રાજયની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ ક૨તાં વિદ્યાર્થીઓ માટે “શાળા પરિવહન યોજના – Shala Parivahan Yojana”.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબત સુનિશ્ચિત ક૨વાની ભલામણો કરેલ છે. સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ ક૨તા વિદ્યાર્થીઓ સરળતાપૂર્વક સુરક્ષિત રીતે શાળા સુધી આવાગમન કરી શકે તે માટે વિવિધ વિકલ્પો મળી રહે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોમાં શાળા સુધીની મુસાફરી ક૨વા માટે વિદ્યાર્થી કન્સેશન પાસની સુવિધા આપવામાં આવે છે.
વધુમાં, સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ ક૨તા વિદ્યાર્થીઓને તેમના રહેણાંકથી શાળા સુધીના અંતરના નિયમો મુજબ શાળા પરિવહનની સુવિધા નિયત સંખ્યાની મર્યાદામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે યોજનાઓનો વ્યાપ વધારી સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ ક૨તા વિદ્યાર્થીઓ ધોરણ – ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી શાળા સુધી આવાગમન માટે પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરાવવા “શાળા પરિવહન યોજના – Shala Parivahan Yojana” અમલમાં મુકવામાં આવે છે.
♦ યોજનાનું નામ ♦
રાજ્યની શિક્ષણ વિભાગ હેઠળની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ ક૨તા વિદ્યાર્થીઓને પરિવહન પૂરું પાડવા માટેની યોજનાનું નામ “શાળા પરિવહન યોજના – Shala Parivahan Yojana” રહેશે.
♦ શાળા પરિવહન મેળવવાની પાત્રતા ♦
વિદ્યાર્થીના ૨હેણાંકથી સરકારી અથવા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા 05 કિલોમીટરની ત્રિજ્યાથી દૂર હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
♦ નાણાકીય જોગવાઈ ♦
સમગ્ર શિક્ષા ફ્રેમ વર્કના ઈમ્પલીમેન્ટેશનના ક્લોઝ નં. 2.5.2 અને 2.5.9 મુજબ Distance Terrain, type of Transport Facility ને ધ્યાને લઇ, actual cost આધરે બાળક દીઠ મહત્તમ રૂ. 600.00 પ્રતિ માસ લેખે વાર્ષિક રૂ.6000.00 ની મર્યાદામાં પરિવહન ખર્ચ કરવા આથી ઠ૨ાવવામાં આવે છે.
♦ શરતો ♦
i. આ યોજનાનો અમલ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ- સમગ્ર શિક્ષા -નોડલ એજન્સી મારફતે ક૨વાનો રહેશે.
ii.આ યોજનાનો લાભ લેતાં વિદ્યાર્થીઓનું કેન્દ્ર સરકાર અને રાજય સ૨કા૨ની સમાન પ્રકારની અન્ય યોજનામાં ડુપ્લીકેશન ન થાય તે નોડલ એજન્સીએ જોવાનું રહેશે.
iii. વિદ્યાર્થીના રહેઠાણની 05 કિમીથી વધુ અંતરે આવેલ સૌથી નજીકની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ ઉપલબ્ધ હોય અને તેવી શાળામાં પ્રવેશ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
♦ અન્ય બાબતો ♦
• આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2024-25 થી કરવાનું રહેશે.
♦ આ પણ વાંચો ♦
વિદ્યાદીપ વીમા યોજના Vidyadip Vima Yojna