ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ – 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? સ્વાધ્યાય

std 10 science ch7

ધો.10 વિજ્ઞાન નવનીત PDF (ગાઇડ) પ્ર – 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? (std 10 science ch7) પાઠયપુસ્તકના  સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

સ્વાઘ્યાયના પ્રશ્નોત્તર

1. _____ માં અલિંગી પ્રજનન કલિકાસર્જન દ્વારા થાય છે?

(a) અમીબા (b) યીસ્ટ (c) પ્લાઝ્મોડિયમ (d) લેશમાનિયા

ઉત્તર : (b) યીસ્ટ

2. નીચે આપેલ પૈકી ક્યું માનવ માદા પ્રજનનતંત્રનો ભાગ નથી?

(a) અંડાશય (b) ગર્ભાશય (c) શુક્રવાહિકા (d) અંડવાહિની

ઉત્તર : (c) શુક્રવાહિકા

૩. પરાગાશયમાં _____ હોય છે.

(a) વજપત્ર (b) અંડાશય (c) સ્રીકેસર (d) પરાગરજ

ઉત્તર : (d) પરાગરજ

4. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે?

ઉત્તર : અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી નીચેના લાભ થાય છેઃ (1) લિંગી પ્રજનનમાં નર અને માદા પિતૃના અનુક્રમે નર અને માદા જનનકોષ સંમિલન પામી ફલિતાંડ(યુગ્મનજ) ની રચના કરે છે. આમ, સંતતિ બાળપેઢીને બે જુદા જુદા પિતૃના DNA પ્રાપ્ત થતાં ભિન્નતા જોવા મળે છે. (2) લિંગી પ્રજનનમાં જનનકોષના નિર્માણનો સમાવેશ થાય છે. નર અને માદા જનનકોષના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રીભાજન થાય છે. આ ક્રિયા દરમિયાન જનીનોનાં નવાં જોડાણ રચાય છે. તે ભિન્નતા તરફ દોરી જાય છે. બે પિતૃઓની સંયુક્ત ભિન્નતાઓ નવાં જોડાણ ધરાવતા પરિવર્તકો રચે છે. (3) લિંગી પ્રજનનમાં પેઢી – દર – પેઢી ભિન્નતા સર્જાય છે. તે જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે.(4) લિંગી પ્રજનન દરમિયાન એકત્રિત થતી ભિન્નતાઓ લાંબા ગાળે ઉગ્નિકાસનું કારણ બને છે .

5. માનવના શુક્રપિંડનું કાર્ય શું છે?

ઉત્તર : માનવના શુક્રપિંડનું કાર્ય :(1) શુક્રકોષોનું ઉત્પાદન અને (2) ટેસ્ટોસ્ટેરોનનો સ્રાવ.

6. ઋતુસ્રાવ શા માટે થાય છે?

ઉત્તર : જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે ગર્ભાશયની અંદરની જાડી, છિદ્રિષ્ટ અને પુષ્કળ રુધિર – પુરવઠાસભર દીવાલ તૂટવા લાગે છે. તેના કારણે સ્ત્રીમાં ઋતુસ્રાવ થાય છે.

7. પુષ્પના આયામ છેદની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો .

ઉત્તર :

8. ગર્ભનિરોધનની વિવિધ રીતો કઈ છે?

ઉત્તર : (1) યાંત્રિક અવરોધન:- પુરુષમાં નિરોધ, સ્ત્રીમાં યોનિમાર્ગનું ઢાંકણ અને કૉ૫૨- T (2) રાસાયણિક અવરોધન :- સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળીઓ (3) શસ્ત્રક્રિયા :- શસ્ત્રક્રિયા દ્વારા શુક્રવાહિની અને અંડવાહિની બંધ કરવી

9. એકકોષીય અને બહુકોષીય સજીવોની પ્રજનન પદ્ધતિમાં શું તફાવત છે?

ઉત્તર : એકકોષીય સજીવો સરળ કોષવિભાજન એટલે કે ભાજન પદ્ધતિ વડે પ્રજનન દર્શાવે છે . જ્યારે બહુકોષીય સજીવો જટિલ શરીર – સંરચના ધરાવતા હોવાથી વધુ જટિલ પ્રજનન પદ્ધતિ અર્થાત્ લિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે.

10. પ્રજનન કોઈ જાતિની વસતિની સ્થાયિતામાં કેવી રીતે મદદરૂપ થાય છે?

ઉત્તર : પ્રજનન દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે. કોઈ સજીવ અમર નથી. ઊંચો મૃત્યુદર વસતિનું કદ ઘટાડે છે. વસતિના જન્મદર અને મૃત્યુદર વડે તેનું કદ નક્કી થાય છે. તેથી પ્રજનનક્રિયા દ્વારા સજીવો તેમની વસતિનો વધારો કરે છે, જે જાતિની વસતિની સ્થાયિતામાં મદદરૂપ થાય છે.

11. ગર્ભનિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાનાં કયાં કારણ હોઈ શકે છે?

ઉત્તર : ગર્ભનિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાનાં કારણો :(1) અનિચ્છિત ગર્ભધારણ રોકવા માટે  (2) માનવવસતિના નિયંત્રણ માટે (3) જાતીય સંક્રમિત રોગોનો ફેલાવો અટકાવવા માટે

 


ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) :- પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  જોવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 

Plz share this post

Leave a Reply