ધોરણ 9 ગુજરાતી પ્ર – 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત

std 9 gujarati ch2

ધોરણ 9 ગુજરાતીમાં પ્રકરણ – 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત (std 9 gujarati ch2) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત

લેખકનુ નામ :- ગાંધીજી

સાહિત્યપ્રકાર :- આત્મકથા – અંશ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઊપડતી નથી, કારણ કે …

(A) પિતાજી મારશે તેવો ડર હતો.

(B) પોલીસ પકડવા આવશે તેવો ભય હતો.

(C) પિતાજી દુ:ખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે.

(D) ગાંધીજી ભૂલ સ્વીકારવા માગતા ન હતા.

ઉત્તર:-

(C) પિતાજી દુ:ખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે.

(2) સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ?

(A) કરજ ભરાતા મન શાંત થયું.

(B) ઘરમાંથી સોનું ગયાનો અફસોસ થયો.

(C) ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી.

(D) ભાઈ પ્રત્યે લાગણી જન્મી.

ઉત્તર:-

(C) ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી.

(3) ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ?

(A) કોઈનેય વાત ન કરવી

(B) જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ.

(C) ખોટા રસ્તે જવું

(D) ખોટું કાર્ય વારંવાર ન કરવું.

ઉત્તર:-

(B) જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ.

(4) બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી?

(A) ધુમાડો કાઢવાની

(B) નોકરના પૈસા ચોરવાની

(C) વડીલોના દેખતાં બીડી પીવાની

(D) ધતૂરાના ડોડવા ખાવાની

ઉત્તર:-

(B) નોકરના પૈસા ચોરવાની

2. નીચેના પ્રશ્નનો બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો.

(1) ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું?

ઉત્તર :-ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાત્તાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી.

3. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં ઉત્તર લખો.

(1) પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો.

ઉત્તર :-‘ચોરી અને પ્રાયશ્ચિત્ત’ પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભિકતા અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ લાગી. એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે. એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કાંઈ થઈ શકે તેમ નહોતું. એના કારણે તેમને આપઘાત કરવાની ઇચ્છા થઈ. પણ આપઘાત કરવો સહેલો નથી એની પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો.

તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી. એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો. એ એમની પ્રાયશ્ચિત્ત કરવાની ઇચ્છા દર્શાવે છે. આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના તથા દોષોનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભિકતા અને પ્રામાણિકતા સૂચવે છે.

(2) ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો.

ઉત્તર :-ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઇચ્છા થઈ. એ પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું. આ ત્રણ ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે. આપઘાત કરવા માટે ઝેર જોઈએ. ઝેર કોણ લાવી આપે? ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો? મરીને શો લાભ? આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે. અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવા નિર્ણય પર ગાંધીજી આવે છે.

આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની. એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂક્વવામાં તેઓ ભાઈને સાથ આપ્યો. એ વાત પણ એમને ખટકી. પિતાજી પાસે કબૂલ કરવા જતાં પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તો? એવા વિચારો મનમાં ઊઠ્યા, પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહિ થાય એવો નિર્ણય કર્યો. આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના તથા પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે.


♦ વ્યાકરણ વિભાગ ♦

સમાનાર્થી / શબ્દાર્થ

બીડીનાં ઠૂંઠાં – પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ ;

ધતૂરાના ડોડવા – ધતૂરાનાં ઝીંડવાં ;

કરજ – દેવું ;

તાડન – મારવું તે ;

અસહ્ય – સહી ન શકાય તેવું

વિરુદ્ધાર્થી

સ્વાધીનતા x પરાધીનતા ;

આજ્ઞા x અવજ્ઞા ;

ઝેર x અમૃત ;

સંધ્યા x ઉષા ;

હાનિ x લાભ ;

સ્મરણ x વિસ્મરણ ;

શુદ્ધિ x અશુદ્ધિ

તળપદા શબ્દો

દોકડો – જૂના ચલણ અનુસાર એક પૈસો

રૂઢિપ્રયોગ

જીભ ન ઊપડવી – બોલવાની હિંમત ના હોવી


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધોરણ 9 ગુજરાતી પ્ર – 1 સાંજ સમે શામળિયો

ધોરણ 9 ગુજરાતી પ્ર – 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત

ધોરણ 9 ગુજરાતી પ્ર – 3 પછી શામળિયોજી બોલિયા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 4 ગોપાળબાપા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 5 ગુર્જરીના ગૃહ કુંજે

ધોરણ 9 ગુજરાતી પ્ર – 6 લોહીની સગાઈ


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

Std-9 Gujarati Ch-1 Sanj Same Shamaliyo :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 2 ચોરી અને પ્રાયશ્ચિત :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 3 પછે શામળિયોજી બોલિયા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 4 ગોપાળબાપા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 5 ગુર્જરીના ગૃહ કુંજે :- MCQ

 


STD 9 QUESTIONS PAPER GUJARATI MEDIUM

ધો.9 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પાઠ્યપુસ્તકો , પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં

 

Plz share this post

Leave a Reply