બોર્ડની આદર્શ ઉત્તરવહીઓ Model Answer Sheet ધો.10, ધો.12 સા.પ્ર.અને વિ.પ્ર.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10, ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ ના તમામ વિષયોના આદર્શ ઉત્તરવહીઓ Model Answer Sheet પ્રકાશિત કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવવા માટે આ ઉત્તરવહીઓ પ્રમાણે લખવાનો મહાવરો કરવો જોઈએ. વિદ્યાર્થીઓએ એક વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે પરીક્ષાખંડમાં, મર્યાદિત સમયમાં એણે પ્રશ્નોના ઉત્તર લખવાના હોય છે. એ પ્રશ્નોના ઉત્તર સારી રીતે ત્યારે જ લખી શકે, જો એણે શરૂઆતથી જ લખવાની ટેવ પાડી હશે. લખવાની ટેવ હોવાને કારણે એ વિષય અંગેની પોતાની જાણકારી અને પ્રશ્ન વાંચ્યા પછી મનમાં આવતા વિચારોને સારી રીતે અને ઝડપથી રજૂ કરી શકશે.

સામાન્યપણે એવું જોવા મળે છે કે દરેક વિષયની તૈયારી સારી કરી હોય છતાં પરીક્ષાર્થી પ્રશ્નોના ઉત્તર વ્યવસ્થિતપણે લખી શકતા નથી અને પરીક્ષાનું પરિણામ અપેક્ષાને અનુરૂપ આવતું નથી. એનું એક જ કારણ છે અને તે એ કે પરીક્ષાર્થીએ શરૂઆતથી જ લખવાની ટેવ પાડી નથી.

સત્ય હકીકત એ છે કે સતત લખતા રહેવાની ટેવને કારણે પરીક્ષાખંડમાં વિદ્યાર્થીનો હાથ અને મગજ બંને એકસાથે અને ઝડપથી લેખનકાર્ય કરી શકે છે. ફક્ત વાંંચવામાં કે ગોખવામાં તમારાં શક્તિ અને સમય ન વેેડફો. લખવાની ટેવ પાડો. એનાથી તમે તમારાં પ્રશ્નપત્રોને પૂરો ન્યાય આપી શકશો અને તમને તમારી પરીક્ષાનું પરિણામ સંતોષજનક લાગશે.

યાદ રાખો ઃ એક વારનું લેખન એ ત્રણ વારના વાંચન બરાબર છે. પાઠ્ય પુસ્તકોનું સઘન વાંચન કરી પ્રશ્નપત્રોના ઉત્તરો લખવાનો મહાવરો  કેળવો અને પછી જુઓ લખવાના મહાવરાનો અદ્દભુત ચમત્કાર!

ધો.10 ના તમામ વિષયોની આદર્શ ઉત્તરવહીઓ મેળવવા માટે નીચે ક્લીક કરો.

ધો.12 સામાન્ય પ્રવાહના તમામ વિષયોની આદર્શ ઉત્તરવહીઓ મેળવવા માટે નીચે ક્લીક કરો.

ધો.12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોની આદર્શ ઉત્તરવહીઓ મેળવવા માટે નીચે ક્લીક કરો.

Plz share this post

Leave a Reply