ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 7 હું એવો ગુજરાતી (std 10 gujarati ch7) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.
પ્રકરણ – 7 હું એવો ગુજરાતી
કવિનુ નામ :- વિનોદ જોશી
કાવ્યપ્રકાર :- ગીત
નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.
1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે?
(A) શેત્રુંજી (B) મચ્છુ (C) તાપી (D) નર્મદા
ઉત્તર:-
(D) નર્મદા
(2) આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે?
(A) કવિતા માટે (B) પ્રભાતિયાં માટે
(C) ભક્તિ માટે (D) ભજન માટે
ઉત્તર:-
(B) પ્રભાતિયાં માટે
2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો.
(1) આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇની કઈ વિશેષતાને યાદ કરે છે?
ઉત્તર:-આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજીના મૌન અને સરદાર વલ્લભભાઇની હાકલ વિશેષતાને યાદ કરે છે.
(2) કવિની છાતી શા માટે ગજ ગજ ફૂલે છે?
ઉત્તર:-કવિ ગુજરાતની ધરતીના સંતાન છે એ વાતથી તેમની છાતી ગજ ગજ ફૂલે છે.
3. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.
(1) સત્યના આયુધની કઈ વિશેષતા છે?
ઉત્તર:-કવિએ ગાંધીજીના સત્યને આયુધ (શસ્ત્ર) કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાતજાતનાં આયુધોથી લડાયાં છે અને ભવિષ્યમાં પણ લડાશે; પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે.
(2) ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે?
ઉત્તર:-ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીનાં પાણી વહે છે. એટલે એમનામાં એ પાણીનું ખમીર છે. એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે, એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે.
4. નીચેના પ્રશ્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો.
(1) આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયાં-કયાં કારણોસર અનુભવે છે?
ઉત્તર:-‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌ૨વ આ કારણોસર અનુભવે છે.ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીનાં તેમજ ચરોતરની મહીસાગરનાં પાણી છે. એનો દેહ અરવલ્લીનો છે. એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે. આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે. આ જ ભૂમિ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે. અહીં જ સૂર્યમંદિરના ગુંજારવ સંભળાય છે. અહીં જ શ્વેત તેજનો ભ્રમર છે. આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે.
અહીંની દ્વારકાનગરીમાં કૃષ્ણ પ્રેમભક્તિનો અમૃતરસ પાય છે. આ ભૂમિ પર જ દુહા – છંદની રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે. મીરાં કરતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે. આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાયાં છે. આ જ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે. એમાં ગાંધીજીએ ધારણ કરેલ સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી. ગાંધીજીના મૌન અને સરદારની એક હાકનો જબરો પ્રભાવ હતો.
આ સંતોની અને શૂરવીરોની ભૂમિ છે, જેમણે પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે. એ ભૂમિના પોતે સંતાન છે એનું કવિ ગૌરવ અનુભવે છે.
(2) કાવ્યપંક્તિ સમજાવો.
”હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર
મારે શિર ભારતમાતાની આશિષનો વિસ્તાર”
ઉત્તર:-હું મારી માતૃભૂમિનો પુત્ર છું. હું જન્મે ગુજરાતી છું. મારા શિર પર ભારતમાતા સતત આશિષ વરસાવે છે.
♦ વ્યાકરણ વિભાગ ♦
♦સમાનાર્થી શબ્દો♦
રત્નાકર – સમુદ્ર,રત્નોના ભંડારરૂપ સાગર
સાવજ – સિંહ
સુધા – અમૃત
આયુધ – શસ્ત્ર,હથિયાર
પિંડ – આકાર,ઘાટ
ભંગ – ભમરો,ભ્રમર
પ્રાણ – શ્વાસ (અહીં) અસ્તિત્વ
ફૂલે – વિક્સે
♦તળપદા શબ્દો♦
પરભાતી – પ્રભાતિયાં
જંતર – વાજિંત્ર (તંતુવાદ્ય)
♦વિરુદ્ધાર્થી શબ્દો♦
ધવલ × શ્યામ
સુધા × વિષ
સ્મિત × રુદન
આશિષ x અભિશાપ
♦શબ્દસમૂહ માટે એક શબ્દ♦
નવ રાત્રીઓનો સમૂહ – નવરાત્રી
આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.
ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-1 વૈષ્ણવજન
ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-2 રેસનો ઘોડો
ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-3 શીલવંત સાધુને
ધો.10 ગુજરાતી પ્ર – 4 ભૂલી ગયા પછી
ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર-6 વાઇરલ ઇન્ફેક્શન
ધો.10 ગુજરાતી પ્ર – 7 હું એવો ગુજરાતી
ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર – 8 છત્રી
ધો.10 ગુજરાતી પ્ર – 9 માધવને દીઠો છે ક્યાંય?
ધો.10 ગુજરાતી પ્ર – 10 ડાંગવનો અને …
વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.
ધો.10 ગુજરાતી :- પ્રકરણ-1 વૈષ્ણવજન :- MCQ
ધો.10 ગુજરાતી :- પ્રકરણ-2 રેસનો ઘોડો :- MCQ
ધો.10 ગુજરાતી પ્રકરણ – 5 દીકરી MCQ
ધો.10 ગુજરાતી પ્રકરણ-6 વાઇરલ ઇન્ફેક્શન MCQ
ધો.10 ગુજરાતી પ્રકરણ – 7 ‘હું એવો ગુજરાતી’ – MCQ
બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.