ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર – 8 છત્રી

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 8 છત્રી (std 10 gujarati ch8) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 8 છત્રી

લેખકનુ નામ :- રતિલાલ બોરીસાગર

સાહિત્યપ્રકાર :- હાસ્ય – નિબંધ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. std 10 gujarati ch8

(1) દુકાનદારે સ્મિત કર્યું , મેં પણ સામું સ્મિત કર્યું કારણ કે …

(A) લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા.

(B) દુકાનદાર લેખકને હસાવવા ઇચ્છતો હતો.

(C) દુકાનદાર બધા સામે સ્મિત કર્યા કરતો હતો.

(D) લેખકની ચતુરાઈ જોઈ હસતો હતો.

ઉત્તર:-

(A) લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા.

(2) લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે …

(A) લેખક પાસે પૈસા ન હતા.

(B) લેખકને રાજકોટ જવું ગમતું હતું.

(C) તે બીજાની પ્રમાણિક્તાની કદર કરવા ઇચ્છતા હતા.

(D) છત્રી હવે વેચાતી મળતી ન હતી.

ઉત્તર:-

(C) તે બીજાની પ્રમાણિક્તાની કદર કરવા ઇચ્છતા હતા.

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો. std 10 gujarati ch8

(1) દુકાનદારે લેખકને કઈ સલાહ આપી?

ઉત્તર:-છત્રી તેમની પાસે ટકે એવો ઉપાય શોધી કાઢવો

(2) પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું?

ઉત્તર:-આખા રાજયની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો

3. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં કારણો આપો. std 10 gujarati ch8

(1) રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે …

ઉત્તર:-છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસ્સો ખર્ચો થાય તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહિ, પણ મૂર્ખામીભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ, એવો તેમનો દૃઢ મત હતો.

(2) રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈભરી લાગતી હતી કારણ કે …

ઉત્તર:-અમદાવાદથી છેક રાજકોટ જવાના બસભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષાભાડાં તેમજ ચા-પાણી-નાસ્તા વગેરેનો વધારોનો ખર્ચ ઉમેરીએ તો ત્રણસો-સાડા ત્રણસો રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામીભરી લાગતી હતી.

4. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં જવાબ આપો.

(1) છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી – કેવી સલાહો મળી હતી?

ઉત્તર:-છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતી.

( 1 ) લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી. એ દોરી સાથે છત્રીને બાંધી દેવી, છત્રી ખૂલી શકે એટલી મોટી દોરી રાખવી. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાડ વીંટી રાખવો.

(2) લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઇવર રાખે છે તેમ તેઓ આવો બે – ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે.

(3) તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણાં કરવાં ને પ્રભુભજન કર્યા કરવું. આથી છત્રી ખરીદવી જ ન પડે. એટલે છત્રી ખોવાવાનો પ્રશ્ન જ ના રહે !

(4) તેમણે છત્રી ઉપર પોતાનું નામ, સરનામું લખાવવું. જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે.

(2) અમદાવાદ – રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખો.

ઉત્તર:-લેખક અમદાવાદ – રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રી ભૂલી ગયા હતા, પણ ભૂલથી લેખકની છત્રી આવી ગયાનો એકરાર કરતો પત્ર રાજકોટથી આવ્યો ત્યારે તેમણે જાણ્યું કે તેઓ છત્રી ભૂલી ગયા હતા. તેમાં પત્રલેખકે માફી માગી હતી અને એમની છત્રી લેખક પાસે ન આવી હોય તોપણ તેમની છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું. લેખકે પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને તેની છત્રી પોતાની પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું.

હવે સવાલ એ હતો કે એક છત્રી લેવા છેક રાજકોટ સુધી જવું? એમાં રાજકોટ જવા-આવવાનાં બસભાડાં અને રિક્ષાભાડાંના તથા ચા-પાણી-નાસ્તો વગેરેના મળીને ત્રણસો-સાડા ત્રણસો રૂપિયા થઈ જાય. આથી છેક રાજકોટ છત્રી લેવા જવું એ વ્યવહારુ નહિ, પણ મૂર્ખામીભર્યું કહેવાય એવો સૌનો મત હતો; પરંતુ છત્રી પરત કરવાની પત્રલેખકની ભાવના અને તેની પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એ વિચારથી લેખક મક્કમ રહ્યા. આથી તેઓ રાજકોટ ગયા. છત્રી મેળવી અને એ સજ્જનનો આભાર માન્યો.

વળતી બસમાં અમદાવાદ પાછા આવ્યા, પણ અમદાવાદ ઊતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા! ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું. તેઓ તરત બસની ઑફિસે ગયા, પણ કોઈએ એમની છત્રી જમા કરાવી નહોતી. આમ કરવા જતાં રિક્ષાભાડાના જવા-આવવાના બીજા એંશી રૂપિયા થયા. આમ, ‘તાંબિયાની ડોશી ને ઢીંગલો માથે મુંડામણ’ એ કહેવત જેવું થયું.


♦ વ્યાકરણ વિભાગ ♦

સમાનાર્થી શબ્દો

સાઈઝ – કદ,માપ

ઉપાય – ઈલાજ (અહીં) યુક્તિ

ટકાઉ – ટકી રહે તેવું,મજબૂત

મિથ્યા – ફોગટ,વ્યર્થ ,નકામું

આચરણ – વર્તન

સાન્નિધ્ય – સમીપતા

ક્ષમાયાચના – ક્ષમા માગવી તે

કારગત – સફળ

વાર – વિલંબ

જડવું – મળવું

વિરુદ્ધાર્થી શબ્દો

સજ્જન × દુર્જન

વ્યવહારુ × અવ્યવહારુ

રૂઢિપ્રયોગ

આચરણમાં મૂકવું – પાલન કરવું ,અમલમાં મૂકવું

કદર કરવી – લાયકાત જોઈ યોગ્ય બદલો આપો

ફાંફાં મારવાં – વ્યર્થ પ્રયત્ન કરવો

શબ્દસમૂહ માટે એક શબ્દ

અડગ રહેવું તે – મક્કમ


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-1 વૈષ્ણવજન

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-2 રેસનો ઘોડો 

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-3 શીલવંત સાધુને

ધો.10 ગુજરાતી પ્ર – 4 ભૂલી ગયા પછી

ધો.10 ગુજરાતી પ્ર – 5 દીકરી

ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર-6 વાઇરલ ઇન્ફેક્શન

ધો.10 ગુજરાતી પ્ર – 7 હું એવો ગુજરાતી

ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર – 8 છત્રી

ધો.10 ગુજરાતી પ્ર – 9 માધવને દીઠો છે ક્યાંય?

ધો.10 ગુજરાતી પ્ર – 10 ડાંગવનો અને …


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 ગુજરાતી :- પ્રકરણ-1 વૈષ્ણવજન :- MCQ

ધો.10 ગુજરાતી :- પ્રકરણ-2 રેસનો ઘોડો :- MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ – 5 દીકરી MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ-6 વાઇરલ ઇન્ફેક્શન MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ – 7 ‘હું એવો ગુજરાતી’ – MCQ


બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

 

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

One Reply to “ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર – 8 છત્રી”

Leave a Reply