કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – 2021

માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કરવામાં આવતો  ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – 2021 વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે નવી રાહ ચીંધનારું ઉપયોગી પુસ્તક છે.વર્તમાન ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથે સાથે યોગ્ય માર્ગદર્શન મેળવવું એ ખૂબ અગત્યનું છે.

વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે , કારકિર્દીની પસંદગીનો નિર્ણય ક્યારેય સાથીદારો અથવા સંબંધીઓ દ્વારા પ્રભાવિત થઈ ન લેવો જોઈએ . કારકિર્દી ઘડતર માટે વિદ્યાર્થીઓ પાસે ટેકનોલોજીના સમયમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે . ગુણવત્તાસભર શિક્ષણ , જાગરૂકતા , તકનિકી અને વૈવિધ્યસભર ઉદ્યોગની આવશ્યકતાઓની ઉપલબ્ધતા સાથે વ્યક્તિ હવે તેની વ્યક્તિગત રસ અને રૂચિઓના આધારે ચોક્કસ કારકિર્દી પસંદ કરી શકે છે .

વિદ્યાર્થીઓને વ્યક્તિગત ધોરણે કારકિર્દી ઘડતર માટે શ્રેષ્ઠ માર્ગદર્શન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી મળતું થયું છે . વિદ્યાર્થીઓ પોતાની રૂચિના આધારે કારકિર્દીનો માર્ગ નક્કી કરતા થયા છે. પોતાની ક્ષમતા , કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી જીવનમાં આગળ વધી સફળતા મેળવતા થયા છે .

માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કરવામાં આવતો  ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – 2021 વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે નવી રાહ ચીંધનારું ઉપયોગી પુસ્તક છે . ધોરણ ૧૦ અને ૧૨ તેમજ સ્નાતક બાદ કારકિર્દી ઘડતર માટે થતી વિદ્યાર્થીઓની મૂઝવણને દૂર કરનારું આ પુસ્તક તેના ઉપયોગના કારણે જાગૃત વિદ્યાર્થીવર્ગમાં જાણીતું છે . વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કારકિર્દીના ઘણા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરવા માટેની તક આ પુસ્તક પૂરી પાડે છે.

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – 2021 ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Karkirdi Margardarshan Visheshank-2021.com

Plz share this post

Leave a Reply