ધોરણ 9 ગુજરાતી પ્ર – 14 વાડી પરનાં વહાલાં

ધોરણ 9 ગુજરાતીમાં પ્રકરણ – 14 વાડી પરનાં વહાલાં (std 9 gujarati ch14) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 14 વાડી પરનાં વહાલાં

લેખકનુ નામ :- ઇસ્માઇલભાઇ નાગોરી

સાહિત્ય પ્રકાર :- લલિતનિબંધ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

(1) બાળકોની નજરમાં શું આવી જાય છે?

(A) ઢેલે કેટલાં ઈંડાં મૂક્યો છે તે (B) બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે તે (C) કાકીડાએ કેવા રંગો ધારણ કર્યા છે તે (D) ઉપરના (A),(B),(C) ત્રણેય

ઉત્તર:- (D) ઉપરના (A),(B),(C) ત્રણેય

(2) જંતુ – જગતનાં દર્શન માટે કર્યો સમય વધારે યોગ્ય છે?

(A) બપોરનો (B) બપોર પછીનો (C) દિવસના કોલાહલનો (D) રાતનો શાંત નીરવ સમય

ઉત્તર:- (D) રાતનો શાંત નીરવ સમય

(3) કુદરતના કારવાન – કાફલાને વાડી શું આપે છે?

(A) આશ્રય અને આવાસ (B) આકાર અને આહલાદ (C) વાડી કશું જ આપતી નથી (D) A અને B બંને

ઉત્તર:- (D) A અને B બંને

(4) વાડીમાં ક્યારેક ક્યારેક કયાં પ્રાણીઓનાં દર્શન થઈ જાય છે?

(A) શેઢાડી ને શેળાના (B) ઘોરખોદિયાં ને ભૂંડડાંનાં (C) દીપડા ને સિંહનાં (D) વણિયલ ને જબાદિયાના

ઉત્તર:- (C) દીપડા ને સિંહનાં

2. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો.

(1) ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે ?

ઉત્તર : ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો, ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે. મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે. રાત્રે ભજનો થાય છે, ઠાકોરજીને ઠાકોરથાળી – નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે અને દાંડિયા – રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહઆનંદ મેળવે છે.

(2) ઝડપથી પતાવવાનાં કેવાં કેવાં કામ માટે, લોકો એકબીજાને ત્યાં જાય છે?

ઉત્તર : વંઝી બાંધવી, નળિયાં ચડાવવાં, ઘઉંના પાળા બાંધવા જેવાં કામો તથા કોઈ વાર સાંતીનું કામ, ઝાઝા હાથની જરૂર પડે તેવાં કામ તાત્કાલિક ને ઝડપથી પતાવવાનાં હોય છે. એ કામો કરવાં માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદકિલ્લોલ કરતાં રહે છે.

૩.નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં ઉત્તર લખો :

( 1 ) વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો.

ઉત્તર : વાડીમાં રહેતાં લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે.વાડીમાં ‘ડાયરા’ જામે અને ” થાય. ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય. આજુબાજુની વાડીના અને અડોશપડોશના મિત્રો ભેગા થાય. જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય. જર્જરિત લાકડાંની અને આછીપાંખી કાથીની ખાટલીઓ પર માનવંતા મહેમાનોને બેસાડવામાં આવે. સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે અને સળી પેટાવી તાપણું કરે. એમાં ભુટ્ટા શેકાય. એ પછી પીળા અને પોણા કાળા ભુટ્ટા સૌને ખાવા માટે વહેંચે. પોંકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક – એક દાણા ખાતા જાય. આ જલસો તો રાત્રે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલુ રહે. ઉપરાંત ચણા, પપૈયાં, જામફળની પણ પાર્ટીઓ યોજાય. ભલે એ નાની ને ખાનગી હોય! આમ, વાડીમાં લોકો કામની સાથે ખાવાપીવાનો આનંદ પણ લે છે.

( 2 ) “વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલાં જગત હોય છે!” – આ વાક્યની પાઠના આધારે ચર્ચા કરો.

ઉત્તર : વાડી એટલે જાણે નાના – મોટા જીવોનું સંગ્રહસ્થાન! ત્યાં ઊધઈએ કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે. કાચીંડાની લડાઈ ને સાપનાં યુદ્ધો, ધોયરાનું વિચિત્ર ગાન, મંકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા અને ગોકળગાયના ભપકા દેખાય. વળી યાદ રહી જાય એ રીતે વીંછી ડંખ પણ મારે. વાડીમાં સાપ – નોળિયા અને કાળોતરા – બિલાડાનાં જીવનમરણના સંગ્રામ ચાલતા હોય. લલેડાં પોતાની ચાંચથી હાથમાંનાં કણાં ખાતાં હોય અને દેડકાં અળસિયાંનો ગોળો કરી આરોગતાં હોય. નાનાં સસલાંને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય. કાગડાઓની વચ્ચેથી પોતાનો મારગ કાઢતાં ઘુવડ, શેરડીનાં શોખીન શિયાળ, ઈંડાં શોધતાં ખેરખટ્ટા, મરઘીનાં બચ્ચાંને ચોરીને પોતાના દરમાં લઈ જતાં ઉંદરો, પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા, પાકને બગાડતી ઇયળો સાફ કરતાં પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતાં રાની માંજરો પણ વાડીમાં રહેતાં હોય છે. રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમરાં સુધીનાં અવાજ સંભળાય. શેઢાડી, શેળા, વિણયલ, જબોદિયાં, ઘોરખોદિયાં, ભૂંડ, હરણાં, રોઝડાં તો ક્યારેક દીપડા ને સિંહ પણ જોવા મળે. આમ, “વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલાં જગત હોય છે!” એની પ્રતીતિ આવાં અનેક જીવજંતુ અને પશુ – પક્ષીઓ કરાવે છે.


♦ વ્યાકરણ વિભાગ ♦

♦ સમાનાર્થી / શબ્દાર્થ ♦

કાફલો – સંઘ ,ગતિ કરતો સમૂહ ,

ચિરસ્મરણીય – હંમેશાં યાદ રહે તેવું ;

સંગ્રામ – યુદ્ધ ;

રંજાડવું – હેરાન કરવું ;

પદાર્થપાઠ – પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ ;

આવાસ – રહેઠાળ ;

ટિખળ – મજાક ;

આહ્લાદ – આનંદ , હર્ષ ;

સાંતી – હળ ;

વંઝી બાંધવી – ખપટિયાં બાંધવા ;

વણિયલ – બિલાડી જેવું પ્રાણી

♦ વિરુદ્ધાર્થી ♦

લીલી x સૂકી ;

ભપકો x સાદગી ;

અંકુશ x નિરંકુશ ;

પ્રત્યક્ષ x પરોક્ષ ;

કોલાહલ x નીરવ

♦ તળપદા શબ્દો ♦

બચલાં – બચ્ચાં ;

કાળોતરો – ફણીધર નાગ ;

માંજર – બિલાડો ;

ઢાલ – સામસામે મદદ કરવાની રીત ;

સાંઠીકડું – સાંઠીનો નાનકડો કકડો ;

કામની દોઢ – ખૂબ ઝાઝું કામ

 

Plz share this post

Leave a Reply