શૈક્ષણિક વર્ષ 2022-23 થી ધોરણ 9 થી 12 ની પરીક્ષા પદ્વતિમાં ફેરફાર std-9-to-12-exam-pattern-2022-23

શૈક્ષણિક વર્ષ 2022-23 થી અમલમાં આવનાર ધોરણ -૧૦ અને ૧૨ ની પરીક્ષા પદ્ધતિ બાબત std-9-to-12-exam-pattern-2022-23

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ – 2019-20 માટે ધોરણ -9 થી 12 ના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા. તે જ પ્રશ્નપત્ર પરિરૂપ ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો શૈક્ષણિક વર્ષ – 2022-23થી વાર્ષિક પરીક્ષા અને અન્ય પરીક્ષાઓ માટે વર્ષ – 2019-20માં અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ મુજબ આયોજન અને અમલીકરણ કરવાનું રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2019-20થી ધોરણ -10 અને 12 માં પરીક્ષા પદ્ધતિ નીચે મુજબ રહેશે.std-9-to-12-exam-pattern-2022-23

1. શૈક્ષણિક વર્ષ 2019-20થી ધોરણ -10 ની માર્ચની બોર્ડની પરીક્ષામાં 50 % (MCQ) OMR પદ્ધતિને સ્થાને 20 % હેતુલક્ષી પ્રશ્નો રહેશે.

બોર્ડની પરીક્ષામાં ધોરણ -10 માં બોર્ડની પરીક્ષાનો ગુણભાર 70 % ને બદલે 80 % રહેશે . તેમજ આંતરિક મૂલ્યાંકનના 20 % રહેશે . બોર્ડના 80 ગુણના પ્રશ્નપત્રમાં 20 % ( 16 ગુણ ) હેતુલક્ષી પ્રશ્નો તેમજ 80 % ( 64 ગુણ ) ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, નિબંધલક્ષી પ્રશ્નો વગેરેનો સમાવેશ કરવામાં આવશે.

2. શૈક્ષણિક વર્ષ – 2019-20થી ધોરણ -10 માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના સ્થાને આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ રહેશે. જેમાં,

→5 ગુણ – પ્રથમ કસોટીમાં મેળવેલ ગુણના આધારે

→5 ગુણ – બીજી કસોટીમાં મેળવેલ ગુણના આધારે

→5 ગુણ – નોટબુક સબમિશન

→5 ગુણ – સબજેક્ટ એનરીચમેન્ટ એક્ટિવીટી (ભાષાઓમાં સ્પીકિંગ અને લીસનીંગ ટેસ્ટ, વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય તેમજ અન્ય વિષયોમાં પ્રોજેક્ટ કાર્ય રહેશે.)

૩. શૈક્ષણિક વર્ષ 2019-20થી ધોરણ -10 ની પરીક્ષામાં ઉતીર્ણ થવા માટે વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાના 80 ગુણમાંથી 33 % એટલે કે 26 ગુણ અને આંતરિક મૂલ્યાંકનના 20 ગુણમાંથી 33 % એટલે કે 07 ગુણ મેળવવાના રહેશે. બંનેના મળીને બોર્ડની પરીક્ષા આંતરિક મૂલ્યાંકનમાં અનુક્રમે 26 + 07 = 33 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ઉતીર્ણ ગણાશે.

4. શૈક્ષણિક વર્ષ – 2019-20થી ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહની માર્ચની બોર્ડની પરીક્ષામાં 50 % ( MCQ ) OMR પદ્ધતિને સ્થાને બોર્ડની પરીક્ષામાં 100 ગુણના પ્રશ્નપત્રોમાં 20 % ( 20 ગુણ ) હેતુલક્ષી પ્રશ્નો રહેશે અને 80 % ( 80 ગુણ ) પ્રશ્નો ટુંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો નિબંધ પ્રકારના પ્રશ્નો વગેરે રહેશે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય 50 ગુણનું રહેશે.

std-9-to-12-exam-pattern-2022-23

ધોરણ 9 પ્રથમ પરિક્ષા માટે :- અહી ક્લિક કરો.

ધોરણ 10 વાર્ષિક પરિક્ષા માટે :- અહી ક્લિક કરો.

ધોરણ 11 સામાન્ય પ્રવાહ માટે :- coming soon 

ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ પ્રથમ પરિક્ષા માટે :- અહી ક્લિક કરો.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે :- coming soon

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ વાર્ષિક પરિક્ષા  માટે :- અહી ક્લિક કરો.


ધો.9 થી 12 ની દ્વિતિય એકમ કસોટીનો અભ્યાસક્રમ અને સ્ટડી મટિરિયલ CLICK HERE

ધોરણ 9 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો. CLICK HERE

ધોરણ ૧૦ ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો. CLICK HERE

Plz share this post

Leave a Reply