જેમાં પ્રશ્નપત્ર – ૧માં સમાવેશ કરવામા આવેલ મુદ્દાઓ જેવાકે ભારતનુ બંધારણ, ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, ગુજરાતી સાહિત્ય, સામાન્ય જ્ઞાન, મનોવિજ્ઞાન, તાર્કિક/સામાન્ય ગણિત, શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણના પંચો, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, શાળા વ્યવસ્થાપનને લગતા પ્રશ્નો આધારિત ક્વિઝ મૂકવામા આવશે.
અને પ્રશ્નપત્ર – ૨માં ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972, ગુ.મા. શિક્ષણ વિનિયમ – 1974, સહાયક અનુદાન નિયમ સંગ્રહ -1964 તથા શિક્ષણ વિભાગને લગતા પ્રશ્નો આધારિત ક્વિઝ મૂકવામા આવશે.
આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
આચાર્ય અભિરૂચિ કસોટી ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
ક્વિઝ – 6 અંગ્રેજી ભાષાની જાણકારી
આ ક્વિઝમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ સામાન્ય વ્યાકરણ
⇒ ભાષાંતર, સ્પેલીંગ સુધારણા કરવી
⇒ શબ્દ રચના
⇒ ચિત્ર આધારીત પ્રશ્નો.
475
ક્વિઝ – 5 ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય
આ ક્વિઝમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ વ્યાકરણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામ ચિન્હ, અનેકાર્થી, પર્યાયીશબ્દો વિગેરે)
⇒ સંક્ષેપલેખન
⇒ સારગ્રહણ
⇒ ભૂલશોધ અને સુધારણા
⇒ શીર્ષક
⇒ સારાંશ
409
ક્વિઝ – 4 તાર્કીક અભિયોગ્યતા
325
ક્વિઝ – 3 શાળાકીય નેતૃત્વ
આ ક્વિઝમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ મેનેજમેન્ટના મૂળ સિદ્ધાંતો
⇒ શાળાના સંદર્ભમાં મેનેજમેન્ટના સિદ્ધાંતો
⇒ વ્યવસ્થાપનના કાર્યો અને ફરજો
⇒ માનવ સંશાધનના સિદ્ધાંતો
⇒ પ્રેરણા (મોટીવેશન)
⇒ નિર્ણય હેતૂથી માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન
⇒ નેતૃત્વના ગુણો
785
ક્વિઝ – 2 શિક્ષણનાં વર્તમાન પ્રવાહો અને શૈક્ષણિક અભિયોગ્યતા
આ ક્વિઝમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ શિક્ષણપંચો અને શિક્ષણ નીતિ, શિક્ષણમાં નૂતન પ્રવાહો, શિક્ષણ સુધારણા અને પહેલ (રાજ્ય અને દેશ કક્ષાએ), રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા-૨૦૦૫, શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રાજ્ય અને રાષ્ટ્રીય સંસ્થાઓનું માળખું અને કાર્યો (એન.સી.ઇ.આર.ટી., નુપા, એન.સી.ટી.ઇ.,સી.બી.એસ.ઇ., મા.અને ઉ.મા.શિ.બોર્ડ, જી.સી.ઇ.આર.ટી., પાઠ્યપુસ્તક મંડળ)
⇒ શીખવવાના કૌશલ્યો
⇒ શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ
⇒ શિક્ષણમાં નવીનીકરણ લાવવાની આવડત
⇒ આચાર્યનું માનસિક સ્વાસ્થ્ય.
⇒ શિક્ષણમાં નવીન પ્રવિધિઓનું જ્ઞાન અને અમલીકરણ
⇒ ક્રિયાત્મક સંશોધન
⇒ SCE (શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન)
280
ક્વિઝ – 1 સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાનમાં બંધારણની મૂળભૂત ફરજો, ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ, સંગીતા અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ અને વર્તમાન પ્રવાહનો સમાવેશ કરવામા આવ્યો છે.