ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 11 શિકારીને (std 10 gujarati ch11) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.
પ્રકરણ – 11 શિકારીને
કવિનુ નામ :- કલાપી
કાવ્ય પ્રકાર :- ઊર્મિકાવ્ય
નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.
1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે?
(A) પંખીનો શિકાર કરવાનું (B) તીર ચલાવવાનું (C) માળો બનાવવાનું (D) પંખીના ગીતને સાંભળવાનુ
ઉત્તર :- (D) પંખીના ગીતને સાંભળવાનુ
(2) કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે?
(A) સંહાર કરવાનું રહેવા દે. (B) તું ક્રૂર બન. (C) તારે સુંદર બનવાની જરૂર નથી. (D) પ્રકૃતિનો તું નાશ કર.
ઉત્તર :- (A) સંહાર કરવાનું રહેવા દે.
2. નીચેના પ્રશ્નોના એક વાક્યોમાં ઉત્તર આપો.
(1) કવિની દૃષ્ટિએ પક્ષી કયા જોવા મળશે?
ઉત્તર :- કવિની દૃષ્ટિએ પક્ષી એનાં મધુર ગીતમાં જોવા મળશે.
(2) શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે?
ઉત્તર :- શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે.
3. નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.
(1) સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર : કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણીજગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્યદૃષ્ટિને આવરી લીધાં છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણાંમાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતાં પક્ષીઓનાં ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે.
(2) કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે?
ઉત્તર : કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેનાં મધુર ગીત (કલરવ) સાંભળવાનાં છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે, અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે.
4. નીચેના પ્રશ્નનો સાત આઠ લીટીમાં જવાબ આપો.
(1) કવિ શિકારીને કઈ શિખામણ આપે છે?
ઉત્તર : કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી. સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિતત્ત્વોનું સૌંદર્ય રહેલું છે. એમાં ફૂલો, ઝરણાં, વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય કશું નહિ મળે. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓનાં મધુરાં ગીતો સાંભળ. પક્ષી એ પ્રભુનું સર્જન છે, તું એનાં મધુરા ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા, દૃષ્ટિ કેવળ. પ્રયત્ન કર. સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો. સકળ વિશ્વમાં ચોમેર આર્દ્રતા વેરાયેલી છે, એમાં જ પરમતત્વ છે, પરમાત્મા છે. આપણે એને સાથ આપીએ, એમાં જ આપણું ભલુ છે.
5. નીચેની કાવ્યપંક્તિ સમજાવો.
“સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.”
ઉત્તર : સમગ્ર વિશ્વમાં ઠેરઠેર સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી, વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી. આપણે એને મનભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્યદષ્ટિ કેળવવી પડે, આપણે સ્વયં સુંદર બનવું પડે.
♦ વ્યાકરણ વિભાગ ♦
♦ સમાનાર્થી / શબ્દાર્થ ♦
સંહાર – નાશ, પ્રબળ, ઘાત ;
રૂડું – સારું, સુંદર ;
આર્દ્રતા – ભીનાશ, મૃદુતા, માયાપણું ;
લતા – વેલ, વેલી ;
ઘટવું – શોભવું ;
તહને – તને ;
સુણવું – સાંભળવું ;
♦ વિરુદ્ધાર્થી શબ્દો ♦
સંહાર × સર્જન ;
સ્થૂળ × સૂક્ષ્મ ;
કોમળ × કઠોર ;
આર્દ્ર x શુષ્ક