One Liner Questions – Mahatma Gandhiji

One Liner Questions - Mahatma Gandhiji

One Liner Questions – Mahatma Gandhiji

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhiji)એ ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આઝાદ ભારતના નાગરિકો તરીકે, તમારા બાળકોને તેમના જીવન વિશે અને બ્રિટિશ શાસનથી આઝાદી મેળવવામાં મદદ કરવા માટે તેમણે કરેલા સંઘર્ષ વિશે જાણવું જોઈએ.

આ 2 ઓક્ટોબરે, તમારા બાળકો માટે ઘરે મહાત્મા ગાંધી ક્વિઝનું આયોજન કરો. મહાત્મા ગાંધીને લગતા આ ક્વિઝ પ્રશ્નોનો ઉપયોગ કરો અને ક્વિઝ કરવાની મજા માણો!

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વન લાઇનર પ્રશ્નોના જવાબો (One Liner Questions – Mahatma Gandhiji) મુકવામા આવ્યા છે. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

 

One Liner Questions – Mahatma Gandhiji

1. ગાંધીજીનું પૂરું નામ શું હતું ?

જ. મોહનદાસ કરમચંદ ગાંધી

2 . ગાંધીજીના પિતાનું નામ શું હતું ?

જ. કરમચંદ ગાંધી

3 . ગાંધીજીની માતાનું નામ શું હતું ?

જ. પૂતળીબાઈ

4. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?

જ. 2 ઓકટોબર , 1869

5. ગાંધીજીનો જન્મ કયા સ્થળે થયો હતો ?

જ. પોરબંદર

6. ગાંધીજીના જન્મસ્થળનું શહેર બીજા કયા નામે ઓળખાય છે ?

જ. સુદામાપુરી

7. ગાંધીજીના પત્નીનું નામ શું હતું ?

જ. કસ્તુરબા

8. ગાંધીજીએ કસ્તુરબા સાથે લગ્ન ક્યારે કર્યા હતા ?

જ. ઈ.સ.1883

9. ગાંધીજીના પિતા અન્ય કયા નામે ઓળખાતા ?

જ. કબા ગાંધી

10. ગાંધીજીએ મૅટ્રિકની પરીક્ષા કઈ હાઈસ્કૂલમાંથી પાસ કરી હતી ?

જ. સર આલ્ફેડ હાઇસ્કુલ , રાજકોટ

11. કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે ?

જ. રાજકોટ

12. ગાંધીજી કઈ સાલમાં આફ્રિકા ગયા હતા ?

જ. ઈ. સ. 1893

13. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયા સ્થળે આશ્રમની સ્થાપના કરી હતી ?

જ. ફિનીકસ

14. ગાંધીજી યુવાવસ્થાએ દક્ષિણ આફ્રિકામાં કઈ કંપનીનો કેસ લડવા ગયા હતા ?

જ. દાદા અબ્દુલ્લા એન્ડ કંપની

15. ગાંધીજી પાસે ફર્સ્ટ ક્લાસની રેલવેની ટિકિટ હોવા  છતાં બિનગોરા હોવાના કારણે ક્યા રેલવે સ્ટેશન ઉપર તેમને ઉતારી મૂકવામાં આવેલા ?

જ. પીટર મારિત્ઝબર્ગ

16. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલ આશ્રમનું નામ જણાવો .

જ. ટોલસ્ટોય ફાર્મ

17. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા ?

જ. ઈ. સ. 1915

18. ગાંધીજીએ કયા સ્થળે સર્વપ્રથમ સત્યાગ્રહ કર્યો હતો ?

જ. દક્ષિણ આફ્રિકામાં

19. ગાંધીજીને મહાત્માની પદવી કોણે આપી ?

જ. રવિન્દ્રનાથ ટાગોર

20. મહાત્મા ગાંધીજીને  “રાષ્ટ્રપિતા” કહેનાર પ્રથમ કોણ હતું ?

જ. સુભાષચંદ્ર બોઝ

 

One Liner Questions – Mahatma Gandhiji

21. ગાંધીજીના ધાર્મિક ગુરુ કોણ હતા ?

જ. શ્રીમદ્ રામચંદ્ર

22. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?

જ. ગોપાલકૃષ્ણ ગોખલે

23. ગાંધીજી કયા લેખકને પોતાના ગુરુ માનતા હતા ?

જ. લિયો ટોલ્સટોય

24. મહાત્મા ગાંધીજીનું પ્રેરણાદાયી પુસ્તક કયું હતું ?

જ. અન ટુ ધી લાસ્ટ

25. ગાંધીજીએ ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ કોને આપ્યું હતું ?

જ. ઝવેરચંદ મેઘાણી

26. ગાંધીજીએ કયું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?

જ. યંગ ઇન્ડિયા

27. ગાંધીજીની આત્મકથા કયા નામે પ્રસિદ્ધ છે ?

જ. સત્યના પ્રયોગો

28. ગાંધીજીએ કહ્યું સામયિક શરૂ કર્યું હતું ?

જ. હરિજન બંધુ

29. હરિજન આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો.

જ. હૃદય કુંજ

30. ગાંધીજી કોને ‘ચરોતરનું મોતી’ કહેતા હતા ?

જ. મોતીભાઈ અમીન

31. પોરબંદરમાં આવેલ ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે?.

જ. કીર્તિ મંદિર

32. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?

જ. મહાદેવભાઈ દેસાઈ

33. ગાંધીજીને ‘બાપુ’નું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું ?

જ. ચંપારણ સત્યાગ્રહ

34. ગાંધીજીના જીવન, કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલાં સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી ?

જ. ગાંધી દર્શન ટ્રેન

35. મહાત્મા ગાંધીજીને સત્યવ્રતધારક બનવા કયા નાટકે પ્રેરણા પૂરી પાડી હતી ?

જ. સત્યવાદી રાજા હરિશચંદ્ર

36. વર્ષ 2000 માં કરવામાં આવેલી કેન્દ્ર સરકારની અંત્યોદય અન્ન યોજના કયા મહાપુરુષના ખ્યાલને સાર્થક કરે છે ?

જ. મહાત્મા ગાંધીજી

37. મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કયા નામે ઓળખાય છે ?

જ. રાજઘાટ

38. મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે ?

જ. યમુના

39. ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા હતા ?

જ. જમનાલાલ બજાજ

40. પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિમંદિર કોણે બંધાવ્યું ?

જ. નાનજી કાલિદાસ મહેતા

 

One Liner Questions – Mahatma Gandhiji

41. ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી ?

જ. પૂર્ણિમા બેન પકવાસા

42. ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી ?

જ. મદુરાઇ

43. બીજી ગોળમેજી પરિષદ દરમિયાન ગાંધીજીના સલાહકારની ભૂમિકા કોણે ભજવી હતી ?

જ. મદનમોહન માલવિયા

44. ‘ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી ’ નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે ?

જ. ડી. જી. બિરલા

45. ગાંધીજીને રાજકારણમાં પ્રવેશતા અગાઉ એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવાનું કઈ વિદેશી મહિલાએ સૂચવ્યું ?

જ. એની બેસન્ટ

46. દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી ?

જ. અબ્બાસ તૈયબજી

47. સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ‘ચક્ર’ રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું ?

જ. ગંગાબેન મજમુદાર

48. પટનામાં ગંગા નદી પર નિર્માણ પામેલો કયો બ્રિજ ભારતની નદી પર બનેલો સૌથી લાંબો બ્રિજ છે ?

જ. મહાત્મા ગાંધી સેતુ

49. ગાંધીજી કયા ગ્રંથને જીવનમા ઉતારીને તે પ્રમાણે જીવ્યા ?

જ. ગીતા

50. ગાંધીજી ક્યા દિવસે મૌનવ્રત રાખતા હતા ?

જ. સોમવાર

51. કોણ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર ગણાય છે ?

જ. વિનોબા ભાવે

52. ગાંધીજીએ ભાવનગરની કઈ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો ?

જ. શામળદાસ કોલેજ

53. ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા – કાચબી’નું પદ કોણે રચ્યું હતું ?

જ. કવિ ભોજા ભગત

54. મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘ હરિનો હંસલો ‘ના સર્જક કોણ હતા ?

જ. બાલમુકુન્દ દવે

55. ગાંધી જયંતિ વિશ્વભરમાં બીજા કયા નામે ઉજવાય છે ?

જ. વિશ્વ અહિંસાદિન

56. મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે ?

જ. મણીભવન

57. ગાંધીજીને ગોળી મારનાર વ્યક્તિનું નામ શું હતું ?

જ. નથુરામ ગોડસે

58. ગાંધીજીનું અવસાન ક્યારે થયું હતું ?

જ. 30 મી જાન્યુઆરી, 1948 દિલ્હી


“રાષ્ટ્રપિતા” મહાત્મા ગાંધીના જન્મદિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 2જી ઑક્ટોબરે ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે.

ચાલો આપણે મહાત્મા ગાંધી અને ગાંધી જયંતિ વિશેના કેટલાક રસપ્રદ પ્રશ્નો MAHATMA GANDHIJI QUIZ આપીને હલ કરીએ.


મહાત્મા ગાંધીજી વિશે વધુ જાણવા માટે અહી ક્લિક કરો.

Plz share this post

Leave a Reply