HMAT PAPER-2 QUIZ No. 1 To 4

hmat-paper-2-quiz

HMAT PAPER-2 QUIZ આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT) પરીક્ષા અંતર્ગત દરરોજ ઓનલાઇન ક્વિઝ મૂકવામા આવશે.

જેમાં પ્રશ્નપત્ર – ૧માં સમાવેશ કરવામા આવેલ મુદ્દાઓ જેવાકે ભારતનુ બંધારણ, ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, ગુજરાતી સાહિત્ય, સામાન્ય જ્ઞાન, મનોવિજ્ઞાન, તાર્કિક/સામાન્ય ગણિત, શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણના પંચો, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, શાળા વ્યવસ્થાપનને લગતા પ્રશ્નો આધારિત ક્વિઝ મૂકવામા આવશે.

અને પ્રશ્નપત્ર – ૨માં ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972, ગુ.મા. શિક્ષણ વિનિયમ – 1974, સહાયક અનુદાન નિયમ સંગ્રહ -1964 તથા શિક્ષણ વિભાગને લગતા પ્રશ્નો આધારિત ક્વિઝ મૂકવામા આવશે.

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

♦ પ્રશ્નપત્ર – ર માં વહીવટી સંચાલનમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામા આવ્યો છે.

⇒ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું માળખું, તેની કચેરીઓનું કાર્ય અને પરસ્પર વ્યવહારતેમજ આંતર સંબંધો (શિક્ષણ વિભાગ, કમિશ્નર કચેરી, ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, જી.સી.ઇ.આર.ટી., પાઠ્યપુસ્તક મંડળ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી વિગેરે)

⇒ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨.

⇒ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪.

⇒ ગ્રાન્ટ ઇન એઇડ કોડ-૧૯૬૪.

♦ ક્વિઝ – 3 ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964

⇒ ક્વિઝ – 3 ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964માં ગ્રાન્ટ ઇન એઇડ કોડ-૧૯૬૪નો સમાવેશ કરવામા આવ્યો છે.

644

ક્વિઝ - 3 :- ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964 :-પ્રશ્નપત્ર - 2 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 15

આચાર્ય તરીકે તમારી પાસે સગીર વિદ્યાર્થીના વાલી શાળા છોડ્યાના પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરે છે. તો તેમને કેટલા દિવસમાં આવું પ્રમાણપત્ર કાઢી આપવું જોઇએ?

2 / 15

કોઇ માધ્યમિક શાળાને માન્યતા આપતી વખતે આપેલ શરતોનું પાલન ન કરવાના કિસ્સામાં સક્ષમ અધિકારી શું કરશે?

3 / 15

દશ વર્ષ કરતાં વધુ નોકરીવાળા તમારી માધ્યમિક શાળાના કાયમી કર્મચારીને શાળામાં નોકરીમાંથી તબીબી કારણોસર છુટા કરવાના થાય છે. તો તેઓને કેટલા પગાર જેટલી ગ્રેજ્યુઇટી મળશે?

4 / 15

બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા તેઓને મળતા મકાન ભાડા અને ઇતર ખર્ચના વિકલ્પે લેવામાં આવતી ફી મુજબ હાલમાં ધોરણ-11 માં વિદ્યાર્થી દીઠ કેટલી ફી લઇ શકાય?

5 / 15

ખાતા પાસેથી સહાયક ગ્રાન્ટ મેળવવા ઇચ્છતી માન્ય શાળાઓએ જે વર્ષમાં ગ્રાન્ટ મેળવવી હોય તેની શરૂઆતની છ માસ પહેલા કોને અરજી કરવાની રહેશે?

6 / 15

સહાયક અનુદાનની જુનીપ્રથામાં ફેરફાર કરીને વર્ગ દીઠ ઇત્તર ખર્ચ અને મકાન ભાડા માટે અપાતી અનુદાનની રકમમાંથી કેટલા ટકા રકમ મકાન ભાડા નિભાવ ખર્ચમાં વાપરી શકાય છે?

7 / 15

નિભાવ ગ્રાન્ટના હેતુસર કઇ શાળાઓને શહેરી વિસ્તારની શાળા ગણાવામાં આવે છે?

8 / 15

શહેરી વિસ્તારમાં સરાસરી હાજરીની ટકાવારી 80 ટકા કરતાં વધુ પરંતુ 90 ટકા કરતા ઓછી છે તો કેટલો ગ્રાન્ટ કાપ આપી શકાય?

9 / 15

શિક્ષણ સંસ્થામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કર્મચારીને નીચેના પૈકી કઇ રજા મળવાપાત્ર નથી?

10 / 15

તમારી શાળામાં કોઇ વિદ્યાર્થી મોબાઇલ લઇ ભણવા આવે છે તો તેણે ‘સહાયક અનુદાન નિયમ સંગ્રહ-1964’ ના કયા નિયમનો ભંગ કર્યો ગણાય?

11 / 15

શાળાનું સંચાલક મંડળ સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ પરવાનગી વગર એક ગામમાંથી બીજા ગામમાં શાળાનું સ્થળ બદલે છે. આવા કિસ્સામાં નીચે પૈકી કઇ જોગવાઇ છે?

12 / 15

જો કોઇ સંચાલક મંડળ અનામત જગ્યાઓ અંગેના નિયમનું પાલન ન કરે તો તે સંસ્થાના સ્ટાફના પગાર ખર્ચ સિવાયના મળવાપાત્ર અનુદાનમાં કેટલા ટકાનો કાપ મુકવામાં આવે છે?

13 / 15

ઉત્તર બુનિયાદી શાળાઓએ શારીરિક શ્રમ અંગે થયેલ ખર્ચના કેટલા ટકા સહાયક ગ્રાન્ટ તરીકે મળી શકે?

14 / 15

કયા પ્રકારની ગ્રાન્ટને નિભાવ ગ્રાન્ટ કહેવામાં આવે છે?

15 / 15

તમારી શાળાના ધોરણ-11 માં પ્રવેશ માટે વિદેશથી અભ્યાસ કરીને આવતો એક વિદ્યાર્થી આવે છે. તો તેના પ્રવેશ માન્યતા માટે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ’ માંથી કર્યું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

♦ ક્વિઝ – 2 વિનિયમો – 1972

⇒ ક્વિઝ – 2 વિનિયમો – 1972માં ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪નો સમાવેશ કરવામા આવ્યો છે.

433

ક્વિઝ - 2 :- ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 :-પ્રશ્નપત્ર - 2 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 15

બોર્ડે રજીસ્ટર કરેલી શાળાઓની યાદી વિભાગને દર વર્ષે પૂરી પાડવાની સત્તા અને ફરજ કોની છે?

2 / 15

વિનિયમોની જોગવાઇ મુજબ રજીસ્ટર થયેલી શાળા સામાન્ય રીતે કેટલા કલાક ચાલવી જોઇએ?

3 / 15

શિક્ષકની રજાની બાબતમાં શાળાના વડા કે સંચાલક મંડળને કઇ સત્તા પહોંચતી નથી?

4 / 15

રજીસ્ટર થયેલી શાળામાં હેડ માસ્તર, શિક્ષકો અને બિન અધ્યાપકીય સ્ટાફનાં સભ્યોની લાયકાત ‘ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974’ નાં કયા વિનિયમથી નક્કી થયેલ છે?

5 / 15

રજીસ્ટર થયેલી માધ્યમિક શાળાએ ‘ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 નાં વિનિયમ-17(4) મુજબ અઠવાડિયામાં બધુ મળીને કેટલા કલાક શિક્ષણ આપવું જોઇએ?

6 / 15

વિનિયમોને અનુરૂપ આખરી પરીક્ષાનું સંચાલન કરવાનું અને પરીક્ષા લેવા માટેની તારીખો નિયત કરવાનો હુકમ કોણ કરે છે?

7 / 15

તમારી માધ્યમિક શાળામાં નિમણુંક પામેલ નવા કર્મચારીની સેવાપોથી કયા નમૂનામાં નિભાવશો?

8 / 15

આચાર્યને મોટી શિક્ષા કરવા માટે રચાયેલ તપાસ સમિતિમાં બોર્ડની પેનલમાંથી એક સભ્યની નિમણુંક કોણ કરે છે?

9 / 15

ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો - 1974 અંતર્ગત ‘નવું ખર્ચ’ એટલે શું?

10 / 15

5,000 ની વસતી ધરાવતા ગામની નોંધાયેલી માધ્યમિક શાળા પોતાના ગામમાં જ શાળાને ભાડાના મકાનમાંથી પોતાની માલિકીના મકાનમાં સ્થળ ફેરફારની દરખાસ્ત કરે છે. આ દરખાસ્ત કોણ મંજુર કરશે?

11 / 15

તમારી માધ્યમિક શાળાના પૂર્ણકાલીન શિક્ષકે શાળાની જરૂરીયાતો પ્રમાણે દરરોજના વિરામના સમયને બાદ કરતાં અઠવાડિયાનાં કેટલા કલાક શાળામાં હાજર રહેવું જોઇશે?

12 / 15

તમારી નિમણૂક માધ્યમિક શાળાના વડા એટલે કે આચાર્ય તરીકે થાય છે. તો તમારા નામ, સરનામાની નોંધ બોર્ડની ઓફિસમાં કેટલા સમયમાં નોંધાવવી જોઇએ?

13 / 15

રજીસ્ટર થયેલ દરેક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ રાખવાના રેકર્ડ અને રજીસ્ટરોની વિગત કયા વિનિયમમાં વર્ણવી છે?

14 / 15

પ્રવર્તમાન જોગવાઇ મુજબ માધ્યમિક શાળામાં 2300 કરતાં વધુ વિદ્યાર્થીઓ હોય તો કેટલા પટાવાળાઓનું મહેકમ મળશે?

15 / 15

કોઇ માધ્યમિક શાળા સામે તેની માન્યતા રદ કરી માધ્યમિક શાળાઓના રજીસ્ટરમાંથી શાળાનું નામ દૂર કરવા જણાવે છે. આ માટે નિમાયેલ તપાસ અધિકારી પોતાનો રીપોર્ટ કોને સાદર કરશે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

♦ ક્વિઝ – 1 અધિનિયમ – 1972

⇒ ક્વિઝ – 1 અધિનિયમ – 1972માં ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972નો સમાવેશ કરવામા આવ્યો છે.

463

ક્વિઝ - 1 :- ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972 :-પ્રશ્નપત્ર - 2 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 15

રજીસ્ટર થયેલી શાળામાં ઉપયોગ માટે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે તૈયાર કરેલ પાઠ્યપુસ્તકો મંજુર કરવાની સત્તા કોની પાસે છે?

2 / 15

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 ની કલમ-38,39,40 હેઠળ રચાયેલ ટ્રીબ્યુનલની જોગવાઇ ક્યા વિધેયકના કારણે રદ થયેલ સમજવી જોઇએ?

3 / 15

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 ને નવું નામાભિધાન ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ–1972 કયા સુધારા અધિનિયમ અન્વયે થયેલ છે?

4 / 15

ગુજરાત માધ્યમિ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના કારોબારી અધિકારી કોણ ગણાય?

5 / 15

તમે માધ્યમિક શાળાનો ધોરણ-9 નો વર્ગ શરૂ કરેલ છે. પરંતુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ હેઠળ બોર્ડ પાસે તેવું રજીસ્ટ્રેશન કરાવેલ નથી. તો તમે અધિનિયમની કઇ કલમનો ભંગ કર્યો ગણાય?

6 / 15

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ગુજરાત વિધાનસભા પોતાના પાંચ સભ્યો કઇ રીતે ચૂંટીને મોકલે છે?

7 / 15

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક વર્ષે ઓછામાં ઓછી કેટલીવાર મળવી જોઇએ?

8 / 15

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ હોય છે?

9 / 15

અધ્યક્ષ, નાયબ અધ્યક્ષ અને નામ નિયુક્ત થયેલ સભ્યો બોર્ડમાં કેટલો સમય સભ્ય તરીકે હોદ્દા પર રહી શકે છે?

10 / 15

તમારી રજીસ્ટર થયેલી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને બંધ કરવા માગો છો તો તે અંગેની બોર્ડને લેખીત નોટીશ કેટલા સમય પહેલા આપવી પડશે?

11 / 15

‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 હેઠળ નિમવામાં આવેલ અધ્યક્ષ, નાયબ અધ્યક્ષ, સચિવ, સંયુક્ત અને મદદનીશ સચિવ તેમજ અન્ય અધિકારી/કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારી ગણાશે તેવી જોગવાઇ આ અધિનિયમની કઇ કલમમાં થયેલ છે?

12 / 15

રજીસ્ટર થયેલી શાળાઓનો વહીવટ રાજ્ય સરકાર હસ્તક લેવા બાબતની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમની કલમ-33 (1 થી 6) નો કોઇ મજકુર કઇ સંસ્થાઓને લાગુ ન પડે?

13 / 15

હોદ્દાની રૂએ બોર્ડના સભ્ય ન હોય તેવા કોઇ સભ્ય પોતાનું રાજીનામું આપવા માગે છે તો તેઓ પોતાનું રાજીનામું કોને આપશે?

14 / 15

બોર્ડનાં સભ્યોની ગેરલાયકાતો ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972’ ની કઇ કલમમાં વર્ણવામાં આવી છે?

15 / 15

બોર્ડે આગામી નાણાંકીય વર્ષ માટે બોર્ડની આવક અને ખર્ચના બજેટના અંદાજો રાજ્ય સરકારને ક્યારે સાદર કરવાના હોય છે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *