ધો.9 વિજ્ઞાન નવનીત PDF (ગાઇડ) પ્ર – 5 સજીવનો પાયાનો એકમ (std 9 science ch5) પાઠયપુસ્તકના Intext તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 59
( 1 ) કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે?
ઉત્તર :- રોબર્ટ હુકે કોષોની શોધ કરી. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રમા બાટલીના બૂચના પાતળા છેદનુ નિરીક્ષણ કરતા તેમને મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી.તેને કોષ તરીકે ઓળખાવી.
( 2 ) શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે.?
ઉત્તર :- એકકોષી સજીવ એક જ કોષના બનેલા છે. અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો પેશી,અંગ કે તંત્ર કક્ષાનુ આયોજન ધરાવતા હોવા છતા તેમના જીવનની શરૂઆત ફલિતાંડથી થાય છે.બહુકોષી સજીવોમા સ્વસન ,પ્રકાશસંસ્લેષણ ,પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે. આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 61
( 1 ) કોષમાં CO2 અને પાણી જેવા પદાર્થોનુ અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે.? ચર્ચા કરો.
ઉત્તર :- CO2 નુ વહન કોષરસપટલ વડે પ્રસરણ દ્વારા જયારે પાણીનુ વહન કોષરસપટલમાથી આસૃતિ દ્વારા થાય છે. CO2 અને પાણી તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેંદ્રણ તરફ ગતિ કરે છે.
( 2 ) શા માટે કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે.?
ઉત્તર :- કોષરસપટલ કેટલાક દ્રવ્યોને કોષમા પ્રવેશ આપવાની મંજુરી આપે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 63
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 65
( 1 ) તમે અભ્યાસ કરેલી બે અંગિકાઓના નામ આપો કે જે તેમનુ પોતાનુ જનીનિક દ્રવ્ય ધરાવે છે.?
ઉત્તર :- કણાભસૂત્ર અને હરિતકણ
( 2 ) જો કેટલાક ભૌતિક કે રાસાયણિક કારણોસર કોષનુ આયોજન નાશ પામે તો તેનુ શુ થશે.?
ઉત્તર :- કોષ જીવવા માટે કાર્યક્ષમ રહી શકે નહી અને લાયસોઝોમ તેનુ પાચન કરી નાખે.
( 3 ) શા માટે લાયસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામા આવે છે.?
ઉત્તર :- જયારે કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાયસોઝોમ તુટે છે.અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા કોષનુ પાચન કરી નાખે છે. આથી લાયસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામા આવે છે.
( 4 )કોષમા કયાં પ્રોટીનસંસ્લેષણ થાય છે.?
ઉત્તર :- કોષમા પ્રોટીનસંસ્લેષણ રિબોઝોમ્સની સપાટી પર થાય છે.
સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 66
( 1 ) પ્રાણીકોષની સાથે વનસ્પતિકોષની તુલના કરો અને તેમના તફાવત આપો.
ઉત્તર :-વનસ્પતિકોષ પ્રાણીકોષ 1.તેમાં હરિતકણ હોય છે. 1.તેમાં હરિતકણનો અભાવ હોય છે. 2.તેમાં તારાકેંદ્રનો અભાવ હોય છે. 2.તેમાં તારાકેંદ્ર હોય છે. 3.તેમાં કોષદિવાલ હોય છે. 3.તેમાં કોષદિવાલનો અભાવ હોય છે. 4.તેમાં રસધાની મોટા કદની હોય છે. 4.તેમાં રસધાની નાના કદની હોય છે.
( 2 ) કેવી રીતે પ્રોકેયુરેટિક કોષ યુકેરિયોટિક કોષથી ભિન્ન છે.?
ઉત્તર :-
( 3 ) જો કોષરસપટલ ઇજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શુ થશે.?
ઉત્તર :- જો કોષરસપટલ ઇજાગ્રસ્ત બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરે.
( 4 ) જો ગોલ્ગીપ્રસાધનનો અભાવ હોય તો, કોષના જીવનનું શું થાય?
ઉત્તર :- જો ગોલ્ગીપ્રસાધનનો અભાવ હોય તો,કોષની નીપજોનુ પેકેજિંગ,રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનુ કાર્ય અટકી જાય.આ દ્રવ્યોનો સંગ્રહ વધતો જતા કોષ શિથિલ જીવન તરફ ધકેલાય.
( 5 ) કઇ અંગિકાને કોષના ઊર્જાઘર/શકિતઘર તરીકે ઓળખાય છે? શા માટે?
ઉત્તર :- કણાભસૂત્ર અંગિકાને કોષના ઉર્જાઘર / શકિતઘર તરીકે ઓળખાય છે.કારણ કે, જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃતિઓ માટે જરૂરી ઉર્જા ATP ના સ્વરૂપમા કણાભસૂત્રમા નિર્માણ કરવામા આવે છે.
( 6 ) કોષરસપટલનું બંધારણ કરતાં લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ કયાં થાય છે.?
ઉત્તર :- કોષરસપટલનુ બંધારણ કરતા લિપિડસ અને પ્રોટીંનનુ સંસ્લેષણ અંત:કોષરસજાળ મા થાય છે.
( 7 ) અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે.?
ઉત્તર :- અમીબા તેનો ખોરાક કોષરસના અંતર્વહન ક્રિયા દ્રારા મેળવે છે.
( 8 ) આસૃતિ એટલે શું?
ઉત્તર :- બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ મુકવામા આવે ત્યારે પાણીના અણુ તેની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ થી પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. પ્રસરણના આ વિશિષ્ટ કિસ્સાને આસૃતિ કહે છે.
( 9 ) નીચેનો આસૃતિનો પ્રયોગ કરો.
ઉત્તર :- (i) બટાટાના કપની બહારની તરફ પાણીના અણુ વધારે હોવાથી તે અંદર ખાલી જગ્યા તરફ પ્રસરણ પામે છે. (ii) બટાટાના કપ A સરખામણી માટે જરૂરી છે. (iii) કપ A મા સાંદ્રતા તફાવત સર્જાવા માટે કોઇ દ્રાવણ હોતુ નથી.કપ D બાફેલા બટાટાનો બનાવેલો હોવાથી તેના કોષો મૃત છે.તેમા પાણીના પ્રસરણ માટે અર્ધપ્રવેશશીલ પટલ નથી અને આસૃતિ ક્રિયા દર્શાવાતી નથી.
પ્ર -5 સજીવનો પાયાનો એકમના વિડિયો જોવા માટે નીચેના ફોટા પર ક્લિક કરો.
આ ઉપરાંત બીજા પ્રકરણોની લિંક નીચે આપેલ છે.
ધો.9 વિજ્ઞાન પ્ર -1 આપણી આસપાસમાં દ્રવ્ય
ધો.9 વિજ્ઞાન પ્ર – 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્વ છે?
ધો.9 વિજ્ઞાન પ્ર -5 સજીવનો પાયાનો એકમ
ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 10 ગુરુત્વાકર્ષણ
ધો.9 વિજ્ઞાન પ્ર – 14 નૈસર્ગિક સ્ત્રોતો
ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 15 અન્નસ્ત્રોતોમાં સુધારણા