ધો.9 ગુજરાતી પ્ર – 13 રસ્તો કરી જવાના

ધોરણ 9 ગુજરાતીમાં પ્રકરણ – 13 રસ્તો કરી જવાના (std 9 gujarati ch13) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 13 રસ્તો કરી જવાના

લેખકનુ નામ :-  અમૃત ‘ઘાયલ’

સાહિત્ય પ્રકાર :- ગઝલ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના! એટલે …

(A) જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે. (B) જગતના લોકોનો સાથ છોડી જવાના (C) દુનિયાના લોકો દિલ વગરના છે. (D) દિલને ચારેય છેડેથી માપવાની વાત છે.

ઉત્તર:- (A) જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે.

(2) કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઇચ્છે છે?

(A) એક નાનકડા બિંદુમાં ડૂબીને (B) વિશાળ સમુદ્રમાં ડૂબીને (C) બીજાની મસ્તીમાં ભળીને (D) પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને

ઉત્તર:- (D) પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને

(3) કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે?

(A) ડૉક્ટર લખી આપે તે (B) કવિ દવા જ લેતા નથી. (C) કવિનું આત્મબળ (D) કવિ દુઃખી જ નથી

ઉત્તર:- (C) કવિનું આત્મબળ

(4) કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે?

(A) જીવનને (B) કાળને (C) ભગવાનને (D) ભક્તને

ઉત્તર:- (B) કાળને

2. નીચેના પ્રશ્નનો બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો.

(1) અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે?

ઉત્તર:- અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય, તોપણ વિચારરૂપી પ્રકાશનાં અજવાળા ફેલાવીશું. જેથી એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય છે.

3. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં ઉત્તર લખો.

(1) આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો.

ઉત્તર : ‘રસ્તો કરી જવાના’ ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારીભર્યું છે! ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મુંઝાઈને શા માટે મરી જવું? એનો કોઈ ને કોઈ ઉકેલ મળી જ જશે, એવો વિશ્વાસ રાખવો. હંમેશાં મસ્તીમાં જીવવાનું. થોડાંઘણાં સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનો. કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું? આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું. કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે. જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે અર્થાત્ જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું. દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે. જીવનના દરેક જખમને અમી નજરથી રુઝાવી દઈશું. આપણે સ્વયંપ્રકાશ છીએ! આપણે એવો દીપક નથી કે કોઈ બુઝાવે ને એ બુઝાઈ જાય. હે કાળ, અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તે કરી લે! ઈશ્વર જેવો અમારો ધણી છે. અમે એમ કાંઈ થોડા મરી જવાના છીએ!

(2) કવિ દિલમાં શું ભરી જવા ઇચ્છે છે?

ઉત્તર : કવિ ખાલી હાથે મરી જવા માગતા નથી. દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત્ દિલ ભર્યુંભાદર્યું રાખવા ઇચ્છે છે.

4. નીચેની કાવ્યપંક્તિ સમજાવો.

રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના,

થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના!

ઉત્તર : જીવનમાં ઘણી વાર મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન જડે. કોઈ ઉકેલ ન મળે તો એનાથી મુંઝાઈને મનથી અમે થોડા મરી જવાના! એટલે કે અમે કદી નાસીપાસ નહિ થઈએ. અમે કોઈ ને કોઈ રીતે રસ્તો ચોક્કસ શોધી કાઢીશું.


♦ વ્યાકરણ વિભાગ ♦

♦ સમાનાર્થી / શબ્દાર્થ ♦

નિજ – પોતે

સિન્ધુ – સમુદ્ર

સમો – જેવો 

જખમ – ઘાવ

♦ વિરુદ્ધાર્થી ♦

વિરામ x  અવિરામ

વિકાસ x વિનાશ

ખીલવું x કરમાવું

પ્રકાશ x અંધકાર

ભય x અભય

♦ તળપદા શબ્દો ♦

ખોળિયું – શરીર

જડે – મળે

 

Plz share this post

Leave a Reply