ધો.10 વિજ્ઞાન પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો Intext Questions

std 10 science ch1
Getting your Trinity Audio player ready...
👉 જ્યાંથી સાંભળવું હોય ત્યાં ક્લિક કરો

અહી,ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો(std 10 science ch 1) પાઠયપુસ્તકના Intext  તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 4

1.મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે?

ઉત્તર : મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતાં તેની બહારની સપાટી પર (MgO) મેગ્નેશિયમ ઓકસાઇડ નું નિષ્ક્રિય પડ બને છે.

  • Mg +   O2      →     MgO
  • આ MgO ના નિષ્ક્રિય પડને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આથી મેગ્નેશિયમની પટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે.

2.નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતુલિત રાસાયણિક સમીકરણ લખો.

ઉત્તર :

(1) હાઈડ્રોજન + ક્લોરિન    →     હાઈડ્રોજન ક્લોરાઈડ

      H2   +   Cl2       →      2HCl

(2) બેરિયમ ક્લોરાઈડ + એલ્યુમિનિયમ સલ્ફેટ      →    બેરિયમ સલ્ફેટ + એલ્યુમિનિયમ ક્લોરાઈડ

     3BaCl2  +    Al2(SO4)3   →      3BaSO4  + 2AlCl3

(3) સોડિયમ + પાણી     →       સોડિયમ હાઈડ્રોક્સાઈડ + હાઈડ્રોજન

  2Na   +  2H2O    →   2NaOH   +   H2

3.નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સંતુલિત રાસાયણિક સમીકરણ લખો.

ઉત્તર :

(i) બેરિયમ ક્લોરાઈડ અને સોડિયમ સલ્ફેટ ના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઇ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ મળે છે.

  BaCl2(aq)   +   Na2SO4(aq)    →    BaSO4(s)   +   2NaCl(aq)

(2) સોડિયમ હાઈડ્રોક્સાઈડ નું દ્રાવણ (પાણીમાં) હાઇડ્રોક્લોરિક એસિડ ના દ્રાવણ (પાણીમાં) સાથે પ્રક્રિયા કરી  સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે.

  NaOH(aq)  +  HCl(aq)     →   NaCl(aq)  +   H2O(l)

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 10

std 10 science ch1

(1) . પદાર્થ X નું દ્રાવણ ઘોળવા માટે વપરાય છે (i) પદાર્થ X નું નામ આપો અને તેનું સૂત્ર લખો.(ii) (i) માં જેનુ નામ દર્શાવ્યુ છે તે પદાર્થ Xની પાણી સાથેની પ્રક્રિયા લખો.

ઉત્તર : (i) પદાર્થ X એ કેલ્શિયમ ઓક્સાઈડ છે. જેનું સુત્ર CaO છે. (ii) કેલ્શિયમ ઓકસાઈડ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી ચૂનાનું નીતર્યું પાણી [Ca(OH)2] બનાવે છે. અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે.

    CaO (s) + H2O(l)   →  Ca(OH)2  (aq )  +  ઉષ્મા

(2) . પ્રવૃતિ 1.7 માં એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થોએ બીજી કસનળીમાં એકત્ર થતાં વાયુના જથ્થા કરતા બમણો શા માટે છે?આ વાયુનુ નામ દર્શાવો.

ઉત્તર : પાણીના વિદ્યુતવિભાજન દરમિયાન હાઈડ્રોજન અને ઓક્સિજન અલગ મળે છે.પાણીમાં બે ભાગ હાઇડ્રોજન અને એક ભાગ ઓક્સિજન હોવાથી એક કસનળીમાં બે ભાગ હાઇડ્રોજન અને બીજી કસનળીમાં એક ભાગ ઓક્સિજન વાયુ મળે છે. આમ, મળતાં હાઈડ્રોજન અને ઓક્સિજન વાયુ નું કદથી પ્રમાણ 2 : 1 છે.

  2H2O(l)    →  2H2 (g)  + O2 (g)

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 13

std 10 science ch1

(1). જયારે કોપર સલ્ફેટના દ્વાવણમાં આયર્નની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્વાવણનો રંગ શા માટે બદલાય છે.?

ઉત્તર : આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્વાવણમાં ડુબાડતા કોપર કરતા આયર્ન વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનુ વિસ્થાપન કરે છે અને પરિણામે આયર્ન સલ્ફેટ બને છે, જે લીલો રંગનો  હોવાથી દ્વાવણનો રંગ બદલાય છે.

     CuSO4    +    Fe    →    FeSO4    +    Cu

   કોપર સલ્ફેટ     લોખંડ       આયર્ન સલ્ફેટ      કોપર

  (વાદળી રંગ)                     (લીલો રંગ)

(2). પ્રવૃતિ 1.10 માં દર્શાવ્યા સિવાયની કોઇ વિસ્થાપન પ્રક્રિયાનુ ઉદાહરણ આપો.

ઉત્તર :  Na2CO3(aq)   +   CaCl2(aq)  →   CaCO3(aq)   +   2NaCl(aq)

           સોડિયમ કાર્બોનેટ     કેલ્શિયમ ક્લોરાઇડ   કેલ્શિયમ કાર્બોનેટ    સોડિયમ ક્લોરાઇડ

(3). નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો.

         (i)  4Na(s)   +   O2(g)  →   2Na2O(s)

         (ii)  CuO(s)   +   H2(g)  →   Cu(s)   +   H2O(l)

ઉત્તર : (i) ઓક્સિડેશન પામતો પદાર્થ : Na2O

          રિડક્શન પામતો પદાર્થ : O2

(ii) ઓક્સિડેશન પામતો પદાર્થ : H2O

            રિડક્શન પામતો પદાર્થ : Cu

std 10 science ch1

 

 

 

 

 


ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) :- પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  જોવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 

Plz share this post

Leave a Reply