ધોરણ 9 પ્ર – 10 ગુરુત્વાકર્ષણ std 9 science ch10

std 9 science ch10

ધો.9 વિજ્ઞાન નવનીત PDF (ગાઇડ) પ્ર – 10 ગુરુત્વાકર્ષણ (std 9 science ch10) પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

પ્રશ્ન :- ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો.

ઉત્તર :- વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે.

પ્રશ્ન :- પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર લખો.

ઉત્તર :- F=G Me m / Re²

જયાં F = ગુરુત્વાકર્ષણ બળ, G = ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, Me = પૃથ્વીનુ દળ, m = પદાર્થનુ દળ, Re = પૃથ્વીની ત્રિજયા

પ્રશ્ન :- મુક્ત પતનનું તમે શું અર્થઘટન કરશો?

ઉત્તર :- જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈએથી મુક્ત કરવામાં (છોડવામાં) આવે, ત્યારે પદાર્થ માત્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર નીચે તરફ ગતિ કરે છે. આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય.

પ્રશ્ન :- ગુરુત્વીય પ્રવેગનું તમે શું અર્થઘટન કરશો?

ઉત્તર :- પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ કહે છે.

પ્રશ્ન :- પદાર્થના દળ તથા તેના વજન વચ્ચે શું તફાવત છે?

દળવજન
પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનુ દળ કહે છે.પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનુ વજન કહે છે.
દળ અદિશ રાશિ છે.વજમ સદિશ રાશિ છે.
દળનો SI એકમ Kg છે.વજનનો SI એકમ Newton છે.
પદાર્થનુ દળ ભૌતિક તુલા કે ત્રાજવા વડે મપાય છે.પદાર્થનુ વજન સ્પ્રિંગ કાંટા વડે મપાય છે.
પદાર્થનુ દળ દરેક સ્થળે અચળ રહે છે.પદાર્થનુ વજન દરેક સ્થળે અચળ રહેતુ નથી. તેનુ મૂલ્ય તે જે સ્થળના g પર આધારિત હોઇ બદલાય છે.

પ્રશ્ન :- એક પાતળી અને મજબૂત દોરીથી બનેલા પટ્ટાની મદદથી સ્કૂલબૅગને ઉપાડવાનું મુશ્કેલ હોય છે. કેમ?

ઉત્તર :- જ્યારે સ્કૂલબૅગને હાથ વડે અથવા ખભા વડે ઊંચકવામાં આવે છે ત્યારે હાથ પર કે ખભા પર લાગતું બળ સ્કૂલબૅગના વજન જેટલું હોય છે. બૅગના પટ્ટા પહોળા રાખવાથી બૅગનું સમગ્ર વજન વિદ્યાર્થીના હાથ પરના અથવા ખભા પરના પહોળા પટ્ટા પર આવે છે. પરિણામે ક્ષેત્રફળ A વધારે હોવાને લીધે દબાણ P = ધક્કો F / ક્ષેત્રફળ A પરથી વિદ્યાર્થીના હાથ પર કે ખભા પર ઓછું દબાણ પ્રવર્તે છે, જેના કારણે વિદ્યાર્થી સરળતાથી સ્કૂલબૅગ ઊંચકી શકે છે.

પ્રશ્ન :- ઉત્પલાવકતાનું તમે શું અર્થઘટન કરશો?

ઉત્તર : જ્યારે કોઈ પદાર્થને આપેલ પ્રવાહીમાં અંશતઃ કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી દ્વારા પદાર્થ પર ઊર્ધ્વદિશામાં બળ લાગે છે. જેને ઉત્પલાવક બળ કહે છે. પ્રવાહીના જે ગુણધર્મને લીધે ઉત્પ્લાવક બળ લાગે છે તેને ઉત્પલાવકતા (Buoyancy) કહે છે.

પ્રશ્ન :- પાણીની સપાટી પર કોઈ પદાર્થને રાખતાં તે કેમ તરે છે અથવા ડૂબે છે?

ઉત્તર : પદાર્થની ધનતા અને પાણીની ઘનતાનાં મૂલ્યો વડે નક્કી થઈ શકે કે આપેલ પદાર્થ પાણીમાં તરશે કે ડૂબશે.→ જો પદાર્થની ઘનતા, પાણીની ઘનતા કરતાં ઓછી હોય , તો તે પદાર્થ પાણીમાં તરે છે. →જો પદાર્થની ઘનતા, પાણીની ઘનતા કરતાં વધુ હોય તો તે પદાર્થ પાણીમાં ડૂબે છે.

પ્રશ્ન :- એક વજનકાંટા પર તમારું વજન 42 N નોંધાય છે. શું તમારું દળ 42 N કરતાં વધારે છે કે ઓછું?

ઉત્તર :- 42 N કરતાં વધુ, કારણ કે વજનકાંટો એ એક પ્રકારનું સ્પ્રિંગ બૅલેન્સ છે, જે વસ્તુનું વજન માપે છે દળ નહિ. જ્યારે આપણે વજનકાંટા પર ઊભા રહીએ છીએ ત્યારે આપણું વજન (એટલે કે આપણા પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ) શિરોલંબ અધોદિશામાં હોય છે પણ હવા દ્વારા આપણા શરીર પર લાગતું ઉત્લાવક બળ શિરોલંબ ઊર્ધ્વદિશામાં હોય છે. તેથી આપણું દેખીતું વજન (= સાચું વજન – ઉત્પલાવાક બળ), સાચા વજન કરતાં ઓછું હોય છે. વજનકાંટો દેખીતું વજન માપે છે. તેથી આપણું સાચું વજન 42 N કરતાં વધુ હશે.

પ્રશ્ન :- તમારી પાસે રૂ ભરેલો કોથળો અને લોખંડનો સળિયો છે. તેમને વજનકાંટા પર મૂકતાં બંનેનું દળ 100 kg નોંધાય છે. વાસ્તવમાં એક પદાર્થ બીજા કરતાં ભારે છે. શું તમે કહી શકશો કે કર્યો પદાર્થ ભારે છે અને કેમ?

ઉત્તર : રૂ (Cotton) ની ઘનતા લોખંડની ઘનતા કરતાં ઓછી છે, જેના લીધે 100 kg દળવાળા રૂનું કદ 100 kg દળવાળા લોખંડ કરતાં વધુ હશે. વધુ કદના કારણે 100 kg દળવાળું રૂ, 100 kg દળવાળા લોખંડ કરતાં વધારે હવાનું વિસ્થાપન (સ્થાનાંતરણ) કરશે. તેથી રૂ પર હવા દ્વારા લાગતું ઉતપ્લાવક બળ, લોખંડ કરતાં વધુ હશે. પરિણામે  વજનકાંટો જે ખરેખર દેખીતું વજન (= સાચું વજન – ઉત્પ્લવકબળ) માપે છે, તે લોખંડ કરતાં રૂનું વજન વધુ દર્શાવે છે. હવે, વસ્તુનું સાચું વજન = (વસ્તુનું દેખીતું વજન) + (ઉત્પલાવક બળ). હવામાં 100 kg દળવાળા રૂનું સાચું વજન, હવામાં માપેલા લોખંડ કરતાં વધુ હશે.


આ ઉપરાંત બીજા પ્રકરણોની લિંક નીચે આપેલ છે.

ધો.9 વિજ્ઞાન પ્ર -1 આપણી આસપાસમાં દ્રવ્ય

ધો.9 વિજ્ઞાન પ્ર – 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્વ છે?

ધો.9 વિજ્ઞાન પ્ર -5 સજીવનો પાયાનો એકમ

ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 10 ગુરુત્વાકર્ષણ 

ધો.9 વિજ્ઞાન પ્ર – 14 નૈસર્ગિક સ્ત્રોતો

ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 15 અન્નસ્ત્રોતોમાં સુધારણા

Plz share this post

Leave a Reply