Vikram Sarabhai Protsahan Yojana

Vikram Sarabhai Protsahan Yojana

પીઆરએલ (ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા) શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે.Vikram Sarabhai Protsahan Yojana

અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

પીઆરએલ આવી સામાજિક સમસ્યાઓથી વાકેફ છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, અમે અમારા આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં દસ શિષ્યવૃત્તિઓની સ્થાપના કરતા હર્ષ અનુભવીએ છીએ. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે.

આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના Vikram Sarabhai Protsahan Yojana (વિકાસ શિષ્યવૃત્તિ) છે.

શિષ્યવૃત્તિ ચયન કસોટી:

શિષ્યવૃત્તિ માટે સ્ક્રીનીંગ કસોટી Sunday, 22nd January 2023 રવિવાર ના રોજ યોજવામાં આવશે.

શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓ:

વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.

દર વર્ષે કુલ દસ (10) શિષ્યવૃત્તિ આપવામાં આવશે. 10 માંથી, ઓછામાં ઓછી 5 શિષ્યવૃત્તિઓ કન્યોઓને આપવામાં આવશે.

અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે.

[ માત્ર વર્ષ 2022-23 માટે, હાલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા અને આગામી વર્ષે વિજ્ઞાન પ્રવાહ લેવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓ માટે વધારાની 10 શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે. જો પસંદગી થાય તો આ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન ₹30,000/- અને ધોરણ 12 દરમિયાન ₹30,000/- હશે. ]

પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે.

[ ધોરણ 9 માં ₹20,000/-, ધોરણ 10 માં ₹20,000/- અને જો વિદ્યાર્થી ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ 11 માં ₹30,000/- અને ધોરણ 12 માં ₹30,000/-. ]

પાત્રતા, નિયમો અને શરતો:

અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હોવો જોઈએ.

[માત્ર વર્ષ માટે 2022-23 ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે.]

વિકાસ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પસંદગી ધોરણ 7 માં મેળવેલ ગુણ, તેમની આર્થિક સ્થિતિ અને સ્ક્રિનિંગ કસોટી, જે પીઆરએલ દ્વારા લેવામાં આવસે, તેમાં મેળવેલ ગુણ પર આધારિત રહેશે.

[ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ધોરણ 9(નવ) માં મેળવેલ ગુણને ધ્યાનમાં લેવામાં આવશે. બાકીની પસંદગી પ્રક્રિયા એક સમાન રહેશે.]

અરજી પ્રક્રિયા:

અરજદારે PRL VIKAS શિષ્યવૃત્તિની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી કરવાની રહેશે.

નોંધણી પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીને નીચેના દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે::

વિદ્યાર્થીનો ફોટો

આવકનો પુરાવો:

આવક પ્રમાણપત્ર (તહસીલદાર/મહેસુલ અધિકારી (મામલતદાર)/એસડીએમ/તાલુકા મેજિસ્ટ્રેટ/કલેકટર/ડીએમ/એડીએમ/કોઈપણ સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ. પ્રમાણપત્રમાં કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.

શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર

જો પ્રમાણપત્રમાં શાળાનું સરનામું અને શિક્ષણ બોર્ડ સાથે શાળાની નોંધણીની વિગતો શામેલ ના હોય, તો અરજદારે આ વિગતોનો ઉલ્લેખ કરતા શાળાના વડાનું પ્રમાણ-પત્ર પણ રજૂ કરવું જોઈશે.

જે શાળાના એક કરતાં વધારે કેમ્પસ હોય, તો પ્રમાણપત્ર અથવા આવેદન-પત્રમાં અરજદાર જ્યાં અભ્યાસ કરે છે તે કેમ્પસનું સરનામું પણ હોવું જોઈએ.

ધોરણ 7 ની માર્કશીટ [સ્કોલરશીપ માટે અરજી કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ 9 ની માર્કશીટ.]

મહત્વ ની તારીખો

રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ Friday, 20th January 2023 11:59:59 PM

ચયન પરીક્ષા Sunday, 22nd January 2023

સ્ક્રીનીંગ પરીક્ષા વિશે માહિતી

સ્ક્રિનીંગ પરીક્ષા તા. Sunday, 22nd January 2023 ના રોજ તમામ કેન્દ્રો ખાતે યોજવામાં આવશે. સ્ક્રિનિંગ કસોટી નો સમય રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓને યોગ્ય સમયે જણાવવામાં આવશે. સ્ક્રિનીંગ પરીક્ષા ની અવધિ એક કલાક ની રહેશે.

સ્ક્રિનીંગ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના સંબધિત પરીક્ષા કેન્દ્ર ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે.

પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ એડમિટ સ્લીપ અને તેમનું ઓળખપત્ર લાવવાનું રહેશે.

પ્રશ્નપત્રમાં મૂળભૂત જ્ઞાન અને યોગ્યતાની ચકાસણી કરતા બહુવિકલ્પ પ્રશ્નો હશે.

પ્રશ્નપત્ર ઈંગ્લીશ, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં રહેશે અને ઉત્તરપત્ર (OMR sheet) ફકત ઇંગ્લિશ ભાષામાં જ રહેશે.

દરેક સાચા જવાબના +3 અને ખોટા જવાબના -1 ગુણ આપવામાં આવશે. અનુત્તરિત પ્રશ્નો ને કોઈ ગુણ આપવામાં આવશે.

રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

CLICK HERE FOR REGISTRATION

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો.

CLICK HERE FOR MORE INFORMATION

 

Plz share this post

One Reply to “Vikram Sarabhai Protsahan Yojana”

Leave a Reply