ધો.10 ગુજરાતી પ્ર – 15 બોલીએ ના કાંઇ

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 15 બોલીએ ના કાંઇ (std 10 gujarati ch15) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 15 બોલીએ ના કાંઇ

લેખકનુ નામ :- રાજેન્દ્ર શાહ

કાવ્ય પ્રકાર :-  ગીત

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) કવિ શું કરવાનું કહે છે?

(A) બોલવાની ના પાડે છે. (B) બોલવાનુ કહે છે. (C) મૂંગા રહેવાની ના પાડે છે. (D) બોલવુ પણ ધીમે ધીમે

ઉત્તર :- (A) બોલવાની ના પાડે છે.

(2) હ્રદય ખોલવુ એટલે શું?

(A) બીજાની વાત સાંભળવી (B) ઓપરેશન કરાવવું (C) કશું જ બોલવુ નહી (D) પોતાના દિલની વાત બીજાને કહેવી

ઉત્તર :- (D) પોતાના દિલની વાત બીજાને કહેવી

2. એક એક વાક્યમા ઉત્તર આપો.

(1) બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે?

ઉત્તર :- અન્યની વ્યથા જણવામાંથી

(2) વ્હેણના પાણીને કોણ ઝીલે છે?

ઉત્તર :- સાગર

3. નીચેના પ્રશ્નનો બે – ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.

(1) કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે?

ઉત્તર : કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એક્લા જ સહન કરવી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય, પણ બહારથી શીતળતા રાખવાની છે.

4. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં જવાબ આપો.

(1) ‘બોલીએ ના કાઈ ‘ કાવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે?

ઉત્તર : ‘બોલીએ ના કાંઈ’ કાવ્યમાં કવિ માણસને જીવનબોધ આપતાં કહે છે કે જીવનમાં દુ:ખ કે સંઘર્ષ તો આવવાનાં જ. એમને માણસે એકલા જ સહન કરવાં, કેમ કે સમાજમાં એવા લોકો હોય છે જેમને માણસની વ્યથા જાણવામાં જ રસ હોય છે. એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી. નિર્જન માર્ગ હોય કે સૂની સીમ હોય, પણ માણસે તો પોતાનું ગાન ગાતાં ચાલવાનું છે. ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય છે. તારામઢી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય, અર્થાત્ ગમે તેવી પરિસ્થિતિ હોય માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે. હૈયામાં દુઃખનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય પણ બહારથી તો શીતળતા જ રાખવાની હોય છે.

(2) કાવ્યપંક્તિ સમજાવો.

“પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ શીતલ રૂપ!”

ઉત્તર : આપણુ હૃદય દરેક પળે એકસરખી સ્થિતિમાં હોતું નથી. આપણે બળતરા, દાઝ, ગુસ્સો, ક્રોધ અનુભવીએ છીએ. કવિ કહે છે કે આપણે એ અનુભવના અગ્નિથી સતત દાઝતા હોઈએ તોપણ વિવેક અને સહનશીલતા કેળવીને એનો અણસાર સુદ્ધા કોઈને આવવા દેવો જોઈએ નહિ. ચંદન જેમ ઘસાય છે તેમ સુગંધ આપે છે. આપણે સહેજ પણ મગજ ગુમાવ્યા વિના આપણું કાર્ય કરતા રહેવાનું છે. આપણાં વાણી તેમજ વર્તન વિરોધાભાસી ન હોવાં જોઈએ. આપણા વર્તનમાં માત્ર ને માત્ર શીતળતા – પ્રેમની સરવાણી વહેવી જોઈએ.

Plz share this post

Leave a Reply