અહી,ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) પ્ર – 5 જૈવિક ક્રિયાઓ(std 10 science ch5 guide) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 113
std 10 science ch5 guide
પ્ર.- 1 મનુષ્યમાં મૂત્રપિંડ એ —– સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે.
ઉત્તર :- (a) ઉત્સર્જન
પ્ર.- 2 વનસ્પતિઓમાં જલવાહક —– માટે જવાબદાર છે.
ઉત્તર :- (b) પાણીના વહન
પ્ર.- 3 સ્વયંપોષી માટે —– આવશ્યક છે.
ઉત્તર :- (d) આપેલ તમામ
પ્ર.- 4 —– માં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોકસાઇડ,પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે.
ઉત્તર :- (b) કણાભસૂત્રો
પ્ર.- 5 આપણા શરીરમાં ચરબીનુ પાચન કેવી રીતે થાય છે.?આ પ્રક્રિયા કયાં થાય છે.?
ઉત્તર :- પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે.આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે.સ્વાદુરસનો લાયપેઝ તૈલોદીકૃત ચરબીનુ પાચન કરે છે. અંતે આંત્રરસના લાયપેઝ વડે ચરબીનુ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા નાના આંતરાડામાં થાય છે.
પ્ર.- 6 ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા શુ છે.?
ઉત્તર :- લાળગ્રંથિમાંથી આવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળરસમાં રહેલો એમાયલેઝ (ટાયલિન) ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે.
સ્ટાર્ચ → માલટોઝ (શર્કરા)
પ્ર.- 7 સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઇ છે અને તેની નીપજો કઇ છે.?
ઉત્તર :- સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ:- (1) ક્લોરોફિલની હાજરી (2) પ્રકાશશક્તિનુ શોષણ (3) પાણીના અણુનુ વિઘટન (4) કાર્બન ડાયોકસાઇડનુ કાર્બોદિતમાં રિડકશન
તેની નીપજો:- ગ્લુકોઝ , કાર્બોદિત અને ઓક્સિજન
પ્ર.- 8 જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શુ છે.? કેટલાક સજીવોના નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે.
ઉત્તર :-
જારક શ્વસન અજારક શ્વસન આ ક્રિયામાં O2નો ઉપયોગ થાય છે. આ ક્રિયામાં O2નો ઉપયોગ થતો નથી. આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય છે. આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે. આ ક્રિયામા ગ્લુકોઝના અણુનુ સંપૂર્ણ દહન થાય છે.તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુકત થાય છે. આ ક્રિયામા ગ્લુકોઝના અણુનુ અપૂર્ણ દહન થાય છે.તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ ઓછી ઉર્જા મુકત થાય છે. આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસમાં અને બાકીનો તબક્કો કણાભસૂત્રમાં થાય છે. આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે.
અજારક શ્વસન કરતા સજીવોના નામ :- યીસ્ટ અને અન્ય કેટલીક ફૂગ,કેટલાક બેક્ટેરિયા અને અંત:પરોપજીવીઓ
પ્ર.- 9 વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે.?
ઉત્તર :- ઉરસીય ગુહામાં એક જોડ ફેફસાં આવેલા છે. ફેફસામાં હવા નો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે અને અંતે ફુગ્ગા જેવી રચના વાયુકોષ્ઠો માં પરિણમે છે. વાયુકોષ્ઠો ની દીવાલ પર રુધિરકેશિકા ની જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠો ની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે.
પ્ર.- 10 આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પરિણામે શુ થઇ શકે છે.?
ઉત્તર :- આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ ( એનીમિયા) કહે છે. તેના પરિણામે, આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો O2 મળતો નથી. પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં અશક્તિ, થાક, કંટાળો વગેરે જોવા મળે છે.
પ્ર.- 11 મનુષ્યમાં રુધિરનુ બેવડું પરિવહનની વ્યાખ્યા આપો.તે શા માટે જરૂરી છે.?
ઉત્તર :- મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હ્રદયમાંથી બે વખત પસાર થાય છે. તેને રુધિરનુ બેવડુંં પરિવહન કહે છે.મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે.
પ્ર.- 12 જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે.?
ઉત્તર :-
જલવાહક અન્નવાહક પાણી અને ખનીજ દ્રવ્યોનુ વહન થાય છે. મુખ્યત્વે સુક્રોઝ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનુ સ્થાળાંતરણ થાય છે. તેમા વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતુ ખેંચાણબળ મુખ્ય પ્રેરક બળ છે. તેમાં સ્થાળાંતરણ માટે આસૃતિ દબાણ જવાબદાર છે. તેમા દ્રવ્યોના વહન માટે ATP નો ઉપયોગ થતો નથી. તેમા દ્રવ્યોના સ્થાળાંંતરણ માટે ATP નો ઉપયોગ થાય છે. જલવાહિની અને જલવાહિનિકી વહનમાં સંકળાયેલા છે. ચાલનીનલિકા અને સાથીકોષો સ્થાળાંતરણમાં સંકળાયેલા છે.
પ્ર.- 13 ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડનલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો.
ઉત્તર :-
વાયુકોષ્ઠો | મૂત્રપિંડનલિકા |
---|---|
તે ફેફસાની રચનાનો કાર્યાત્મક એકમ છે. | તે મૂત્રપિંડની રચનાનો કાર્યાત્મક એકમ છે. |
તે શ્વાસવાહિકાઓના છેડે આવેલી ફુગ્ગા જેવી રચનાઓ છે. | તે લાંબી ગૂંચળામય નલિકા જેવી રચના છે. તેના અગ્રભાગે બાઉમેનની કોથળી હોય છે. |
તે શ્વાસવાયુઓની આપ-લે માટેની સપાટી પૂરી પાડે છે. | તે રુધિરનુ ગાળણ કરી નાઇટ્રોજનયુકત ઉત્સર્ગ દ્ર્વ્યો દૂર કરે છે. |
તેની દિવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. | તેના બાઉમેનની કોથળી ભાગે રુધિરકેર્શિકાગુચ્છ અને નલિકામય ભાગે રુધિરકેશિકાજાળ હોય છે. |