ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) અંતર્ગત આજ દિન સુધી લેવાયેલ ક્વિઝના પ્રશ્નોના ઉત્તરો Gujarat Gyan Guru Quiz Bank With Key ઓફિશિયલ વેબસાઇટ પર મુકવામા આવ્યા છે.
રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ -૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (Gujarat Gyan Guru Quiz)” નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે.
આ ક્વિઝનો ઉદ્દેશ્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરી તેઓ વચ્ચે એક તંદુરસ્ત જ્ઞાનવર્ધક હરીફાઈ થકી તેઓનું સશક્તિકરણ કરવાનો છે.આ ક્વિઝમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલ, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય જ્ઞાન અને નોંધનીય બાબતોનો સમાવેશ થશે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.
The GUJARAT GYAN GURU QUIZ (G3Q) is a unique activity that combines education, fun with knowledge and competition. While it is competitive in nature, it also adds significant educational value to each student’s education.
The quiz is more inclusive as students from all across the state can participate irrespective of location, board, medium of education or gender. The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q) is to provide an intensified impetus towards enthusiasm in students. It will improve and promote participation, knowledge and awareness in students of the State.Gujarat Gyan Guru Quiz Bank With Key
♦ ધોરણ – ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો ભાગ લઈ શકશે.
♦ પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) / વોર્ડ કક્ષાએ યોજાશે.
♦ દ્વિતીય તબક્કામાં તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ ઓનલાઈન ક્વિઝનુ આયોજન કરવામા આવશે.
♦ ત્રીજા અને અંતિમ તબક્કામાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની ઓનલાઈન ક્વિઝ પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝનું આયોજન થશે.
♦ તા .07 જુલાઇ, 2022 ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે માન મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે અને માન.મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (Gujarat Gyan Guru Quiz)” નો શુભારંભ કરવામાં આવશે.
♦ આ ક્વિઝ અઠવાડીયા દરમિયાન દર રવિવારથી શરૂ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને શનિવારે વિજેતાઓ જાહેર થશે. આમ સતત 75 દિવસ સુધી આ ક્વિઝ યોજાશે.Gujarat Gyan Guru Quiz Bank With Key
♦ દર અઠવાડિયે તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) / વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ – યુનિવર્સિટી વિભાગમાં ઉમેદવાર દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો રહેશે અને આ 20 ક્વિઝ સામાન્ય રીતે બહુવિકલ્પીય તથા ઓડિયો – વિડીયો સ્વરૂપે રહેશે.
♦ દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.
કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય · સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું · વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી · કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા · કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી.Gujarat Gyan Guru Quiz Bank With Key
ઓફિશીયલ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
રજીસ્ટ્રેશન કરવા માટે નીચે ક્લિક કરો.
લોગીન કરવા માટે નીચે ક્લિક કરો.
ક્વિઝ બેંક માટે નીચે ક્લિક કરો.
શૈક્ષણિક વર્ષ 2022-23 થી ધોરણ 9 થી 12 ની પરીક્ષા પદ્વતિમાં ફેરફાર થયેલ છે. માટે ધોરણ -9 થી 12 ના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.