ધોરણ ૧૦ વિજ્ઞાન – ૧ ગુણના પ્રશ્નોના ઉત્તરો std-10-science-imp

ધોરણ ૧૦ વિજ્ઞાન (વિભાગ A)મા std-10-science-imp બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના ૧ ગુણના પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા છે.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

(1). નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે.?

2PbO(s)   +   C(s)    →     2Pb(s)   +   CO2(g)

(a) લેડ રિડક્શન પામે છે. (b) કાર્બન ડાયોકસાઇડ ઓક્સિડેશન પામે છે. (c) કાર્બન  ઓક્સિડેશન પામે છે. (d) લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે.

(i) (a) અને (b) (ii) (a) અને (c) (iii) (a) , (b)  અને (c) (iv) આપેલ તમામ

ઉત્તર : (i) (a) અને (b)

(2). Fe2O3   +   2Al    →    Al2O3   +   2Fe ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનુ ઉદાહરણ છે.?

        (a) સંંયોગીકરણ પ્રક્રિયા (b) દ્વિવિસ્થાપન પ્રક્રિયા  (c) વિઘટન પ્રક્રિયા  (d) વિસ્થાપન પ્રક્રિયા

ઉત્તર : (d) વિસ્થાપન પ્રક્રિયા

(3). આયર્નના ભુકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શુ થાય છે.? સાચો ઉત્તર લખો.

(a) હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ ઉદભવે છે. (b) ક્લોરિન વાયુ અને આયર્ન હાઇડ્રોકસાઇડ ઉદભવે છે. (c) કોઇ પ્રક્રિયા થતી નથી. (d) આયર્ન ક્ષાર અને પાણી બને છે.

ઉત્તર : (a) હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ ઉદભવે છે.

(4) મેગ્નેશિયમ  કેવા રંગની જ્યોતથી સળગે છે.?

(A) પીળી (B) લાલ (C) સફેદ (D) કાળી.

(5) આરસપહાણનું રાસાયણિક સૂત્ર ક્યું છે.?

(A) Mg(OH)2 (B) Ca(OH)2 (C) CaCO3 (D) Cao

(6) ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સીડેશન થતું અટકાવવા માટે બેગમાં કયો વાયુ ભારે છે.?

(A) ઓક્સિજન(B) નાઈટ્રોજન(C) હાઇડ્રોજન(D) ક્લોરિન

(7) કોપર સલ્ફેટના સ્ફટીકને પાણીમાં ઓગાળતાં દ્રાવણનો રંગ કેવો હશે? 

(A) લીલો (B) લાલ (C) ભૂરો (D) કથ્થાઇ

(8) એક કસનળીમાં ઝિંકના ટુકડા લઇ મંદ HCl ઉમેરતાં… 

(A) કોઇ ફેરફાર થશે નહિ.

(B) દ્રાવણનો રંગ પીળો થશે.

(C) તીવ્ર વાસવાળો વાયુ ઉત્પન્ન થશે. 

(D) ઝિંકના ટુકડાની સપાટી પર H2 વાયુના નાના પરપોટા દેખાશે.

(9) PbS ઓઝોન (O3) સાથે પ્રક્રિયા કરે ત્યારે PbSO4 બનાવે છે. સંતુલિત સમીકરણના આધારે  PbS ના એક અણુને સંતુલિત કરવા ઓઝોનના કેટલા અણુની જરૂર પડે?  

(A) 4 (B) 3 (C) 2 (D) 1

(10) રાસાયણિક રીતે કાટ એટલે …. 

(A) હાઇડ્રેટેડ ફેરસ ઓક્સાઈડ (B) હાઈડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ

(C) માત્ર ફેરિક ઓક્સાઇડ (D) ઉપરોક્ત પૈકી એકપણ નહિ 

(11) લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની પ્રક્રિયાએ ___ પ્રકારની પ્રક્રિયાનું  ઉદાહરણ છે. 

(A) દ્વી વિસ્થાપન  (B) વિસ્થાપન   (C) વિઘટન  (D) સંયોગીકરણ

(12) વનસ્પતિ દ્રવ્યમાંથી ખાતર બનવાની પ્રક્રિયાએ ______ પ્રક્રિયાનું ઉદાહરણ છે. 

(A) ઉષ્માશોષક  (B) ઉષ્માક્ષેપક  (C) ઓક્સિડેશન   (D) રિડકશન

(13) જે પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને કેવી પ્રક્રિયા કહે છે.?

(A) દ્વિ વિસ્થાપન (B) વિસ્થાપન   (C) વિઘટન  (D) સંયોગીકણ

પ્ર – 2 એસિડ,બેઇઝ અને ક્ષાર

( 1 ) એક દ્રાવણ લાલ લિટસમને ભૂરુ બનાવે છે. તેની pH લગભગ ………હશે.

(A) 1 (B) 4 (C) 5 (D) 10

ઉત્તર :- (D) 10

( 2 ) એક દ્રાવણ ઇંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચુનાના પાણીને દૂધિયુ બનાવે છે, તો દ્રાવણ ……..ધરાવે છે 

(A) NaCl (B) HCl (C) LiCl (D) KCl

ઉત્તર :- (B) HCl

( 3 ) 10 mL NaOHના દ્રાવણનું 8 mL આપેલ HClના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે.જો આપણે તે જ NaOH નું 20 mL દ્રાવણ લઇએ, તો તેને તટસ્થીકરણ કરવા માટે HClના દ્રાવણની જરૂરી માત્રા ……….  .

(A) 4 mL (B) 8 mL (C) 12 mL (D) 16 mL

ઉત્તર :- (D) 16 mL

( 4 ) અપચાના ઉપચાર માટે નીચેની પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે?

(A) એન્ટિબાયોટિક(પ્રતિજીવી) (B) એનાલ્જેસિક(વેદનાહર) (C) એન્ટાસિડ(પ્રતિએસિડ) (D) એન્ટિસેપ્ટિક(જીવાણુનાશી)

ઉત્તર :- (C) એન્ટાસિડ(પ્રતિએસિડ)

(5) એક જલીય દ્રાવણ લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે. નીચેનામાંથી કયા દ્રાવણની વધારે માત્રા ઉમેરવાથી આ ફેરફાર ઉલટાવી શકાય?  

ખાવાના સોડા

ચૂનો

એમોનિયમ હાઈડ્રોક્સાઈડ દ્રાવણ

હાઈડ્રોક્લોરિક એસિડ

ANS: (D) હાઈડ્રોક્લોરિક એસિડ

(6) નીચેનામાંથી કયો ક્ષાર સ્ફટિક જળ ધરાવતો નથી?  

સ્ફટિકમય કોપર સલ્ફેટ

ખાવાના સોડા

ધોવાના સોડા

જિપ્સમ 

ANS: (B) ખાવાના સોડા

(7) પાચન દરમિયાન ઉત્પન્ન થતા પાચકરસોની pH કેટલી હોય છે.  

(A) 7 કરતાં ઓછી

(B) 7 કરતાં વધારે

(C) 7 જેટલી

(D) 0 જેટલી 

ANS: (A) 7 કરતાં ઓછી

(8) દૃષ્ટિની અશક્તતા ધરાવતા વિદ્યાર્થી એસિડ-બેઇઝ સૂચક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકશે? 

લિટમસ

હળદર

વેનીલા અર્ક

પેટુનિયા પર્ણ  

ANS: (C) વેનીલા અર્ક

(9) નીચેનામાંથી કયો બેઇઝ નથી? 

NaOH

KOH

NH4OH

C2H5OH

ANS: (D) C2H5OH

(10) સોડિયમ કાર્બોનેટ એ બેઝિક ક્ષાર છે, કારણ કે તે …….. નો ક્ષાર છે.

પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝ

નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝ

પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ

નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝ

ANS: (D) નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝ

(11) કેલ્શિયમ ફોસ્ફેટ દાંતના બાહ્ય આવરણ (tooth enamel)માં હાજર છે. તેનો સ્વભાવ છે.

બેઝિક

એસિડિક

તટસ્ય

ઊભયગુણી

ANS: (A) બેઝિક

(12) એક માટીના નમૂનાને પાણી સાથે મિશ્ર કરી ઠરવા (સ્થિર થવા) દેવામાં આવે છે. સપાટી પર રહેલું પારદર્શક પ્રવાહી pH પેપરને પીળાશપડતા નારંગી રંગનું બનાવે છે. નીચેનામાંથી કયું આ પેપરનો રંગ લીલાશપડતો ભુરો બનાવશે ?

લીંબુનો રસ

વિનેગર

સામાન્ય મીઠું

પ્રતિએસિડ

ANS: (D) પ્રતિએસિડ

(13) નીચેનામાંથી કયું એસિડિક પ્રબળતાનો સાચો ચડતો ક્રમ આપે છે?

પાણી < એસેટિક એસિડ < હાઇડ્રોક્લોરિક એસિડ

પાણી < હાઇડ્રોક્લોરિક એસિડ < એસેટિક એસિડ

એસેટિક ઍસિડ < પાણી < હાઇડ્રોક્લોરિક એસિડ

હાઇડ્રોક્લોરિક એસિડ < પાણી < એસેટિક એસિડ

ANS: (A) પાણી < એસેટિક એસિડ < હાઇડ્રોક્લોરિક એસિડ

(14) જો સાંદ્ર ઍસિડનાં થોડાં ટીપાં અકસ્માતે એક વિદ્યાર્થીના હાથ પર ઢોળાય છે. તો શું કરવું જોઈએ?

મીઠાના દ્રાવણ વડે હાથને ધોવો જોઈએ.

હાથને તાત્કાલિક પુષ્કળ પાણી વડે ધોવો જોઈએ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની લૂગદી (પેસ્ટ) લગાવવી જોઈએ.

હાથને પુષ્કળ પાણી વડે ધોયા પછી હાથ પર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લગાવવું જોઈએ.

ઍસિડને પ્રબળ બેઈઝ (આલ્કલી) વડે તટસ્થ કરવો જોઈએ.

ANS: (B) હાથને તાત્કાલિક પુષ્કળ પાણી વડે ધોવો જોઈએ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની લૂગદી (પેસ્ટ) લગાવવી જોઈએ

પ્રકરણ:3 ધાતુઓ અને અધાતુઓ

(1) એલ્યુમિનિયમનો ઉપયોગ રસોઈના વાસણો બનાવવા માટે થાય છે. આ માટે એલ્યુમિનિયમનો નીચેનામાંથી કયો ગુણધર્મ જવાબદાર છે? 

સારી ઉષ્મીય વાહકતા

સારી વિદ્યુતીય વાહકતા

તણાવપણું

ઊંચું ગલનબિંદુ 

(A) (i) અને (ii) 

(B) (i) અને (iii)

(C) (ii) અને (iii) 

(D) (i) અને (iv) 

ANS: (D) (i) અને (iv)

(2) નીચેનામાંથી કઈ એક ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી? 

(A) Na 

(B) Ca

(C) Mg

(D) Fe 

Ans: (D) Fe

(3) ચાંદીની ચીજવસ્તુઓ હવામાં લાંબો સમય ખુલ્લી રહેતા કાળી પડે છે. આનું કારણ નીચેના પૈકી કોની બનાવટ છે?  

(A) Ag3N

(B) Ag2O

(C) Ag2S

(D) Ag2S અને Ag3N

Ans: (C) Ag2S

(4) મિશ્ર ધાતુ ………… છે. 

(A) તત્ત્વ 

(B) સંયોજન 

(C) સમાંગ મિશ્રણ  

(D) વિષમાંગ મિશ્રણ   

Ans: (C) સમાંગ મિશ્રણ

(5) X અને Y વચ્ચેની પ્રક્રિયા Z સંયોજન બનાવે છે. X ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Y ઇલેક્ટ્રોન મેળવે છે. નીચેનામાંથી કયો ગુણધર્મ Z દ્વારા દર્શાવાતો નથી? 

(A) ઊંચું ગલનબિંદુ ધરાવે છે.  

(B) નીચું ગલનબિંદુ ધરાવે છે.

(C) પીગલિત અવસ્થામાં વિદ્યુત વહન કરે છે. 

(D) ઘન સ્વરૂપમાં મળે છે. 

Ans: (B) નીચું ગલનબિંદુ ધરાવે છે.

(6) નીચેના પૈકી કઈ મિશ્રધાતુ પોતાના એક ઘટક તરીકે પારો ધરાવે છે?

સ્ટેઇનલેસ સ્ટીલ

અલ્નિકો (Alnico)

સોલ્ડર (Solder)

ઝિંક એમાલ્ગમ (Zinc amalgam)

Ans: (D) ઝિંક એમાલ્ગમ (Zinc amalgam)

(7) તત્ત્વો X, Y અને Z નાં ઇલેક્ટ્રૉનીય બંધારણ X — 2,8; Y — 2, 8, 7 અને Z — 2,8,2 છે. નીચેનામાંથી કયું સાચું છે ?

X ધાતુ છે.

Y ધાતુ છે.

Z અધાતુ છે.

Y અધાતુ છે અને Z ધાતુ છે.

Ans: (D) Y અધાતુ છે અને Z ધાતુ છે.

(8) આમ તો ધાતુઓ બેઝિક ઑક્સાઇડ ધરાવે છે. નીચેનામાંથી કઈ ધાતુ ઊભયધર્મી ઑક્સાઇડ બનાવે છે ?

Na

Ca

Al

Cu

Ans: (C) Al

(9) સામાન્ય રીતે અધાતુઓ વિદ્યુતના અવાહક હોય છે. નીચેના પૈકી કયું વિદ્યુતનું સુવાહક છે ?

હીરો

ગ્રૅફાઇટ

સલ્ફર

ફુલેરીન

Ans: (B) ગ્રૅફાઇટ

(10) વિદ્યુતના તાર વિદ્યુતરોધક (insulating) પદાર્થનું આવરણ ધરાવે છે. સામાન્ય રીતે આ આવરણ તરીકે ………. વપરાય છે.

સલ્ફર

ગ્રેફાઇટ

PVC

ઉપર્યુક્ત બધા વાપરી શકાય.

Ans: (C) PVC

Plz share this post

Leave a Reply