ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ – 4 કાર્બન અને તેના સંયોજનો STD 10 SCIENCE CH-4

std 10 science ch4

STD 10 SCIENCE CH-4 ધો.10 વિજ્ઞાન નવનીત PDF (ગાઇડ) પ્ર – કાર્બન અને તેના સંયોજનો (std 10 science ch 4) પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ.પાના નં . 61]

પ્રશ્ન 1. CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઈડ નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે?

ઉત્તર :-

પ્રશ્ન 2. સલ્ફરના આઠ પરમાનુઓથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? (સૂચન : સલ્ફરના આઠ પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને ચક્ર બનાવે છે.)

ઉત્તર :-

Intext પ્રશ્નોત્તર [પા.પુ.પાના નં . 68–69]

પ્રશ્ન 1. પેન્ટેન માટે તમે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકો?

ઉત્તર :-

પ્રશ્ન 2. કાર્બનના બે ગુણધર્મો કયા છે, જેના કારણે આપણી ચારેય તરફ કાર્બન સંયોજનોની વિશાળ સંખ્યા આપણે જોઈએ છીએ?

ઉત્તર :- કાર્બન વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, જે નીચેનાં પરિબળો પર આધાર રાખે છેઃ

(1) કાર્બનનો કેટેનેશન ગુણઃ- કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ સંખ્યામાં અણુઓ (સંયોજનો) બને છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે. → આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા અથવા વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે.

→ કાર્બન પરમાણુ એક્લબંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુઓ સાથે જોડાઈ શકે છે. → જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એક્લબંધથી જોડાયેલા હોય તેવાં કાર્બનનાં સંયોજનોને સંતૃપ્ત સંયોજનો (Saturated Compounds) કહે છે.→ જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવાં કાર્બનનાં સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો (Unsaturated Compounds) કહે છે.

→ કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે, તે કોઈ બીજા તત્ત્વમાં જોવા મળતો નથી. સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે, તેમાં સાત અથવા આઠ પરમાણુઓ સુધીની જ શૃંખલા હોય છે. પરંતુ આ સંયોજનો અતિ ક્રિયાશીલ હોય છે.→ કાર્બન – કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુઓના એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બને છે.

(2) કાર્બનની સંયોજકતા :- કાર્બનની સંયોજક્તા ચાર છે. તેથી તે કાર્બનના અન્ય ચાર પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્ત્વોના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. → કાર્બન એ ઑક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન તથા અનેક અન્ય તત્ત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવે છે. આ વિશિષ્ટ ગુણધર્મો સંયોજનમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્ત્વ પર પણ આધાર રાખે છે.

→ કાર્બન પરમાણુ મોટા ભાગનાં અન્ય તત્ત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે, જે સંયોજનોને અપવાદ રૂપે સ્થાયી બનાવે છે. → કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રૉન – યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે. આથી કાર્બન દ્વારા પ્રબળ બંધોનું નિર્માણ થાય છે. મોટા પરમાણુઓ ધરાવતાં તત્ત્વો દ્વારા બનતા બંધ અત્યંત નિર્બળ હોય છે.

પ્રશ્ન 3. સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રૉન – બિંદુ રચના શું થશે?

ઉત્તર : સાયક્લોઆલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n છે. આથી સાયક્લોપેન્ટેનનું આણ્વીય સૂત્ર C5H10 છે.→ સાયક્લોપેન્ટેનનું ઇલેક્ટ્રૉન – બિંદુ નિરૂપણ નીચે મુજબ છે.

પ્રશ્ન 4. નીચે દર્શાવેલ સંયોજનોનાં બંધારણ દોરો. (1) ઇથેનોઇક ઍસિડ (2) બ્રોમોપેન્ટેન (3) બ્યુટેનોન (4) હેક્ઝેનાલ. શું બ્રોમોપેન્ટેનના બંધારણીય સમઘટક શક્ય છે?

ઉત્તર :-

 

પ્રશ્ન 5.નીચે દર્શાવેલ સંયોજનોનું નામ તમે કેવી રીતે આપશો.?

ઉત્તર :- (1)બ્રોમો ઇથેન (2) મિથેનાલ (3) હેક્ઝા- 1 આઇન અથવા હેક્ઝાઇન

STD 10 SCIENCE CH-4

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં.71]

પ્રશ્ન 1. ઇથેનોલનું ઇથેનોઇક ઍસિડમાં રૂપાંતર એ શા માટે ઑક્સિડેશન પ્રક્રિયા છે?

ઉત્તર : ઇથેનોલનું ઇથેનોઇક ઍસિડમાં રૂપાંતર નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે.

→ આ પ્રક્રિયામાં પ્રક્રિયક ઇથેનોલ એક ઑક્સિજન પરમાણુ ધરાવે છે. જ્યારે નીપજ ઇથેનોઇક ઍસિડ બે ઑક્સિજન પરમાણુ ધરાવે છે. આમ, આ પ્રક્રિયા દરમિયાન ઑક્સિજન પરમાણુ ઉમેરાય છે. આથી આ રૂપાંતર ઑક્સિડેશન પ્રક્રિયા છે.

પ્રશ્ન 2. ઑક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. શું તમે કહી શકો કે શા માટે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી?

ઉત્તર : ઇથાઇન એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે.→ જ્યારે તેનું હવાના મિશ્રણ સાથે દહન કરવામાં આવે ત્યારે ખૂબ જ કાળા ધુમાડાવાળી પીળી જ્યોત આપે છે. → આ અપૂર્ણ દહન થવાથી ખૂબ જ ઓછી ઉષ્મા મુક્ત થાય છે, જે વેલ્ડિંગ માટે જરૂરી ઊર્જા કરતાં ઓછી છે. આથી ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ વૈલ્ડિંગ માટે થતો નથી.

→ જ્યારે ઇથાઇનનું ઑક્સિજન સાથે દહન કરવામાં આવે ત્યારે સંપૂર્ણ દહન થવાથી ખૂબ જ વધુ ઉષ્મા મુક્ત થાય છે, જે વેલ્ડિંગ માટે જરૂરી ઉષ્મા જેટલી હોય છે. આથી ઇથાઇન અને ઓક્સિજનનું મિશ્રણ વેલ્ડિંગ માટે ઉપયોગી છે.

2[CH≡CH]+5O2→4CO2+2H2O+ઉષ્મા અને પ્રકાશ

STD 10 SCIENCE CH-4

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં.74]

પ્રશ્ન 1. પ્રાયોગિક ધોરણે તમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક ઍસિડને કેવી રીતે જુદા પાડશો?

ઉત્તર : આલ્કોહોલ અને કાર્બોક્સિલિક ઍસિડ પ્રાયોગિક રીતે નીચેની પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે.

(1) સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કસોટી :- બે જુદી જુદી કસનળીમાં બંને પદાર્થોનો થોડો જથ્થો લઈ, તેમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે.→જે કસનળીમાં કાર્બોક્સિલિક ઍસિડનું દ્રાવણ હશે તે કસનળીમાં ઝડપથી CO2  વાયુના ઊભરા આવે છે, જ્યારે ઇથેનોલના દ્રાવણમાં CO2 વાયુના ઊભરા આવતા નથી.

(2) આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ કસોટી :- બે જુદી જુદી ક્સનળીમાં બંને પદાર્થોનો થોડો જથ્થો લઈ, તેમાં આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. → જે કસનળીમાં આલ્કોહોલનું દ્રાવણ હશે તે કસનળીમાં પોટેશિયમ પરમેંગેનેટનો જાંબલી રંગ દૂર થાય છે, જ્યારે કાર્બોક્સિલિક ઍસિડનું દ્રાવણ પોટૅશિયમ પરમેંગેનેટનો રંગ દૂર કરતું નથી.

પ્રશ્ન 2. ઑક્સિડેશનકર્તા એટલે શું?

ઉત્તર : જે પદાર્થો અન્ય પદાર્થોમાં ઑક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય તેને ઑક્સિડેશનકર્તા કહે છે. દા.ત., આલ્કલાઈન પોટેશિયમ પરમેંગેનેટ (KMnO4), ઍસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ (K2Cr2O7)

STD 10 SCIENCE CH-4

Intext પ્રશ્નોત્તર [પા.પુ.પાના નં .76]

પ્રશ્ન 1. શું તમે પ્રક્ષાલકનો ઉપયોગ કરી ચકાસી શકો છો કે પાણી કઠિન છે કે નહિ?

ઉત્તર : ના. કારણ કે પ્રક્ષાલક કઠિન અને નરમ એમ બંને પ્રકારના પાણીમાં ફીણ ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 2. લોકો કપડાં ધોવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે સાબુ ઉમેર્યા પછી લોકો કપડાં પથ્થર પર પછાડે છે કે પાવડી સાથે પછાડે છે. બ્રશથી ઘસે છે અથવા મિશ્રણને વોશિંગ મશીનમાં ક્ષોભિત કરે (ખૂબ જોરથી હલાવે) છે. સાફ કપડાં મેળવવા માટે તેને રગડવાની જરૂર શા માટે પડે છે?

ઉત્તર : સાબુ પાણીનું પૃષ્ઠતાણ ઘટાડે છે. → સાબુનો અધ્રુવીય પૂંછડીવાળો હાઇડ્રોકાર્બન ભાગ એ કપડાં પરના મેલ અથવા તેલના અણુ સાથે આકર્ષાય છે, જ્યારે ધ્રુવીય પૂંછડીવાળો ભાગ એ પાણી પ્રત્યે આકર્ષાય છે. તેથી મિસેલની રચના થાય છે. → આ મિસેલ કપડાં પરથી દૂર કરવા માટે રગડવાની જરૂર પડે છે.

STD 10 SCIENCE CH-4

સ્વાઘ્યાય ના પ્રશ્નોત્તર

1. ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં _______

(a) 6 સહસંયોજક બંધ છે. (b) 7 સહસંયોજક બંધ છે. (c) 8 સહસંયોજક બંધ છે.  (d) 9 સહસંયોજક બંધ છે.

ઉત્તર : (b) 7 સહસંયોજક બંધ છે.

2. બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ક્રિયાશીલ સમૂહ _____

(a) કાર્બોક્સિલિક ઍસિડ (b) આલ્ડિહાઇડ (c) કીટોન (d) આલ્કોહોલ

ઉત્તર : (c) કીટોન

3. ખોરાક રાંધતી વખતે, જો વાસણનાં તળિયાં બહારથી કાળાં થઈ રહ્યાં હોય, તો તેનો અર્થ એ છે કે _____

(a) ખોરાક સંપૂર્ણ રંધાયો નથી. (b) બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. (c) બળતણ ભીનું છે. (d) બળતણ સંપૂર્ણ રીતે દહન પામી રહ્યું છે.

ઉત્તર : (b) બળતણનું સંપૂર્ણ દહન થયું નથી.

4. CH3Cl માં બંધ – નિર્માણનો ઉપયોગ કરી સહસંયોજક બંધની પ્રકૃતિ સમજાવો.

ઉત્તર : કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે 6, 1 અને 17 છે. આથી તેમની ઇલેક્ટ્રૉનીય રચના નીચે મુજબ છેઃ

કાર્બન :- 2,4

હાઇડ્રોજન :- 1

ક્લોરિન :- 2,8,7

→ જે સૂચવે છે કે, કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રૉનની, હાઇડ્રોજનને ડબ્લેટ (duplet) પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રૉનની તથા ક્લોરિનને અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રૉનની આવશ્યકતા છે.

→ આથી કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રૉન પૈકી ૩ ઇલેક્ટ્રૉન ત્રણ હાઇડ્રોજન પરમાણુના ૩ ઇલેક્ટ્રૉન સાથે, જ્યારે 1 ઇલેક્ટ્રૉન ક્લોરિન પરમાણુના 1 ઇલેક્ટ્રૉન સાથે નીચે પ્રમાણે ભાગીદારી કરી ચાર સહસંયોજક બંધ રચે છે.

→ આમ, 4 ઇલેક્ટ્રૉન સાથે ભાગીદારી કરી કાર્બન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન, હાઇડ્રોજન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ અને ક્લોરિન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રૉનીય રચના પ્રાપ્ત કરી; સ્થિરતા પ્રાપ્ત કરે છે. →ટૂંકમાં, ક્લોરોમિથેન ત્રણ C – H અને એક C – Cl એમ ચાર સહસંયોજક બંધ રચે છે.

5. ઇલેક્ટ્રૉન – બિંદુ નિરૂપણ દોરોઃ (a) ઇથેનોઇક ઍસિડ (b) H2S (c) પ્રોપેનોન (d) F2

ઉત્તર :-

 

6. સમાનધર્મી શ્રેણી એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો.

ઉત્તર : વ્યાખ્યા : કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન – શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય, તેને સમાનધર્મી શ્રેણી કહે છે. અથવા

સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતાં જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા (-CH2) માં તફાવત ધરાવતો હોય, તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે.

 મિથેનોલ CH3 – OH

 ઇથેનોલ CH3 – CH2 – OH

 પ્રોપેનોલ CH3 – CH2 – CH2 – OH

 બ્યુટેનોલ CH3 – CH2 – CH2 – CH2 − OH 

→ આ આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી છે. આ શ્રેણીના દરેક સભ્યમાં સમાન ક્રિયાશીલ સમૂહ – OH (હાઇડ્રૉક્સિલ) છે.→ આ શ્રેણીમાં ક્રમિક સભ્યથી પહેલાંના કે પછીના સભ્યમાં પરમાણુની સંખ્યામાં – CH2 જેટલો તફાવત છે. તેથી આણ્વીય દળમાં 14u નો તફાવત છે.

7. તમે ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોને આધારે ઇથેનોલ અને ઇથેનોઇક ઍસિડને કેવી રીતે વિભેદિત કરશો?

ઉત્તર :

ભૌતિક ગુણધર્મોમાં તફાવત :- (1) ઇથેનોલની વાસ મીઠી અને ઇથેનોઇક એસિડની વાસ તીવ્ર છે. (2) ઇથેનોલનનો સ્વાદ તીવ્ર ખટાશયુક્ત અને ઇથેનોઇક એસિડનો સ્વાદ ખાટો  છે. (3) ઇથેનોલનુ ગલનબિન્દુ 156k અને ઇથેનોઇક એસિડનુ ગલનબિન્દુ 290k છે. (4) ઇથેનોલનુ ઉત્કલનબિન્દુ 351k અને ઇથેનોઇક એસિડનુ ઉત્કલનબિન્દુ 391k છે.

રાસાયણિક ગુણધર્મોમાં તફાવત :- (1)ઇથેનોલની પ્રક્રિયા સોડિયમ બાય કાર્બોનેટ સાથે કરતા વાયુ ઉત્પન્ન થતો નથી. જયારે ઇથેનોઇક એસિડની પ્રક્રિયા સોડિયમ બાય કાર્બોનેટ સાથે કરતા વાયુ ઉત્પન્ન થાય છે.(2) ઇથેનોલની પ્રક્રિયા આલ્કલાઇન KMnO4 સાથે કરતા ગુલાબી રંગ દૂર થાય છે. જયારે ઇથેનોઇક એસિડની પ્રક્રિયા આલ્કલાઇન KMnO4 સાથે કરતા ગુલાબી રંગ દૂર થતો નથી.

8. જ્યારે સાબુને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે મિસેલનું નિર્માણ શા માટે થાય છે? શું ઇથેનોલ જેવાં બીજાં દ્રાવકો દ્વારા પણ મિસેલનું નિર્માણ થશે?

ઉત્તર : સાબુનો અણુ જુદા જુદા ગુણધર્મ ધરાવતા બે છેડા ધરાવે છે. એક છેડો ધ્રુવીય શીર્ષ ધરાવે છે, જેને હાઇડ્રોફિલિક શીર્ષ કહે છે. જ્યારે બીજો છેડો અધ્રુવીય પૂંછડી ધરાવે છે, જેને હાઇડ્રોફોબિક પૂંછડી કહે છે. → ધ્રુવીય શીર્ષ પાણીના અણુ પ્રત્યે આકર્ષણ ધરાવે છે, જ્યારે અધ્રુવીય પૂંછડી પાણીના અણુ પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે.

→ જ્યારે સાબુને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે, ધ્રુવીય શીર્ષ પાણીમાં દ્રાવ્ય થાય છે, પરંતુ અધ્રુવિય પૂંછડી પાણીમાં અદ્રાવ્ય રહે છે. પરિણામે ગોળાકાર મિસેલ રચાય છે.→ સાબુ ઇથેનોલમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. આથી ઇથેનોલ જેવાં દ્રાવકોમાં મિસેલ રચના શક્ય નથી.

9. કાર્બન અને તેનાં સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે?

ઉત્તર : જ્યારે કાર્બનનું હવા અથવા ઑક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયૉક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. ઉપરાંત વિપુલ પ્રમાણમાં ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે.

C(s)+02(g)→CO2(g)+ઊર્જા+પ્રકાશ

→ જ્યારે કાર્બન અને તેના સંયોજનનું દહન કરવામાં આવે ત્યારે વધારાની ઉષ્માની જરૂર પડતી નથી. તેથી કાર્બન અને તેનાં સંયોજનો બળતણ માટે ઉપયોગી છે.

10. કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતું ફીણનું નિર્માણ સમજાવો.

ઉત્તર :- કઠિન પાણી કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ આયનો ધરાવે છે, જે સાબુના અણુ સાથે સંયોજાઈ કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના સફેદ અવક્ષેપ બનાવે છે, જેને સ્કમ (Scum) કહે છે.

2C17H35COONa+Ca² → (C17H35COO)2Ca+2Na 

2C17H35COONa+Mg² → (C17H35COO)2Mg+2Na 

11. જો તમે લિટમસપેપર (લાલ અથવા ભૂરા) થી સાબુને ચકાસો, તો તમે શું ફેરફાર અવલોકિત કરશો?

ઉત્તર :- સાબુ એ બેઝિક (આલ્કલાઇન) માધ્યમ ધરાવતો હોઈ, લાલ લિટમસપત્ર ભૂરું (વાદળી) બને છે, જ્યારે વાદળી લિટમસપત્ર પર કોઈ અસર થશે નહિ.

12. હાઇડ્રોજનીકરણ એટલે શું? તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે?

ઉત્તર :- અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનની નિકલ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનવાની ક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે. ઉપયોગ:- હાઇડ્રોજીનેશનથી ઔદ્યોગિક ધોરણે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવી શકાય છે.

13. આપેલ હાઇડ્રોકાર્બન C2H6 , C3H8 , C3H6 , C2H2 અને CH4 પૈકી કોની યોગશીલ પ્રક્રિયા થાય છે?

ઉત્તર : C3H6 અને C2H2 આ બંને સંયોજનો અસંતૃપ્ત હોવાથી તેમની યોગશીલ પ્રક્રિયા થાય છે.

14. સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભેદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો.

ઉત્તર : માખણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે, જ્યારે રાંધવા માટે વપરાતું તેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે. → અસંતૃપ્ત સંયોજન આલ્કલાઇન KMnO4 નો ગુલાબી રંગ દૂર કરે છે. → માખણમાં થોડા પ્રમાણમાં આલ્કલાઇન KMnO4 ઉમેરવાથી તેનો ગુલાબી રંગ દૂર થતો નથી, જ્યારે રાંધવા માટે વપરાતા તેલમાં થોડા પ્રમાણમાં આલ્કલાઈન KMnO4  ઉમેરતા તેનો ગુલાબી રંગ દૂર થાય છે.

15. સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો.

ઉત્તરઃ સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક ઍસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. → સાબુના અણુના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે. એક છેડો જળઅનુરાગી છે, જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જ્યારે બીજો છેડો જળવિરાગી છે, જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. → જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય, ત્યારે સાબુની જળવિરાગી (હાઇડ્રોફોબિક) ‘પૂંછડી’ પાણીમાં દ્રાવ્ય થશે નહિ અને તે પાણીની સપાટી પર ગોઠવાય છે. જ્યારે સાબુનું જળઅનુરાગી (હાઇડ્રોફિલિક) ‘શીર્ષ’ પાણીમાં દ્રાવ્ય થશે.

→ પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે, જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. → આવું અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે થાય છે, જેમાં જળવિરાગી પૂંછડી ઝૂમખા (ગુચ્છ)ના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનીય છેડો ઝૂમખાની સપાટી પર હોય છે. → આ સંરચનાને મિસેલ કહે છે.

→ મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે, કારણ કે તેલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. → આ મિસેલ દ્રાવણમાં કલિલ સ્વરૂપે રહે છે. → આયન – આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી. → આમ, મિસેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે.


std 10 science ch6

વિચાર વિસ્તાર અને નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3

Plz share this post

Leave a Reply