અહીયા, ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામા પૂછાય શકે તેવા Gujarati Ahevaal Lekhan ગુજરાતી અહેવાલ લેખન આપવામા આવ્યા છે. જે 4 કે 5 ગુણમા પુછાય છે.
તમારી શાળામાં યોજાયેલ શિક્ષકદિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
શિક્ષકદિનની ઉજવણી
કઠલાલ, તા. 05/09/2024
પાંચમી સપ્ટેમ્બરે અમારી શાળામાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના વર્ગો અને સભાગૃહને શણગારવામાં આવ્યું હતું. શાળામાં તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિત મહેમાનો સમયસર આવી પહોંચ્યા હતા.
શિક્ષકદિન સભારંભ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યો હતો. શાળાના આચાર્યશ્રીની વિનંતીથી અધ્યક્ષશ્રીએ દીપ પ્રગટાવી હતું. પછી શાળાના શિક્ષકશ્રીએ શિક્ષકદિનનું મહત્વ સ્પષ્ટ કર્યું હતું. અન્ય વક્તાઓએ પ્રસંગને અનુરૂપ ટૂંકા પ્રવચનો આપ્યા હતા. શાળાના આચાર્યશ્રીએ સમાજના ઘડતરમાં શિક્ષકનું પ્રદાન સ્પષ્ટ કરી શિક્ષક જીવનના આદર્શ રજૂ કર્યા હતા.
વિદ્યાર્થીઓ તરફથી શિક્ષકોને સાલ અને શ્રીફળ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યુ. તેના મધુર સ્વાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું.
Gujarati Ahevaal Lekhan
અમદાવાદ વડોદરા ધોરીમાર્ગ પર સર્જાયેલા ગંભીર અકસ્માતનો આંખે દેખ્યો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
અમદાવાદ વડોદરા ધોરીમાર્ગ પર સર્જાયેલા ગંભીર અકસ્માત
ગયા રવિવારે અમદાવાદ – વડોદરા ધોરી માર્ગ પર એક એસટી બસને અકસ્માત નડ્યો હતો. સામસામેથી પૂર ઝડપે આવી રહેલા એસટી બસ અને ખટારો ધડાકાભેર અથડાઈ ગયા હતા. આથી બસ અને ખટારાનો આગળનો ભાગ ભાંગીતૂટીને સાવ ભંગાર જેવો થઈ ગયો હતો. ખટારાના ધક્કાથી બસ રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી અને પાંચેક વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી. આ અકસ્માતમાં બસનો ડ્રાઇવર માર્યો ગયો હતો. ખટારાનો ડ્રાઇવર ખટારો છોડીને ભાગી ગયો હતો. ધડાકાનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના ગામોમાંથી ઘણા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગામ લોકોએ ઇજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા અને તેમને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી. આ અકસ્માતમાં ઇજા પામેલાઓને વ્યક્તિદીઠ રૂપિયા 50,000 નું વળતર આપવાની સરકારે જાહેરાત કરી છે.
Gujarati Ahevaal Lekhan
તમારી શાળામાં ઉજવાયેલ મકરસંક્રાંતિ પર્વનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
મકર સંક્રાંતિ પર્વની ઉજવણી
નડિયાદ, તા. 16/01/2024
ગઈકાલે અમારી શાળામાં મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 10:00 વાગે શાળાના મેદાનમાં બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવી ગયા હતા. બધા વિદ્યાર્થીઓ જાત જાતના પતંગો અને દોરી લઈને આવ્યા હતા. શાળાનું મેદાન રંગબેરંગી વસ્ત્રો તેમજ આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું હતું. આ ઉપરાંત શાળાના મેદાનમાં ડીજે ઉપર ગીતો પણ વાગતા હતા. શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓ પતંગ ચગાવવાની મજા માણતા હતા. અમુક વિદ્યાર્થીઓ પતંગ લૂંટતા હતા. શાળાના મેદાનમાં એ કાઇપો છે, એ કાટા, અલ્યા લપેટ લપેટ, અલ્યા પેલી પતંગ આવી પકડ પકડની બૂમો પાડતા હતા. ત્યારબાદ અમે બપોરે તલ સાંકળી, ઊંધિયું અને જલેબી ખાવાની મજા માણી હતી. અને સાંજે સૌ વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમ્યા હતા. આમ અમારા માટે મકર સંક્રાંતિનો પર્વ આનંદનો પર્વ બની ગયો હતો.
Gujarati Ahevaal Lekhan
તમે તમારા પરિવાર સાથે મહાકાલેશ્વર મંદિર તથા નર્મદા કિનારે કરેલ પ્રવાસનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
મહાકાલેશ્વર મંદિર તથા નર્મદા કિનારે કરેલ પ્રવાસ
ગયા રવિવારે અમે સહકુટુંબ નર્મદા નદીના કિનારે આવેલ મહાકાલેશ્વર મંદિરના પ્રવાસે ગયા હતા.અમે સવારે ૮ વાગે અમારા પ્રવાસની શરૂઆત કરી હતી. અમે આરતી વખતે મંદિરમાં ગયા હતા. મંદિરના ગર્ભ ગૃહમાં અને બહાર અનેક દર્શનાર્થીઓની ભીડ જામી હતી. સમય થતાં આરતી શરૂ થઈ. અમે પણ આંખો બંધ કરીને આરતી ગાવા લાગ્યા. ઝાલર અને ઘંટનાદથી સર્જાયેલું ભક્તિમય વાતાવરણ મનને શાંતિ આપતું હતું. આરતી પછી પણ અમે કેટલોક સમય મંદિરમાં બેઠા અને શાંત ચીતે મહાદેવનું ધ્યાન ધર્યું. પછી અમે મંદિરની પ્રદક્ષિણા કરી ત્યારબાદ અમે મંદિરની પાછળ આવેલા નદી કિનારાના ઘાટ પર બેઠા અને નદીની ભવ્યતાના દર્શન કર્યા.અહીં અમે કેટલાક ફોટા પાડ્યા. નદીના આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય અમારા તન મનને તાજગી આપતું હતું. સાંજે અમે ત્યાંથી વિદાય લઈને ઘેર પાછા ફર્યા.
આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3
આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.
Gujarati Nibandhmala
ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1
Best
Shaik