ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 12 સખી માર્કંડી

std 9 gujarati ch12

ધોરણ 9 ગુજરાતીમાં પ્રકરણ – 12 સખી માર્કંડી (std 9 gujarati ch12) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે. std 9 gujarati ch12

પ્રકરણ – સખી માર્કંડી

લેખકનુ નામ :- કાકા કાલેલકર

સાહિત્ય પ્રકાર :- પ્રવાસનિબંધ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

std 9 gujarati ch12

(1) લેખક નકશામાં માકડીની લીટી શોધતા નથી કારણ કે …

(A) લેખકને નકશા – વાચન આવડતું નથી. (B) માર્કડી ખૂબ જ મોટી નદી છે. (C) એ સખી મટી નદી થઈ જાય તેવો ભય છે. (D) એ નદી નકશામાં દેખાતી નથી.

ઉત્તર:- (C) એ સખી મટી નદી થઈ જાય તેવો ભય છે.

(2) મહાદેવે મૃકંડ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું ?

(A) તરત મૃત્યુ પામનાર બાળક (B) સોળ વર્ષ જીવનાર સદગુણી બાળક (C) સો વર્ષ જીવનાર મૂઢ બાળક (D) ઉપરના (B) અને (C) બંને

ઉત્તર:- (D) ઉપરના (B) અને (C) બંને

(3) ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો?

(A) ત્રિશૂળધારી શિવજીનો (B) માર્કંડેય ઋષિનો (C) ઋષિપત્નીનો (D) ભાઈ – બહેનનો

ઉત્તર:- (A) ત્રિશૂળધારી શિવજીનો

(4) માર્કેડી લેખકને શું આપતી?

(A) શક્કરિયાં (B) અમૃત જેવું પાણી (C) મૃગનક્ષત્રનાં દર્શન  (D) (A) અને (B) બન્ને

ઉત્તર:- (D) (A) અને (B) બન્ને

નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

std 9 gujarati ch12

(1) માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા – બાપનાં વદન શા માટે ગ્લાન થતાં જાય છે?

ઉત્તર:- માર્કડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપનાં વદન ગ્લાન થતાં જાય, કારણ કે તેમનાં મનમાં ચિંતા હતી કે જોતજોતામાં માર્કડેય સોળ વર્ષનો થઈ જશે. તેની વયમર્યાદા પૂરી થતાં એ જીવશે નહિ અને તેઓ ફરીથી નિઃસંતાન થઈ જશે.

(2) માર્કંડીના કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી. તેમ છતાં લેખકને શા માટે ગમે છે?

ઉત્તર:- માર્કડીને કાંઠે ખાસ ફૂલો નથી. જાતજાતનાં રંગીન પતંગિયાં નથી. રૂપાળા પથ્થર નથી. પોતાના મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના – મોટા પ્રપાત પણ નથી. આમ, અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ નથી છતાં લેખકને માર્કડી ગમે છે, કારણ કે ત્યાં કેવળ પ્રેમળ શાંતિ છે.

નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં ઉત્તર લખો :

std 9 gujarati ch12

(1) માર્કડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં વર્ણવો.

ઉત્તર :- માર્કડી નદી લેખકની નાનપણની સખી છે. લેખકને એમના તાલુકાના નકશામાં માર્કડીની લીટી શોધવામાં રસ નહોતો. તેઓ માનતા કે તેમ કરવા જાય તો માર્કડી એમની સખી મટીને સામાન્ય નદી બની જાય. તેમને તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું. નાનપણમાં તેઓ માર્કડી સાથે કેટલીયે વાતો કરતા. એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો.

માર્કડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર ન કરતાં. લેખક જે બોલે એનો અર્થ કરવા માર્કેડી થોભતી નહિ. તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે એટલું જ એમને માટે પૂરતું હતું. ભાઈ – બહેન ઘણે વસે મળે એટલે એકબીજાને હજાર સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. લેખક અને એમની સખી માર્કડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા. સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલી સ્વસ્થતા એમના પ્રેમમિલનમાં નહોતી.

(2) માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં આલેખો.

ઉત્તર:- મૃકંડ ઋષિને સંતાન ન હતું. એમણે તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાન તો આપ્યું, પણ એમાં વિકલ્પ મૂક્યો. મૃકંડુ ઋષિ સોળ વર્ષ સુધી જીવનાર સદ્ગુણી બાળક પસંદ કરે અથવા સો વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે. મૃકંડુ ઋષિ વિમાસણમાં પડી ગયા. તેમણે તેમનાં ધર્મપત્નીની સલાહ લીધી. ધર્મપત્નીએ કહ્યું કે, સદ્ગુણી બાળક ભલે સોળ વર્ષ જીવે, પણ એ જ કુલોદ્વારક થશે. આથી બંનેએ સોળ વર્ષ જીવનાર સદ્ગુણી બાળક માગી લીધું. એનું નામ માર્કડેય પાડ્યું.

માર્કંડેય જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ મા – બાપના ચહેરા પર ગ્લાનિ છવાઈ જાય. એક દિવસ સોળ વર્ષનો માર્કડેય પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ તેને લેવા પાડા પર બેસીને આવ્યા. શિવલિંગને ભેટીને બેઠેલા યુવાન માર્કડેયને અડકવાની યમરાજમાં હિંમત નહોતી. આખરે યમરાજે એના પર પાશ ફેંક્યો. ત્યાં તો શિવલિંગમાંથી સાક્ષાત્ ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને યમરાજે કરેલી ધૃષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો. મૃત્યુંજય મહાદેવનાં દર્શન થતાં માર્કડેયના મનમાં બીક ન રહી. એને જીવનદાન મળ્યું.


♦ વ્યાકરણ વિભાગ ♦

♦ સમાનાર્થી / શબ્દાર્થ ♦

પ્રપાત – ધોધ ;

કુલોદ્ધારક – કુળનો ઉદ્ધાર કરનાર ;

મ્લાન – કરમાયેલું , નિસ્તેજ ;

લાવણ્ય – સુંદરતા ;

પાશ – ફાંસલો ;

ધૃષ્ટતા – વધુ પડતી હિંમત , ઉદ્ધતાઈ

♦ વિરુદ્ધાર્થી ♦

સાધારણ x અસાધારણ ;

સ્વસ્થ x અસ્વસ્થ ;

ઇચ્છા x અનિચ્છા ;

વરદાન x શાપ ;

પ્રગટ x અપ્રગટ ;

સ્મિત x રુદન ;

રૂઢિપ્રયોગ

આયુધારા વહેવી –  જીવતા રહેવું 


આ ઉપરાંત  નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

 

Plz share this post

Leave a Reply