ – MCQ
બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.