ધો.10 વિજ્ઞાન પ્ર – 11 વિદ્યુત સ્વાધ્યાય (std 10 science ch11) પાઠયપુસ્તકના Intext તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 172
std 10 science ch11
1. વિદ્યુત પરિપથનો અર્થ શું થાય ?
ઉત્તર :- વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહ નો સતત તથા અને બંધ(પૂર્ણ) માર્ગ.
2. વિદ્યુતપ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો.
ઉત્તર :- વિદ્યુત પ્રવાહ નો SI એકમ એમ્પિયર (A) છે.
જો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહક માંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય.
1 A = 1 C / 1 s = 1 C s-1
3. એક કુલંબ (C) વિદ્યુતભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો.
ઉત્તર :- એક ઇલેક્ટ્રોન 1.6 x 10-19 C ઋણ વિદ્યુત ભાર ધરાવે છે.
વિદ્યુતભાર ઇલેક્ટ્રોનની સંખ્યા
-1.6 x 10-19 C 1
-1 C (?)
∴ -1 C વિદ્યુતભાર રચતાં ઇલેક્ટ્રોનની સંખ્યા
= -1 C / -1.6 x 10-19 C
= 10 / 1.6 x 1018
= 6.25 x 1018
આમ, 6.25 x 1018 ઈલે.વડે 1 C વિદ્યુતભાર મેળવી શકાય.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 174
std 10 science ch11
1. વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો.
ઉત્તર :- વિદ્યુત કોષ અથવા બેટરી વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરે છે.
2. બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વૉલ્ટ છે. તેનો અર્થ શું થાય?
ઉત્તર :- વિધુત પ્રવાહધારિત વાહકમાં 1 કુલંબ ધન વિદ્યુતભારને વિદ્યુતક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે જો 1 જુલ કાર્ય કરવું પડે તો બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય.
3. 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતાં દરેક 1 કુલંબ વિદ્યુતભારને કેટલી ઉર્જા આપે છે?
ઉત્તર :- V = 6 V , Q = 1 C , W = ?
હવે,W = VQ
=6 V x 1 C
= 6 J
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 181
std 10 science ch11
1. વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે?
ઉત્તર :- વાહકનો અવરોધ નીચેની બાબતો પર આધાર રાખે છે.
(1)વાહકની લંબાઈ
(2) વાહકના આડછેદનું ક્ષેત્રફળ (A)
(3) વાહકના દ્રવ્યની જાત કે પ્રકાર
(4) વાહકનુ તાપમાન. તાપમાન વધારતાં સુવાહકનો અવરોધ વધે છે જ્યારે અર્ધવાહકનો અવરોધ ઘટે છે.
2. એક જ દ્રવ્યોમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને વારાફરતી સમાન વિદ્યુત પ્રાપ્તિસ્થાન (વિદ્યુત કોષ કે બેટરી) સાથે જોડતા કયા તારમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વહેશે? શા માટે?
ઉત્તર :- સમાન દ્રવ્યના અને સમાન લંબાઈના જાડા અને પાતળા તારને સમાન વિદ્યુત પ્રાપ્તિસ્થાન સાથે વારાફરતી જોડતા જાડા તારમાં વિદ્યુત પ્રવાહ પાતળા તારની સરખામણીમાં સરળતાથી વહે છે.
કારણ કે તારનો અવરોધ તેની જાડાઈ એટલે કે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જાડા તારના આડછેડનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેનો અવરોધ પાતળા તાર કરતા ઓછો હશે. તેથી જાડા તારમાંથી વધુ વિદ્યુતપ્રવાહ વહી શકે છે.
3. ધારોકે કોઇ વિદ્યુતઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે, તો વિદ્યુતઘટકમાંથી વહેતા વિદ્યુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
ઉત્તર :- ઓહમના નિયમ મુજબ, I = V / R
પરંતુ, અહી R અચળ હોવાથી I ∝ V.
તેથી વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા વાહકમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ પહેલા કરતા અડધા મૂલ્યનો બનશે.
4. શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે?
ઉત્તર :- તાપન સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની (નિક્રોમ) બનાવવાના કારણો નીચે મુજબ છે.
⇒ મિશ્ર ધાતુની (નિક્રોમ) અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતા ઘણી વધારે છે.
⇒ મિશ્રધાતુઓ ઊંચા તાપમાને હોય (એટલે કે તાપમાને જ્યારે તેઓ લાલ તપ્ત હોય) ત્યારે ત્વરિત ઓક્સિડાઈઝ કે દહન પામતી નથી.
⇒ મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે.
5. કોષ્ટકમાં આપેલી માહિતીનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
(a) લોખંડ (Fe) તથા પારો (Hg)માંથી કયુ વધારે સારુ વાહક છે ?
(b) કયુ દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે ?
ઉત્તર :- (a) લોખંડની વિદ્યુત અવરોધકતા 10.0 x 10-8 Ω m છે. જયારે પારાની અવરોધકતા 94.0 x 10-8 Ω m છે. આમ, લોખંડની વિદ્યુત અવરોધકતા પારા કરતા ઓછી હોવાથી લોખંડ (Fe) એ પારો (Hg) કરતા વધારે સારુ વાહક છે.
(b) ચાંદીની વિદ્યુત અવરોધકતા સૌથી ઓછી 1.60 x 10-8 Ω m છે. તેથી ચાંદી શ્રેષ્ઠ વાહક છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 185
std 10 science ch11
1. એવો વિદ્યુત પરિપથ દોરો કે જેમાં 2 V ના ત્રણ વિદ્યુત કોષ, એક 5 Ω નો અવરોધ, એક 8 Ω નો અવરોધ તથા એક 12 Ω નો અવરોધ તથા એક પ્લગ કળ બધા શ્રેણીમાં જોડાયેલા હોય.
ઉત્તર :- 2 V ના ત્રણ વિદ્યુત કોષ એક 5 Ω , 8 Ω તથા 12 Ω ના ત્રણ અવરોધ તથા એક પ્લગ કળના શ્રેણી જોડાણનો પરિપથ નીચે દર્શાવ્યા મુજબ છે.
2. ઉપરનો પરિપથ ફરી દોરો કે જેના અવરોધોમાંથી પસાર થતાં વિદ્યુત પ્રવાહને માપવા માટે એમીટર તથા 12 Ω ના અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાડેલ હોય. એમીટર અને વોલ્ટમીટર નું અવલોકન શું હશે.?
ઉત્તર :- પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહ ની ગણતરી:-
પરિપથનો સમતુલ્ય અવરોધ
Rs = 5 Ω + 8 Ω + 12 Ω
= 25 Ω
વિદ્યુતસ્થિતિમાન નો તફાવત
V = 2V + 2V + 2V
= 6 V
પરિપથમાં રહેતો વિદ્યુત પ્રવાહ અર્થાત્ દરેક અવરોધોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ,
I = v / Rs
= 6 / 25
= 0.24 A
12 Ω ના અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતની ગણતરી :-
12 Ω ના અવરોધોમાંથી 0.24 A વિદ્યુત પ્રવાહ વહેતો હોવાથી વિદ્યુત સ્થિતિમાન નો તફાવત,
V = IR
= 0.24 x 12
= 2.88 V
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 188
std 10 science ch11
1. જયારે (a) 1 Ω તથા 106 Ω (b) 1 Ω,103 Ω,અને 106 Ωના અવરોધોને સમાંતરમા જોડવામા આવે, તો પરિણામી અવરોધ શોધો.
ઉત્તર :- સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ જોડાણના નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હોય છે.
(a) પરિણામી અવરોધ 1 Ω કરતા નાનો
(b) પરિણામી અવરોધ 1 Ω કરતા નાનો
2. 100 Ω નો વિદ્યુત બલ્બ, 50 Ω અવરોધવાળું ટોસ્ટર અને 500 Ω અવરોધવાળું વોટર ફિલ્ટર 220Vના પ્રાપ્તિસ્થાન સાથે સમાંતરમાં જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિદ્યુત ઇસ્ત્રી જોડતા તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા પ્રવાહ જેટલો જ પ્રવાહ તે ખેંચે છે. તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે ? તથા તેમાંથી કેટલો વિદ્યુતપ્રવાહ વહેતો હશે?
ઉત્તર :- વિદ્યુત બલ્બનો અવરોધ R1= 100 Ω
ટોસ્ટરનો અવરોધ R2= 50 Ω
વોટર ફિલ્ટરનો અવરોધ R3= 500 Ω
પરિપથનો સમતુલ્ય અવરોધ
1/Rp = 1/R1 + 1/R2 + 1/R3
1/Rp = 1/100 + 1/50 + 1/500
1/Rp = 5 + 10 + 1 / 500
1/Rp = 16 / 500
Rp = 500 / 16
Rp = 31.25 Ω
પરિપથમાં વહેતો કુલ પ્રવાહ,
I = V / Rp
I = 220 / 31.25
I = 7.04 A
3. વિદ્યુત સાધનોની બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતરમાં જોડવાથી કયા ફાયદા થાય છે?
ઉત્તર :- ⇒ જ્યારે દરેક વિદ્યુત સાધનનો અવરોધ જુદો હોય અને તેને કાર્યરત થવા માટે પ્રવાહ પણ જુદો હોય તો તેમને સમાંતરમાં જોડવાથી પરિપથનો કુલ અવરોધ ઘટે છે તેથી બેટરીમાંથી વહેતો પ્રવાહ ઊંચો હોય છે. જેથી દરેક સાધનને જરૂરી વિદ્યુતપ્રવાહ મળી રહે છે.
પરંતુ શ્રેણી જોડાણમાં પરિપથનો અવરોધ ખૂબ વધી જાય છે. જેથી બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઘટી જાય છે. જેથી વિદ્યુત સાધનો યોગ્ય રીતે કાર્ય કરતા નથી.
⇒ સમાંતર જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણ ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોવાથી બધા જ સાધનો યોગ્ય રીતે કાર્ય કરે છે.
જ્યારે શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી પરંતુ વહેંચાઈ જાય છે.
⇒ સમાંતર જોડાણમાં કોઇ ખામીને કારણે કોઈ વિદ્યુત સાધન કાર્ય કરતું બંધ થઈ જાય તો બીજા વિદ્યુત સાધનો કોઈ મુશ્કેલી વગર કાર્ય કરે છે.
પરંતુ શ્રેણી જોડાણમાં કોઈ એક વિદ્યુત સાધન કાર્ય કરવાનું બંધ કરી દે તો સમગ્ર પરિપથ ખુલ્લો થઈ જવાથી બાકીના સાધનો પણ કાર્ય કરતા બંધ થઇ જાય છે.
⇒ સમાંતર જોડાણમાં દરેક વિદ્યુત સાધનને પોતાની સ્વતંત્ર કળ હોવાથી બીજા વિદ્યુત સાધનને અસર કર્યા સિવાય તે વિદ્યુત સાધન ચાલુ બંધ કરી શકાય છે.
પરંતુ શ્રેણી જોડાણમાં સમગ્ર પરિપથમાં એક જ ક્ળ હોવાથી બધા વિદ્યુત સાધનો સ્વતંત્ર રીતે ચાલુ બંધ કરી શકાતા નથી.
ધોરણ ૧૦ વિજ્ઞાન વિષય (વિભાગ B)મા STD 10 SCIENCE SECTION B MOST IMP QUESTIONS ANSWERS બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.
વિભાગ B મા પ્રકરણ – 1,3,5,8 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.
વિભાગ B મા પ્રકરણ – 9,15,16 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.
વિભાગ C મા પ્રકરણ – 1,3,7 ના પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.
વિભાગ C મા પ્રકરણ – 8,10,12 ના પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.