ધોરણ 9 ગુજરાતી પ્ર – 11 મરજીવિયા

std 9 gujarati ch11

ધોરણ 9 ગુજરાતીમાં પ્રકરણ – 11 મરજીવિયા (std 9 gujarati ch11) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 11 મરજીવિયા

કવિનુ નામ :- પૂજાલાલ

સાહિત્ય પ્રકાર :- સોનેટ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ  કરો.

std 9 gujarati ch11

(1) મરજીવિયાનાં પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી?

(A) રડતાં – રડતાં આડાં ફર્યા  (B) ખોટી રીતે જીવન ન વેડફવા કહ્યું (C) મોઢું મીઠું કરાવી મરજીવિયાને વળાવિયા (D) આવી વિનાશકર વાત ક્યાંથી વળગી તેવું વિચારવા લાગ્યાં

ઉત્તર:- (A) રડતાં – રડતાં આડાં ફર્યા

(2) મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા?

(A) ક્યારેય ન તૂટે તેટલાં મણિ – મોતીનો ખજાનો (B) શંખ અને છીપલાં (C) જહાજનો કાટમાળ (D) ખાલી હાથે પાછા ફર્યા

ઉત્તર:- (A) ક્યારેય ન તૂટે તેટલાં મણિ – મોતીનો ખજાનો

(3) મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઊપડ્યાં?

(A) નિરાશ અને મ્લાન વદને (B) હિંમત હારીને (C) ઉત્સાહથી ડગલાં ભરતાં (D) પોતાના પ્રિયજનોના સહારે

ઉત્તર:- (C) ઉત્સાહથી ડગલાં ભરતાં

(4) નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી?

(A) ડુંગરા જેવડાં મોજાં ઉછાળતો હતો.   (B) તાગ ના આવે તેટલું અતિ ઊંડું જળ હતું. (C) અફાટ અને વિકરાલ સમુદ્ર ગર્જના કરી રહ્યો હતો. (D) સમુદ્રનું જળ છીછરું હતું.

ઉત્તર:- (D) સમુદ્રનું જળ છીછરું હતું.

2. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો.

std 9 gujarati ch11

(1) મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી?

ઉત્તર : મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળનેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો.

(2) સમુદ્ર ભણી જતી વખતનો મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો.

ઉત્તર : સમુદ્ર ભણી જવા માટે મરજીવિયાએ કમર કસી. તેઓ દૃઢનિશ્ચયી હતા. આથી એમણે ઉત્સાહથી ડગલાં ભરતાં સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગેઅંગમાં અથાગ બળ હતું.

3. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં ઉત્તર લખો.

std 9 gujarati ch11

(1) મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દૃષ્ટિકોણ તમારા શબ્દોમાં વર્ણવો.

ઉત્તર : સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને ‘મરજીવિયા’ કહે છે. તેઓ જાણે છે કે સમુદ્રનાં પાણી ઊંડાં છે. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે. તેમ છતાં એમનું મન મક્કમ છે. એમનાં હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે. તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી. એમનું એક જ લક્ષ્ય છે.

આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે. તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રનાં અંધકારમય તળિયાં ખૂંદી વળે છે. પરિણામે તેઓ મણિમોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે. મરજીવિયાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે, તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહિ. જો મનુષ્યના મનમાં દૃઢનિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય, તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણિમોતી જેવી કીમતી વસ્તુઓ મેળવી શકે છે.

(2) મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો.

ઉત્તર : મરજીવિયા સમુદ્રના તળિયેથી મણિ – મોતીનો ખજાનો  મેળવવામાં સફળ થાય છે; કારણ કે એ નિશ્ચયી છે. એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે. એમના અંગેઅંગમાં અથાગ બળ છે. તેઓ પ્રિયજનોનાં આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાનો પણ ડર લાગતો નથી. તેઓ સાહસી છે એટલે જ જીવનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે, આ સાહિસક મરજીવિયા સમુદ્રનાં તળિયાં ખૂંદી વળે છે અને મણિમોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે.

4. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :

‘ખૂંદ્યા  મરણનાં તમોમય તળો અને પામિયા

અખૂટ મણિમોતીકોષ, લઈ બહાર એ આવિયા.’

ઉત્તર : સાહસિક મરજીવિયાએ સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારો; પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય તેવું ગાઢ અંધકારમય વાતાવરણ હતું. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ હતાં. છતાં સહેજ પણ ડર્યા વગર તેઓ સમુદ્રને ખૂંદી વળ્યા અને અમૂલ્ય અખૂટ મણિમોતીનો ખજાનો લઈને હસતા મુખે હેમખેમ બહાર આવ્યા. જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ હોય, મનમાં દૃઢનિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય, તો માનવી જીવનું જોખમ ખેડીને ગમે તેવા સંઘર્ષોનો સામનો કરી શકે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે.


♦ વ્યાકરણ વિભાગ ♦

♦ સમાનાર્થી / શબ્દાર્થ ♦

ગહવર – બખોલ , ગુફા ,

અટંક – ટેકીલું ;

મરજીવિયા – જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર ,

પ્રદીપ્ત – સળગેલું ;

અથાગ  – પાર વિનાનું ,

સજલનેત્ર – આંસુ ભરેલી આંખો ;

અફાટ – અપાર, ખૂબ વિશાળ ;

રત્નાકર – સમુદ્ર , દરિયો , રત્નનો સમૂહ ;

અગાધ – અતિ ઊંડું ;

તળો – તળિયાં ;

અખૂટ – ખૂટે નહિ એવું , અપાર ;

વારવું – અટકાવવું 

♦ વિરુદ્ધાર્થી ♦

ઉત્સાહ x નિરુત્સાહ

વિકરાલ x સુંદર

તમામય x તેજોમય

♦ તળપદા શબ્દો ♦

વૃથા – નકામું

કીધ – કીધો

તળ – તિળયું


આ ઉપરાંત  નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

 

Plz share this post

Leave a Reply