Duskalno Davanal gujarati nibandh દુષ્કાળનો દાવાનળ ગુજરાતી નિબંધ

દુષ્કાળનો દાવાનળ ગુજરાતી નિબંધ Duskalno Davanal gujarati nibandh નીચે આપેલા મુદ્દા આધારિત આશરે ૨૫૦ શબ્દોમાં  લખો.

મુદ્દા : પ્રસ્તાવના – લીલો દુકાળ અને સૂકો દુકાળ – દુષ્કાળની એંધાણીઓ – દુષ્કાળમાં માનવીની અને પશુપંખીની હાલત – ભયંકર કુદરતી આફત – રાહતકાર્યો – ઉપસંહાર Duskalno Davanal gujarati nibandh

ઉત્તર : વર્ષાનાં બે બિહામણાં રૂપ એટલે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ! બેહદ વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય, નદીઓ, નાળાં, બંધો છલકાઈ જાય, ગામો ને નગરો પાયમાલ થઈ જાય, લોકોનાં ઘર, ઝૂંપડાં, ઘરવખરી, ઢોરઢાંખર તણાઈ જાય, ખેતીપાક ધોવાઈ જાય ને સર્વત્ર હાહાકાર મચી જાય એટલે અતિવૃષ્ટિ! અને એને પગલે પગલે લીલો દુકાળ પડવાની ભીતિ!

તદ્દન ઓછો વરસાદ પડે એટલે અનાવૃષ્ટિ! અને એના પરિણામે સૂકો દુકાળ પડવાની સંભાવના! લીલોતરી તો શું, ઝાડનું ઠૂંઠું કે સૂકા ઘાસનું તણખલુંય જોવા ન મળે. વેદનાભર્યું વ્યાકુળ હૈયું મેઘરાજા પાસે ‘પાણી! પાણી’ની ઝંખના કરતું હોય છે. ધરતીનાં અમી તો ક્યારનાંયે ચુસાઈ ગયાં હોય છે’; તો નદી, વાવ અને કૂવા પણ જળવિહોણા બની ગયાં છે! ઘાસચારાની તીવ્ર અછત ઊભી થવાથી મૂંગાં પ્રાણીઓ આંગણામાં તરફડીને જીવ કાઢી નાખે છે.

આવી પરિસ્થિતિમાં ન મળે ખાવા અનાજ ને ન મળે પીવા પાણી!

દુકાળ એટલે જ્યાં ને ત્યાં મડદાંના ઢગ; જાણે ધરતી પર મોતનો વરસાદ વરસ્યો!

હજારો ખેડૂતો દેવાના બોજ નીચે દટાઈ જાય છે. અનાજની અછત ઊભી થતાં અનાજ ખૂબ મોંઘું થઈ જાય છે. ઘણી વાર સંગ્રહખોરો કે કાળાંબજારિયાઓ નફાખોરી માટે અનાજનો સંગ્રહ કરી દુષ્કાળને વધુ અસહ્ય બનાવે છે. સંબંધો મરી પરવારે છે. આમ, દુષ્કાળને પગલે પગલે અનેક યાતનાઓ ને આફતોનો રાફડો ફાટી નીકળે છે.

વાહનવ્યવહારનાં સાધનોની સગવડ થતાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સરકાર અનેક રાહતકાર્યો શરૂ કરે છે. માનવીઓને અનાજ, પાણી, કપડાં, દવાઓ વગેરે અપાય છે, સદાવ્રતો શરૂ થાય છે, ઢોરો માટે ઘાસચારો ને પીવાના પાણીની તાબડતોબ વ્યવસ્થા થાય છે. ઢોરોને જીવતાં રાખવા અન્ય સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવે છે. વિશ્વભરમાંથી દુષ્કાળ નાબૂદી ઝુંબેશ ઉપાડવાનું માનવી ક્યારે વિચારશે?

Duskalno Davanal gujarati nibandh


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

 

Plz share this post

Leave a Reply