ધો.10 ગુજરાતી પ્ર – 16 ગતિભંગ

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 16 ગતિભંગ (std 10 gujarati ch16) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 16 ગતિભંગ

લેખકનુ નામ :- મોહનલાલ પટેલ

સાહિત્ય પ્રકાર :-  લઘુકથા

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ  કરો :

(1) ‘આપણી બબલીની જ પગલી જાણે!’ આ વાક્ય કોણે બોલે છે?

(A) સ્ટેશન માસ્તર (B) ડુંગર (C) ડુંગરની પત્ની (D) ડુંગરની મા

ઉત્તર :- (C) ડુંગરની પત્ની

(2) ડુંગર અને તેની વહુ ક્યા સ્ટેશને ગાડી પકડવા માગતાં હતાં?

(A) રાજપુર (B) વરતેજ (C) ધોરાજી (D) ગાંધીધામ

ઉત્તર :-  (A) રાજપુર

2. એક – એક વાક્યમાં ઉત્તર આપો.

(1) ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું?

ઉત્તર :-  મૃત બાળક

(2) ડુંગરે પોતાની નજર કયા સ્થિર કરી?

ઉત્તર :- ગગનના માર્ગ પર

3. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર આપો .

(1) ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે?

ઉત્તર : ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે તેણે જમીન પર એક ઘાટીલી પગલીની છાપ જોઈ. એ છાપ જાણે તેની મૃત બબલીની પગલીની જ હોય તેવી હતી. મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઊઠેલી તે અટકી ગઈ.

(2) “લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.” તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું?

ઉત્તર : ડુંગરની પત્ની મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ જતાં એની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ. ગાડી ચૂકી જવાશે એની ચિંતા ડુંગરને હતી. ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને પોતે બોલી ઊઠી : “લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.” પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય, એ માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે.

4. નીચેના પ્રશ્નનો સાત – આઠ લીટીમાં જવાબ આપો.

(1) પુત્રી ખોયાની માતા – પિતાની વેદના પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કર્યો.

ઉત્તર : રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની પત્ની ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યાં હતાં. ત્યાં અચાનક એ માર્ગે ડુંગરની પત્નીની ચાલવાની ગતિ થંભી ગઈ. તેનામાં આગળ ચાલવાની શક્તિ નહોતી. એ માર્ગે તે તેની મૃત બબલીની પગલીની છાપને વારંવાર શોધતી રહી. અંતે માતાને આંગળાંની બોર જેવી પોતાની બાળકીની પગલીની છાપ દેખાઈ અને તેને મૃત બબલી યાદ આવી ગઈ. ખેતરે જતાં અને આવતાં આગળ ને આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ હતી. આથી તે એક ડગલું પણ ચાલી શકતી નહોતી. આ જોઈને ડુંગર પહેલાં તો ગુસ્સે થાય છે, કેમ કે તેને થાય છે કે આમ ગતિ ધીમી પડી જશે તો ગાડી ચૂકી જવાશે. ‘ગાંડી, એવાં પગલાં તો ઘણાંય હોય.’ એમ કહીને ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અને તેને આગળ ચાલવા કહે છે, પણ તે ય પોતાની મૃત બાળકીની યાદમાં ઝૂરતી પત્નીને વધુ કંઈ કહી શક્યો નહિ. તેણે પોતાની નજર આકાશના કોઈ માર્ગ તરફ વાળી લીધી. પતિ – પત્ની બંને સ્થિર થઈ જાય છે. છેવટે પતિને જોઈ સાવધ બનેલી પત્નીએ કહ્યું : “લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.” આ શબ્દોમાં લેખકે વેગથી ચાલ્યા જતાં પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે.


♦ વ્યાકરણ વિભાગ ♦

♦ સમાનાર્થી / શબ્દાર્થ ♦

અણસાર – ઈશારો, સંકેત ;

આથમવું – અસ્ત પામવું, પડતી દશામાં આવવું ;

વેગ – ગતિ, ઝડપ ;

ભાવાર્દ્ર – ભાવવિભોર, ભાવથી માયાળુ ;

દશા – સ્થિતિ, હાલત ;

સાવધ – હોશિયાર, ખબરદાર ;

સ્મૃતિ – સંસ્મરણો, યાદગીરી ;

અડવડિયું – અડબડિયું , લથડિયું

♦ તળપદા શબ્દો ♦

હેંડો – ચાલો

♦ કહેવત ♦

નહીં ધરના કે નહીં ઘાટના – ન આ બાજુના કે ન તે બાજુના

Plz share this post

Leave a Reply