પુસ્તકોની મૈત્રી ગુજરાતી નિબંધ pustakoni maitri gujarati nibandh નીચે આપેલા મુદ્દા આધારિત આશરે ૨૫૦ શબ્દોમાં લખો.
મુદ્દા :- પ્રસ્તાવના – સારાં પુસ્તકોનો ફાળો – સારાં પુસ્તકોનો લાભ – હલકાં પુસ્તકોના ગેરલાભ – ઉપસંહાર
ઉત્તર :- વાંચતાં આવડતું હોય છતાં પણ જે વાંચતો નથી, તે નિરક્ષર જ છે.
આપણે આપણા અભ્યાસક્રમનાં પુસ્તકો વાંચીએ છીએ. તેનાથી આપણાં માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે, પરંતુ આ પુસ્તકોમાંથી મળતું જ્ઞાન સીમિત હોય છે. એટલે આપણે આપણાં પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવાં જોઈએ.
પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.રસ્કિનના ‘ Unto The Last ’ નામના પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. ગીતા, કુરાન અને બાઇબલ જેવાં પુસ્તકોએ જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા આપી છે. રામાયણ, શ્રીમદ્ ભાગવત અને મહાભારત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
સારાં પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી. તે આપણને સાચું માર્ગદર્શન તેમજ સારાં કામો કરવાની પ્રેરણા આપે છે. તેઓ આપણને સુખદુઃખમાં સમભાવથી રહેવાનું બળ આપે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવાની પ્રેરણા મળે છે. સારાં પુસ્તકોના વાચનથી આપણામાં હિંમત, બહાદુરી, દયા, પ્રેમ, ક્ષમા વગેરે ગુણોનો વિકાસ થાય છે. સારાં પુસ્તકોના વાચનથી સારું – નરસું અને સાચું – ખોટું પારખવાની આપણી શક્તિ ખીલે છે; પરંતુ હલકી કક્ષાનાં પુસ્તકો આપણા જીવનને બગાડે છે, તે આપણને ગેરમાર્ગે દોરે છે. એક લેખકે સાચું જ કહ્યું છે કે, ‘તમે શું વાંચો છો તે મને કહો અને તમે કેવા છો તે હું તમને કહી દઈશ!’ સારા પુસ્તકોના વાચનથી આપણે જગત અને જીવનને વિશાળ દૃષ્ટિથી જોઈ શકીએ છીએ.
જીવનની સાચી કેળવણી પામવા માટે આપણે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાચન કરવું જોઈએ.
આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.
Gujarati Nibandhmala
ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨
ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1