ધોરણ 10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ – 1 વૈષ્ણવજન

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 1 વૈષ્ણવજનના (std 10 gujarati ch1) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 1 વૈષ્ણવજન

કવિનુ નામ :- નરસિંહ મહેતા

કાવ્યપ્રકાર :- પદ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

( 1 ) પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો.

( 1 ) નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજન ને લાગુ પડતી નથી?

(A) બીજાના દુઃખને સમજી શકે છે.  (B) નિરભિમાની હોય છે. (C) અભિમાની હોય છે. (D) કોઈની પણ નિંદા કરતો‌ નથી.

ઉત્તર : (C) અભિમાની હોય છે.

( 2 ) વાત, કાછ, મન નિર્મળ રાખે એટલે……..

(A) વાણી, ચરિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે છે.

(B) વાણી, કાયા અને મનને કપટી બનાવી

(C) વાણી, ચારિત્ર્ય અને મનને પવિત્ર રાખે

(D) વાણી, કાયા અને મનને ચંચળ રાખે છે.

ઉત્તર : (C) વાણી, ચારિત્ર્ય અને મનને પવિત્ર રાખે

( 2 ) એક – એક વાકયમાં ઉત્તર આપો.

( 1 ) ‘સકળ તીરથ તેના મનમાં રે ‘ – પંક્તિનો અર્થ જણાવો.

ઉત્તર : વૈષ્ણવજન પોતે જ તીર્થરૂપ છે.

( 2 ) મોહમાયા કોને સ્પર્શી શકતા નથી ?

ઉત્તર: વૈષ્ણવજનને

( 3 ) નીચેના પ્રશ્નોનાં બે – ત્રણ લીટી માં જવાબ આપો.

( 1 ) કોનાં દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય છે ?

ઉત્તર :જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશાં રામના નામની ધૂનમાં જ લીન હોય એવા તીર્થસ્વરૂપ વૈષ્ણવજનનાં દર્શન કરવાથી દર્શન કરનાર એકોતેર પેઢી તરી જાય છે.

( 2 ) ‘પર સ્ત્રી જેને માત રે’ પંક્તિ સમજાવો.

ઉત્તર :‘પરસ્ત્રી જેને માત રે’ પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે, તે સૌની તરફ સમભાવ અને સમષ્ટિ રાખે છે. તે પરસ્ત્રી તરફ કુદૃષ્ટિ કરતો નથી. તે પરસ્ત્રીને માતા ગણે છે.

( 4 ) નીચેના પ્રશ્નોના આઠ – દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો.

નરસિંહ મહેતા વૈષ્ણવજનનાં કયાં કયાં લક્ષણો જણાવે છે, તે તમારા શબ્દોમાં વર્ણવો .

ઉત્તર :નરસિંહ મહેતા વૈષ્ણવજનનાં લક્ષણો દર્શાવતાં જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશાં પારકાનાં દુઃખદર્દ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે અભિમાન રાખતો નથી.

દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે અર્થાત્ તે સૌનો આદર કરે છે. તે કોઈની નિંદા કરતો નથી. તેનાં મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા જોવા મળતાં નથી, એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે.

સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તેણે ઇચ્છા / કામનાનો ત્યાગ કર્યો હોય છે. તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે, તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પરાયા ધનને હાથ પણ અડાડતો નથી. વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે.

તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તેનું ચિત્ત હંમેશાં રામનામની ધૂનમાં જ લીન હોય છે. તે નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. તેણે કામક્રોધ પર વિજય મેળવ્યો હોય છે. આવો વૈષ્ણવજન  તીર્થરૂપ છે.

( 5 ) નીચેની કાવ્યપંક્તિ સમજાવો:

“વૈષ્ણવજન તો તેને કહીએ , જે પીડ પરાઈ જાણે રે ,

પરદુ:ખે ઉપકાર કરે તોયે  મન અભિમાન ન આણે રે.”

ઉત્તર :પ્રસ્તુત કાવ્યપંક્તિ દ્વારા કવિ વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે. સાચો વૈષ્ણવજન તે કહેવાય છે જે બીજાની પીડાને જાણે છે, સમજે છે અને તેને દૂર કરવા પ્રયત્ન કરે છે. પરંતુ તેના પર ઉપકાર કરીને, ઉપકાર કર્યાનું અભિમાન રાખતો નથી.


♦વ્યાકરણ વિભાગ♦

♦સમાનાર્થી શબ્દો♦

જન – માણસ, વ્યક્તિ

સકળ – બધું, સઘળું

પીડ – પીડા, દુ:ખ

પરાયું – બીજાનું, પારકું

તૃષ્ણા- લાલસા, ઇચ્છા

જનની – જન્મ આપનારી માતા, જનેતા

જિહવા – જીભ, (અહીં)વાણી

તન – શરીર, દેહ

વણલોભી – લોભ વિનાનું

♦વિરુદ્ધાર્થી શબ્દો♦

ઉપકાર × અપકાર

અસત્ય x સત્ય

વણલોભી x લોભી

અભિમાન x નિરભિમાન

♦રૂઢિપ્રયોગ♦

તાળી લાગવી – એકતાન થવું

♦તળપદા શબ્દો♦

આણે – લાવે

વાચ – વાણી

કાછ – કાછડી, (અહીં)ચારિત્ર્ય

ધન – ધન્ય, ભાગ્યશાળી

નવ – ના, નહીં

ભણે – કહે, બોલે

ઝાલે – પકડ, લે

કેની – કોઈની

♦શબ્દસમૂહ માટે એક શબ્દ♦

લોભ વગરનું – વણલોભી

સમાનદિષ્ટ રાખનાર – સમદિષ્ટ


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-1 વૈષ્ણવજન

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-2 રેસનો ઘોડો 

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-3 શીલવંત સાધુને

ધો.10 ગુજરાતી પ્ર – 4 ભૂલી ગયા પછી

ધો.10 ગુજરાતી પ્ર – 5 દીકરી

ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર-6 વાઇરલ ઇન્ફેક્શન

ધો.10 ગુજરાતી પ્ર – 7 હું એવો ગુજરાતી

ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર – 8 છત્રી

ધો.10 ગુજરાતી પ્ર – 9 માધવને દીઠો છે ક્યાંય?

ધો.10 ગુજરાતી પ્ર – 10 ડાંગવનો અને …


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 ગુજરાતી :- પ્રકરણ-1 વૈષ્ણવજન :- MCQ

ધો.10 ગુજરાતી :- પ્રકરણ-2 રેસનો ઘોડો :- MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ – 5 દીકરી MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ-6 વાઇરલ ઇન્ફેક્શન MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ – 7 ‘હું એવો ગુજરાતી’ – MCQ


બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

 

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply