ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 8 કુદરતી સંસાધનો (std10 social science ch8) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

1. નીચેના સવાલોના સવિસ્તર જવાબ લખો.

(1) સંસાધન એટલે શું ? અને તેના ઉપયોગો વર્ણવો.

ઉત્તર:-સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. અર્થાત્ કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે.

સંસાધનોના ઉપયોગો :-સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે. માનવજીવનના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી બને છે. ખેતપ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે.

સંસાધનોના ઉપયોગો નીચે પ્રમાણે છે. ઃ

1. સંસાધન – ખોરાક તરીકે

માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે.→ વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્યપાકો, પાલતુ પ્રાણીઓનાં દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતાં માછલાં અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

2. સંસાધન – કાચા માલના સ્રોત તરીકે :જંગલોમાંથી મળતી આર્થિક દૃષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્યપાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતાં દૂધ, માંસ, ઊન અને ચામડાં તેમજ ખનીજ અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે.

3. સંસાધન – શક્તિ – સંસાધન તરીકે :કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનો ઈંધણ (શક્તિ – સંસાધન) તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ.

→ આ ઉપરાંત, સૌરઊર્જા, પવનઊર્જા, ભરતીઊર્જા, ભૂતાપીય ઊર્જા, બાયોગૅસ, જળઊર્જા વગેરે પણ શક્તિ – સંસાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે.

(2) ભૂમિ સંરક્ષણ એટલે શું ? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો.

ઉત્તર:-ભૂમિ – સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે.

ભૂમિ – સંરક્ષણના મુખ્ય ઉપાયો નીચે મુજબ છેઃ

→ પડતર જમીનો પર જંગલો ઉગાડવાં જોઈએ, કારણ કે વૃક્ષોનાં મૂળ જમીનકણોને જકડી રાખે છે.→ પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ – ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય.

→ નદી – ખીણોમાં થતું કોતર – ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય તેમજ નદીકાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય.

→ રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટાં વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક – મેખલા બનાવી શકાય.→ નદીઓનાં પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરનાં પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય.

2. નીચેના સવાલોના મુદ્દાસર જવાબ લખો.

(1) જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો.

ઉત્તર:-તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે.તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલાં હોય છે.

→ જમીન ખનીજો અને જૈવિક તત્ત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિનાં વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે.

→ આમ, જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે.→ જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે.

(2) કાંપની જમીન વિશે નોંધ લખો.

ઉત્તર:-ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.

→ ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણપ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં; દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણપ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખત્રિકોણપ્રદેશોમાં આવેલી છે.

લક્ષણો :→ આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે.→ તેમાં પોટાશ, ફૉસ્ફરિક ઍસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે; જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે.→ તેમાં જુદાં જુદાં કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે.→  તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લઈ શકાય છે.

(3) કાળી જમીન વિશે નોંધ લખો.

ઉત્તર:-ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.

→ આ જમીનના નિર્માણમાં દખ્ખણના લાવાયિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચપ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે.→ આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે.

લક્ષણો :→ આ જમીનમાં લોહ, ચૂનો, કૅલ્શિયમ, પોટાશ, ઍલ્યુમિનિયમ અને મૅગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે.→ તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાંટો કે તિરાડો પડે છે.

→ તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે.→ તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી પાસની જમીન તરીકે ઓળખાય છે.→ કાળી જમીન ‘રેગુર’ નામે પણ જાણીતી છે.

3. નીચેના સવાલોના ટૂંકમાં જવાબ લખો.

(1) જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો.

ઉત્તર:-જમીન – ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વાર જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું.

જમીન – ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છેઃ

→ જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું.→ ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચરેખીય પગથિયાંની તરાહથી (રીતેથી) વાવેતર કરવું.→ પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું.→ જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા.

→ પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી.→ ખેતરોમાં પડ – ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું .આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે.

(2) પર્વતીય જમીનો કોને કહેવાય?

ઉત્તર:-ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોનાં ક્ષેત્રોમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વતશ્રેણીઓ ધરાવતાં જમ્મુ – કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનનાં વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે.

→ આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.→ જંગલોવાળા ભાગોમાં તેમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે.

(3) રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો.

ઉત્તર:-ભારતમાં રણપ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબનાં શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે.

→ આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે.→ તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. તેનાં કેટલાંક ક્ષેત્રોમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ (ઊણપ) જોવા મળે છે.→ અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે.

4. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો.

(1) દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન …….

(A) સર્વ સુલભ સંસાધન (B) સામાન્ય સુલભ સંસાધન(C) વિરલ સંસાધન (D) એકલ સંસાધન

ઉત્તર:-(D) એકલ સંસાધન

(2) જમીનનું નિર્માણ મૂળ ખડકોના ……. મળવા વાળા પદાર્થોથી થાય છે.

(A) ખવાણ અને ઘસારાથી(B) સ્થળાંતર અને સ્થગિતતાથી(C) અનુક્રમ અને વિક્રમથી(D) ઉર્ધ્વ અને શીર્ષથી

ઉત્તર:-(A) ખવાણ અને ઘસારાથી

(3) પડખાઉ જમીનનું અન્ય નામ શું છે ?

(A) કાંપની જમીન  (B) લેટેરાઈટ જમીન(C) કાળી જમીન (D) રાતી અથવા લાલ જમીન

ઉત્તર:-(B) લેટેરાઈટ જમીન

(4) હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ……. પ્રકારોમાં વહેંચવામાં આવી છે .

(A) સાત (B) સોળ  (C) પાંચ  (D) આઠ

ઉત્તર:-(D) આઠ


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ

 

 


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1  સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ

ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


 

Plz share this post

Leave a Reply