STEM QUIZ FOR STD. 9 TO 12 STUDENTS

STEM QUIZ FOR STD. 9 TO 12 STUDENTS

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સ્ટેમ STEM QUIZ FOR STD. 9 TO 12 STUDENTS ક્વિઝ ૨.૦ નું આયોજન કરવામાં આવેલ છે.

આ સ્ટેમ ક્વિઝની ઔપચારિક જાહેરાત શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા તારીખ ૨૯/૧૦/૨૦૨૨ ના રોજ કરવામાં આવેલ. આ વખતે આ ક્વિઝ તમામ રાજ્યોની ભાગીદારી સાથે રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ હશે.

ગુજરાત સ્ટેમ ક્વિઝ નું ધ્યેય વિદ્યાર્થીઓમાં સાયન્સ, ટેક્નોલૉજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે ઉત્સાહ વધારવનું અને પ્રેરણા આપવાનું છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં સ્ટેમ બાબતે સહભાગી થવામાં અને જ્ઞાનમાં જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

STEM QUIZ FOR STD. 9 TO 12 STUDENTS

STEM QUIZ FOR STD. 9 TO 12 STUDENTS

આ ક્વિઝ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે. જે ૩૧-૧૨-૨૦૨૨ સુધી ચાલુ રહેશે. સ્પર્ધાની તારીખ અને અન્ય તમામ વિગતો માટે ડો. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અથવા ગુજકોસ્ટ કચેરી નો સંપર્ક કરવાનો રહેશે.

૧. આ ક્વિઝ જિલ્લા અને રાજ્ય કક્ષા ની સ્પર્ધા ઓફલાઇન માધ્યમ થી યોજવામાં આવશે. અંતિમ સ્પર્ધા ઓફલાઇન માધ્યમ થી યોજવામાં આવશે. ક્વિઝની ભાષા ગુજરાતી /અંગ્રેજી હશે.

૨. આ ક્વિઝ માં ગુજરાત રાજ્યના કોઈ પણ બોર્ડ અથવા માધ્યમ, પ્રવાહ ના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થિનીઓ ભાગ લઈ શકશે. આ ક્વિઝમાં કોઈપણ પ્રકારની ફીઝ રાખવામાં આવેલ નથી.

૩. આ ક્વિઝ માં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રેના હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. ક્વિઝ ના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના રહેશે. 

STEM Quiz Questions Book ની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

CLICK HERE FOR ENGLISH MEDIUM

ગુજરાતી માધ્યમ માટે અહી ક્લિક કરો.

૪. ક્વિઝ નું રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

CLICK HERE FOR REGISTRATION

૫. આ પ્રતિયોગિતા અંતર્ગત વિદ્યાર્થીઓને ૨ કરોડ સુધીના ઇનામો આપવામાં આવશે અને અંતિમ સ્પર્ધામાં પસંદ પામેલા દરેક વિધ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. ઇનામની રકમ ઉપરાંત અ કાર્યક્રમના ભાગરૂપે વિજેતા વિદ્યાર્થીઓને બુટકેમ્પમાં ભાગ લઈ શકશે તેમજ સાયન્સ સિટી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને ભાભા એટોમીક રિસર્ચ સેન્ટર જેવી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેશે.


વિદ્યાર્થીઓ સ્ટેમ ક્વિઝની તૈયારી સારી રીતે કરી શકે તે માટે STEM Quiz Mock Test નુ આયોજન કરવામાં આવ્યુ છે. મોક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

STEM Quiz Mock Test

 

Plz share this post

Leave a Reply