ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ – 6 નિયંત્રણ અને સંકલન સ્વાધ્યાય

std 10 science ch6

ધો.10 વિજ્ઞાન નવનીત PDF (ગાઇડ) પ્ર – 6 નિયંત્રણ અને સંકલન (std 10 science ch6) પાઠયપુસ્તકના  સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

std 10 science ch6

1. નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે ?

(a) ઇન્સ્યુલિન (b) ઇસ્ટ્રોજન (c) થાઇરોક્સિન (d) સાયટોકાઇનિન

ઉત્તર :- (d) સાયટોકાઇનિન

2. બે ચેતાકોષોની વચ્ચે આવેલ ‘ખાલી ભાગ’ને  _____ કહે છે.

(a) શિખાતંતુ (b) ચેતોપાગમ (c) અક્ષતંતુ (d) આવેગ

ઉત્તર :- (b) ચેતોપાગમ

3. મગજ _____ જવાબદાર છે.

(a) વિચારવા માટે (b) હૃદયના સ્પંદન માટે (c) શરીરનું સમતુલન જાળવવા માટે (d) આપેલ તમામ

ઉત્તર :- (d) આપેલ તમામ

4. આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે? એવી સ્થિતિ પર વિચાર કરો, જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી. કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે?

ઉત્તર :- શરીરમાં ગ્રાહીઓનું કાર્ય :- તે આપણી આસપાસના પર્યાવરણમાં થતા ફેરફારની માહિતી ઉત્તેજનારૂપે ગ્રહણ કરે છે. આ માહિતીને ઊર્મિવેગ સ્વરૂપે સંવેદી ચેતા મારફતે મધ્યસ્થ ચેતાતંત્રમાં મોકલે છે. આથી શરીર પ્રતિચાર દર્શાવે છે. જો ગ્રાહીઓ યોગ્ય રીતે કાર્ય ન કરતા હોય, તો બાહ્ય ઉત્તેજના ગ્રહણ થઈ શકે નહીં. આથી આપણું શરીર પ્રતિચાર દર્શાવી શકે નહીં.

5. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેનાં કાર્યોનું વર્ણન કરો.

ઉત્તર :-

ચેતાકોષનું કાર્ય :- ચેતાકોષના શિખાતંતુની ટોચના છેડા માહિતી મેળવે છે અને રાસાયણિક ક્રિયા દ્વારા ઊર્મિવેગ (વીજ – આવેગ) ઉત્પન્ન કરે છે. આ ઊર્મિવેગ શિખાતંતુથી કોષકાય અને પછી અક્ષતંતુના અંતિમ છેડા સુધી વહન પામે છે. અક્ષતંતુના છેડે મુક્ત થતા કેટલાંક રસાયણો ચેતોપાગમ પસાર કરી, તેની પછીના ચેતાકોષના શિખાતંતુમાં ઊર્મિવેગનો પ્રારંભ કરે છે. આ રીતે ચેતાકોષ શરીરના એક ભાગથી બાજા સુધી ઊર્મિવેગ સ્વરૂપે માહિતીના વહન માટે વિશિષ્ટીકરણ પામેલા છે.

6. વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે?

ઉત્તર :-

7. કરોડરજ્જુમાં ઈજા થવાથી કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે?

ઉત્તર :- કરોડરજ્જુમાં ઈજા થવાથી નીચેના સંકેતો ખલેલ પામે છે. (1) પરાવર્તી ક્રિયા થતી નથી.(2) શરીરનાં વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંવેદી ઊર્મિવેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી.(૩) મગજમાંથી શરીરનાં વિવિધ અંગો તરફ જતા ચાલક (પ્રેરક) ઊર્મિવેગ કરોડરજ્જુમા પસાર થઈ શકતા નથી.

8. વનસ્પતિઓમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે?

ઉત્તર :- વનસ્પતિઓમાં રાસાયગિક સંકલન અંતસ્ત્રાવો દ્વારા થાય છે. તેઓ વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. તેઓ સાદા પ્રસરણ દ્વારા તેમના સંશ્લેષણ – સ્થાનથી કાર્યસ્થાન સુધી પહોંચી રાસાયણિક સંકલનમાં મદદરૂપ થાય છે.

9. સજીવમાં નિયંત્રણ અને સંકલન તંત્રની શું જરૂરિયાત છે?

ઉત્તર :- બહુકોષી સજીવોમાં શરીરનું આયોજન જટિલ હોય છે. વિવિધ પેશી અને અંગો જુદાં જુદાં વિશિષ્ટ કાર્ય કરે છે. તેથી બધાં અંગો યોગ્ય રીતે ભેગા મળી સંકલિત રીતે કાર્ય કરે તે માટે નિયંત્રણ અને સંકલન તંત્ર જરૂરી છે. આથી મનુષ્ય શરીરમાં નિયંત્રણ અને સંક્લન માટે ખૂબ વિકસિત ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર વિકાસ પામ્યાં છે.

10. અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે?

ઉત્તર :- અનૈચ્છિક ક્રિયાઓ → આ ક્રિયાઓ પશ્ચમગજના લંબમજ્જા વડે નિયંત્રિત થાય છે. → આ ક્રિયાઓની જાણકારી મગજને હોય છે. → આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી રહે છે. દા.ત. હૃદયના ધબકારા, શ્વાસોચ્છવાસ, પરિસંકોચન વગેરે. → તે ચોક્કસ નિયંત્રિત દરે થતી ક્રિયાઓ છે.

પરાવર્તી ક્રિયાઓ → આ ક્રિયાઓ સામાન્ય રીતે કરોડરજ્જુ વડે નિયંત્રિત થાય છે. → આ ક્રિયાઓની જાણકારી મગજને હોતી નથી. → આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય છે. દા.ત. ગરમ વસ્તુ અડકતાં હાથ પાછો ખેંચી લેવો. → તે અત્યંત ઝડપી ક્રિયા છે.

11. પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા અને અંતઃસ્રાવ ક્રિયાવિધિની તુલના અને તેમના ભેદ આપો.

ઉત્તર :- પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા ક્રિયાવિધિ :- → ચેતા ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ ચેતાકોષ છે. → શિખાતંતુ ઊર્મિવેગ સર્જે છે અને આ ઊર્મિવેગ કોષકાય દ્વાર અક્ષતંતુના છેડા સુધી વહન પામે છે. → ચેતા ક્રિયાવિધિ ઝડપી હોય છે. → તેની અસર ટૂંકા ગાળાની હોય છે. → ઊર્મિવેગ અન્ય ચેતાકોષ, ગ્રંથિ કે સ્નાયુકોષોને પ્રાપ્ત થાય છે.

પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે અંતઃસ્રાવ ક્રિયાવિધિ :-  → અંતસ્ત્રાવ ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ અંતઃસ્રાવ છે. → અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્રાવ સ્ત્રવે છે અને રુધિર-પરિવહન દ્વારા વહન પામે છે. → અંતસ્ત્રાવ ક્રિયાવિધિ ધીમી હોય છે. → તેની અસર લાંબા ગાળાની હોય છે. → જે લક્ષ્ય કોષોની સપાટી પર વિશિષ્ટ ગ્રાહી અણુઓ હોય તેમને અંતસ્ત્રાવ વડે માહિતી પ્રાપ્ત થાય છે.

12. લજામણી વનસ્પતિમાં હલનચલન અને તમારા પગમાં થનારી ગતિનની રીતમાં શુ ભેદ છે?

ઉત્તર :- લજામણી વનસ્પતિમાં હલનચલન :-  → તે સ્પર્શના પ્રતિચારરૂપે થાય છે. → આ હલનચલનમાં ચેતા સંદેશા સંકળાયેલા હોતા નથી. → આ હલનચલન માટે વનસ્પતિકોષોમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન હોતા નથી. → વનસ્પતિકોષો તેમાં રહેલ પાણીની માત્રામાં ફેરફાર કરી આકારમાં ફેરફાર કરે છે.

આપણા પગમાં થનારી ગતિ :- → તે જરૂરિયાત મુજબ થતી ઐચ્છિક ક્રિયા છે. → આ ગતિમાં નાના મગજમાંથી આવતા ચેતા સંદેશા સંકળાયેલા હોય છે. → આ ગતિમાં પગના સ્નાયુકોષોના વિશિષ્ટ પ્રોટીન ભાગ લે છે. → આ ગતિમાં ઊર્મિવેગની અસરથી ચોક્કસ પ્રોટીનના આકાર અને ગોઠવણીમાં ફેરફાર થતાં સ્નાયુકોષો ટૂંકા થાય છે.


std 10 science ch6

વિચાર વિસ્તાર અને નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3

Plz share this post

Leave a Reply