ધો.9,10 અને 12(વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ)ની નિદાન કસોટી

ધો.9,10 અને 12(વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ)ની નિદાન કસોટી જુલાઈ મહિનામાં લેવામા આવશે.

કોવિડ -૧૯ ની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં સાતત્ય જળવાય તે માટે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિગના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે . વર્ષ 2020-2021 માટે સરકારશ્રી દ્વારા તાજેતરમાં ધોરણ 9 થી 11 માં માસ પ્રમોશન અને ધોરણ -12 ની પરીક્ષા રદ કરી , મુલ્યાંકન પ્રવિધિ અનુસાર ગુણાંકન નિયત કરેલ છે .

આવા સંજોગોમાં આગામી ધોરણના વિષયવસ્તુ પ્રવેશ પહેલા તેના પાછલા ધોરણના લર્નિગ લોસ જાણવા માટેની નિદાન કસોટી યોજવાનું શિક્ષણ વિભાગ દ્વારા નક્કી થયેલ છે . આ નિદાન કસોટી માત્ર અને માત્ર પ્રવર્તમાન સમયનાં અધ્યયન – અધ્યાપન સ્તર જાણવા માટે છે , જેના પરિણામના આધારે લર્નિંગ લોસ વિશેની માહિતી પ્રાપ્ત થશે .

આથી વિદ્યાર્થી કોઇ ભ્રામક ભય રહિત અને નિશ્ચિત રીતે તંદુરસ્ત માનસિકતા સાથે કસોટી આપે તે ઇચ્છનીય છે . નિદાન કસોટી બાદ ઉપરોક્ત સંદર્ભ ઠરાવ અન્વયે સમયાંતરે વિવિધ વિષયોની એકમ કસોટી યોજવામાં આવશે .

હાલ જુલાઇ માસમાં નવા સત્રના અભ્યાસક્રમની શરૂઆત પહેલા વિદ્યાર્થીઓના લર્નીગ લોસ જાણવા માટેની નિદાન કસોટીનું જે આયોજન કરેલ છે .તેમાં ધોરણવાર નિદાન કસોટીના વિષયો અને અભ્યાસક્રમ નીચે મુજબ છે.


ધો.9,10 અને 12ની નિદાન કસોટી માટેનો ઓફિશિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

ધો.9,10 અને 12 ની નિદાન કસોટી 2021


ધો.9 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પાઠ્યપુસ્તકો , પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં

 

 

Plz share this post

Leave a Reply