ગાયન વાદન સ્પર્ધા Gayan Vadan Spardha 2021

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,ગાંધીનગર તથા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ગાયન વાદન સ્પર્ધા(Gayan Vadan Spardha 2021)નું આયોજન કરેલ છે.

માન . મુખ્યમંત્રીશ્રી દ્વારા તા. ૦૧/૧૦/ર૦ર૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેક્નોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઈલ ટુ સ્પોર્ટ્સના અભિયાનની નવતર પહેલ કરી છે.

હાલના કોરોના (કોવીડ-૧૯) ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક,વોટસ એપ, ઈન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેઈમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કિંમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે.

યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન મોબાઈલ ટુ સ્પોર્ટ્સની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ ફેસબૂક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ, ચિત્રસ્પર્ધા, ટેલીવિઝન તેમજ સોશિયલ મીડીયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીયો/વિડીયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

આ હેતુને સુચારૂ પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ગાયન (સુગમ સંગીત, લગ્નગીત, શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાન), લોકગીત/ભજન સ્પર્ધા) નું આયોજન કરેલ છે.

જેમાં જુદા જુદા વયજુથ પ્રમાણે કલાકારો ભાગ લઇ શકશે. જેમાં

૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીના,

૧૫ વર્ષથી ૨૦ વર્ષ સુધીના,

ર૧ વર્ષથી પ૯ વર્ષ સુધીના તેમજ

૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજૂથમાં ભાગ લઇ શકશે.

ઉકત સ્પર્ધાની વીડિયો કલીપ તૈયાર કરી તા. ૧૯/૦૮/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધી પોતાના જિલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં મોકલવાનું રહેશે.

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ .૧૦૦૦, દ્વીતિય વિજેતાને રૂા.૭૫૦ તેમજ તૃતિય ઇનામ વિજેતાને રૂ.૫૦૦ ઇનામ આપવામાં આવશે.

રાજ્યકક્ષાની ગાયન સ્પર્ધામાંથી ૧૦ કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૧૫૦૦૦, તૃતીય વિજેતાને રૂ.૧૦૦૦૦ એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫૦૦૦(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે.

સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર તથા ઈ – મેઈલ આઈડી, સ્કૂલનું નામ અને સરનામું વગેરે બાબતનો વીડિયો કલીપમાં ઉલ્લેખ કરવાનો રહેશે. જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ વીડિયો કલીપની સાથે ઉમરના પુરાવા સાથે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ તેમજ બેંક પાસબુકમના પ્રથમ પાનાની ઝેરોક્ષ પણ મેળવી લેવાની રહેશે.

જે – તે જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ સ્થાનિક લેવલે નિર્ણાયક પાસેથી ગાયન અને વાદન વિભાગની ત્રણ વીડિયો કલીપ પસંદ કરવાની રહેશે. તેમાંથી ૦૩ પસંદ થયેલ ગાયન/વાદન વિભાગની વીડિયો કલીપ નીચે જણાવ્યા મુજબ જિલ્લા રમતગત અધિકારીશ્રીની કચેરીમાં રાજયકક્ષાની કૃતિઓ (વીડિયો કલીપ) મોકલવાની રહેશે. જેનું સંકલન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા કરવાનું રહેશે.

ફેઝ -૧

વિષય : ગાયન વિભાગ

જિલ્લા સ્પર્ધાની તા. ૦૨/૦૮/૨૦૨૧ થી તા. ૧૯/૦૮/૨૦૨૧

(૧) સુગમ સંગીત (ર) લગ્ન ગીત (૩) શાસ્ત્રીય કંઠય સંગીત (૪) ભજન/લોકગીત

(ર) આ સ્પર્ધા અંગેની વીડિયો કલીપ તા. ૧૯/૦૮/૨૦૨૧ સુધી બપોરે  પોતાના જિલ્લામાં આવેલ જિલ્લા રમતગમત કચેરીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીમાં મોકલવાની રહેશે.

રાજ્યકક્ષાની ગાયન સ્પર્ધા

તા. ૨૭ ઓગષ્ટ,૨૦૨૧ અને સ્થળ

(૧) સુગમસંગીત – જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી , ગાંધીનગર

(૨) લગ્નગીત – જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી , નર્મદા

(૩) શાસ્ત્રીય કંઠ્યગીત સંગીત – જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી , ખેડા

(૪) લોકગીત/ભજન – જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી , સુરેન્દ્રનગર

 

ફેઝ -૨

વિષય : વાદન વિભાગ

જિલ્લા સ્પર્ધાની તા. ૨૭/૦૮/૨૦૨૧ થી તા. ૧૫/૦૯/ર ૦૨૧

(૧) વાસંળી (ર) તબલા (3) હાર્મોનિયમ ( હળવું )

(૨) આ સ્પર્ધા અંગેની વીડિયો કલીપ તા. ૧૫/૦૯/૨૦૨૧ સુધી બપોરે  પોતાના જિલ્લામાં આવેલ જિલ્લા રમતગમત કચેરીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીમાં મોકલવાની રહેશે.

રાજ્યકક્ષાની વાદન સ્પર્ધા

તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ અને સ્થળ

(૧) વાંસળી – જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી , મહેસાણા

(ર) તબલા – જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી , વડોદરા

 (૩) હાર્મોનિયમ ( હળવું ) – જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી , રાજકોટ

આ અંગેની વધુ માહિતી મેળવવા માટે નીચે ક્લિક કરો.

ગાયન વાદન સ્પર્ધા – 2021

ગાયન સ્પર્ધાનું ફોર્મ અને તેના નિયમો.2021(1)

Plz share this post

Leave a Reply