std 9 science ch7 ધો.9 વિજ્ઞાન પ્ર-7 સજીવોમાં વિવિધતા

std 9 science ch7

ધો. 9 વિજ્ઞાન નવનીત PDF (ગાઈડ) પ્ર-7 સજીવોમાં વિવિધતા (std 9 science ch7) પાઠયપુસ્તકના Intext તેમજ સ્વાઘ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંબર – 80

પ્રશ્ન 1. આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ?

ઉત્તર : પૃથ્વી પર લાખોની સંખ્યામાં સજીવ જાતિઓ આવેલી છે અને તેમાં અમાપ વિભિન્નતાઓ આવેલી છે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન આ સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહિ. આથી સજીવોના સરળ અને સગવડતા ભરેલા અભ્યાસ માટે તેમના સમૂહ બનાવવામાં આવે છે. આ માટે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ.

પ્રશ્ન 2. આપણી ચારેય બાજુએ ફેલાયેલાં સજીવસ્વરૂપોની ભિન્નતાનાં ત્રણ ઉદાહરણો આપો.

ઉત્તર : આપણી ચારેય બાજુએ ફેલાયેલાં સજીવસ્વરૂપોની ભિન્નતાનાં ઉદાહરણ નીચે મુજબ છે :

(1) નાની બિલાડી અને મોટી ગાય

( 2 ) ઘાસ અને વડનું વૃક્ષ

(૩) કાળો કાગડો અને લીલો પોપટ

પ્રશ્નોના ઉત્તરો પેજ નંબર – 82

std 9 science ch7

પ્રશ્ન 1. સજીવોના વર્ગીકરણ માટે સૌથી વધારે મૂળભૂત લક્ષણ કર્યું હોઈ શકે છે? શા માટે?

(a) તેમનાં નિવાસસ્થાન (b ) તેમની કોષીય સંરચના

ઉત્તર : ( b ) તેમની કોષીય સંરચના. કારણ કે કોષીય સંરચના આધારે આદીકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી સજીવો તેમજ વનસ્પતિ અને પ્રાણીનું વર્ગીકરણ સરળતાથી થઈ શકે છે.

પ્રશ્ન 2. સજીવોના પ્રારંભિક વિભાજન માટે કયા મૂળભૂત લક્ષણને આધાર ગણવામાં આવ્યો છે?

ઉત્તર : સજીવોના પ્રારંભિક વિભાજન માટે કોષનું સ્વરૂપ કે સંરચના મૂળભૂત લક્ષણને આધાર ગણવામાં આવ્યો છે.

પ્રશ્ન 3. કયા લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે?

ઉત્તર : પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવાની ક્ષમતાના લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંબર – 82

std 9 science ch7

પ્રશ્ન 1. આદિસજીવ કોને કહે છે? તે કહેવાતા ઉચ્ચ સજીવોથી કેવી રીતે ભિન્નતા ધરાવે છે?

ઉત્તર : જે સજીવ સાદી કોષીય રચના ધરાવતા હોય અને તેમાં શ્રમવિભાજનનો અભાવ હોય તેમજ પ્રાચીન સમયથી કોઈ ખાસ ફેરફાર થયા નથી તે સજીવને આદિસજીવ કહે છે.

જ્યારે કહેવાતા ઉચ્ચ સજીવો વિવિધ જૈવિક કાર્યો માટે અંગો અને અંગતંત્રોની હાજરી હોય છે. આ બાબતે આદિસજીવ ઉચ્ચ સજીવોથી ભિન્નતા ધરાવે છે.

પ્રશ્ન 18. શું ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ એક જેવા જ હોય છે? શા માટે?

ઉત્તર : હા, ઉચ્ચ સજીવ એટલે વધારે ઉદ્વિકાસ પામેલા સજીવો જેમાં ઉદ્વિકાસ દરમિયાન સજીવમાં વધારે જટિલતા સર્જાયેલી હોય છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંબર – 85

std 9 science ch7

પ્રશ્ન 1. મોનેરા અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટેના એકમો કયા છે?

ઉત્તર : મોનેરા અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ : માટેના એકમો સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી કે હાજરી છે. મોનેરા સૃષ્ટિના સજીવોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી છે, જ્યારે પ્રોટિસ્ટામાં હાજરી છે.

પ્રશ્ન 2. એકકોષીય, સુક્રોષકેન્દ્રીય અને પ્રકાશસંશ્લેષી સજીવને તમે કઈ સૃષ્ટિમાં મૂકશો?

ઉત્તર : પ્રોટિસ્ટા સૃષ્ટિ

પ્રશ્ન 3. ઉદ્વિકાસીય વર્ગીકરણમાં કયો સજીવસમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ સામાન્યતઃ ધરાવે છે અને કયો સજીવસમૂહ વધુ સંખ્યામાં સજીવો ધરાવે છે?

ઉત્તર : ઉદ્વિકાસીય વર્ગીકરણમાં જાતિસમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ સામાન્યતઃ ધરાવે છે અને સૃષ્ટિસમૂહ વધુ સંખ્યામાં સજીવો ધરાવે છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંબર – 88

std 9 science ch7

પ્રશ્ન 1. સરળતમ વનસ્પતિઓને કયા વર્ગમાં મૂકવામાં આવી છે?

ઉત્તર : સરળતમ વનસ્પતિઓને સુકાયક (એકાંગી) સમૂહમાં મૂકવામાં આવી છે.

પ્રશ્ન 2. ત્રિઅંગીઓ પુષ્પધારી વનસ્પતિઓથી કેવી રીતે જુદી છે?

ઉત્તર : ત્રિઅંગીમાં નગ્ન ભ્રૂણ અને અપ્રત્યક્ષ પ્રજનનાંગો છે. જ્યારે પુષ્પધારી વનસ્પતિઓમાં પૂર્ણ વિકસિત અને વિભેદિત પ્રજનનાંગ હોય છે.

પ્રશ્ન 3. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એકબીજાથી કેવી રીતે જુદી છે?

ઉત્તર : અનાવૃત બીજધારીમાં નગ્ન બીજ છે, જે ફળનું આવરણ ધરાવતા નથી અને આવૃત બીજધારીમાં બીજ ફળમાં ઢંકાયેલા હોય છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંબર – 94

પ્રશ્ન 1. છિદ્રકાય અને કોષ્ઠાંત્રિ પ્રાણીઓમાં શું ભેદ છે?

ઉત્તર :

છિદ્રકાય પ્રાણીઓકોષ્ઠાંત્રિ પ્રાણીઓ
શરીરરચના અત્યંત સરળ છે.શરીરરચના પેશીય સ્તરની હોય છે.
શરીરમાં અનેક છિદ્રો હોય છે.શરીરમાં કોષ્ઠાંત્ર ગુહા હોય છે.
ઉદા. સાઇકોન, સ્પોંજિલાઉદા. હાઇડ્રા , જેલીફિશ

પ્રશ્ન 2. નૂપુરક પ્રાણીઓ સંધિપાદ પ્રાણીઓથી કયા પ્રકારની ભિન્નતા ધરાવે છે?

ઉત્તર :

નૂપુરક પ્રાણીઓસંધિપાદ પ્રાણીઓ
શરીર અનેક ખંડો ધરાવતું છે.શરીર ખંડમય હોય છે.
સાંધાવાળા ઉપાંગો ધરાવતા નથી.સાંધાવાળા ઉપાંગો ધરાવે છે.
બંધ પ્રકારનું પરિવહનતંત્ર છે.ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર છે.
ઉદા. રેતીકીડો, જળો, અળસિયુઉદા. ઝિંગો, માખી, વીંછી, પતંગિયુ

પ્રશ્ન 3. ઉભયજીવી અને સરીસૃપનો ભેદ શું છે?

ઉત્તર :

ઉભયજીવીસરીસૃપ
ત્વચા પર ભીંગડાં નથી.ત્વચા ભીંગડાઓથી આવિરત છે.
પાણીમાં ઈંડાંનો વિકાસ થાય છે.તેઓ જમીન પર ઈંડાં મૂકે છે.
હૃદય ત્રિખંડી છે.હૃદય ત્રિખંડી પરંતુ મગરમાં ચતુષ્ખંડી છે.
ઉદા. દેડકો, સાલામાંડર, ટોડઉદા. કાચબો, સાપ, ગરોળી, મગરમચ્છ

પ્રશ્ન 4. પક્ષી વર્ગ અને સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં શું ભિન્નતા છે?

ઉત્તર :

પક્ષી વર્ગસસ્તન વર્ગ
શરીર પીંછાનું બાહ્યકંકાલ ધરાવે છે.શરીર પર વાળનું કંકાલ તેમજ ત્વચામાં પ્રસ્વેદગ્રંથિઓ અને તૈલગ્રંથિઓ આવેલી છે.
તેમાં સ્તનગ્રંથિઓ નથી.આ પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા સ્તનગ્રંથિઓ ધરાવે છે.
અગ્રઉપાંગોનું પાંખમાં રૂપાંતર થયેલું છે.અગ્રઉપાંગો વિવિધ કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
ઉદા. કાગડો, ચકલી, કબૂતરઉદા. બિલાડી, માનવ, ઉંદર, વ્હેલ, ચામાચીડિયુ

સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો

(1) સજીવોનું વર્ગીકરણ કરવાથી શો ફાયદો થાય છે?

ઉત્તર : સજીવોના વર્ગીકરણના ફાયદા : (1) સામાન્ય લક્ષણો આધારિત સજીવોની ચોક્કસ કક્ષાઓ  સમૂહ નક્કી કરાય. (2) વૈજ્ઞાનિક સંશોધન માટેનો સરળ અભ્યાસ થઈ શકે. (૩) વિવિધ જૂથના સજીવોના આંતરસંબંધો નક્કી કરવા અને મનુષ્ય માટે તેમની ઉપયોગિતાની સમજ પ્રાપ્ત થઈ શકે. (4) આર્થિક હેતુ માટે સંકરણ અને જનીન ઇજનેરી વિદ્યામાં સજીવોનો ઉપયોગ કરી શકાય.

(2) વર્ગીકરણમાં પદાનુક્રમ કે કક્ષા નક્કી કરવા માટે બે લક્ષણોમાંથી તમે કયા લક્ષણની પસંદગી કરશો?

ઉત્તર : વર્ગીકરણમાં પદાનુક્રમ કે કક્ષા નક્કી કરવા માટે બે લક્ષણોમાંથી એવા લક્ષણની પસંદગી કરવામાં આવે છે કે જે સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક તથા ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય અને તેની અગાઉના સ્તરના લક્ષણ પર નિર્ભર હોય,

( ૩ ) સજીવોની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વર્ગીકરણ કરવાના આધારો સમજાવો.

ઉત્તર : સજીવોની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વર્ગીકરણ કરવાના આધારો : કોષીય સંરચના, શરીર આયોજન, પોષણ સ્રોત અને પોષણ મેળવવાની પદ્ધતિ.

( 4 ) વનસ્પતિસૃષ્ટિમાં મુખ્ય વિભાગ કયા છે? આ વર્ગીકરણનો મુખ્ય આધાર શું છે?

ઉત્તર :

વનસ્પતિસૃષ્ટિમાં મુખ્ય વિભાગ વર્ગીકરણનો મુખ્ય આધાર

1. સુકાયક (થેલોફાયટા)            અવિભેદિત વનસ્પતિદેહ

2. દ્વિઅંગી                                  વાહક પેશીની ગેરહાજરી

3. ત્રિરંગી                                   બીજ ઉત્પાદન ન કરે

4. અનાવૃત બીજધારી                બીજ નગ્ન, ફળ આવરણ વગર

5. આવૃત બીજધારી                   બીજ ફળમાં ઢંકાયેલા

6. દ્વિદળી                                   બીજમાં બીજપત્રની સંખ્યા 2

7. એકદળી                                 બીજમાં બીજપત્રની સંખ્યા 1

( 5 ) પ્રાણી વર્ગીકરણ માટેના માપદંડો વનસ્પતિ વર્ગીકરણ માટેના માપદંડોથી કેવી રીતે જુદા પડે છે?

ઉત્તર : વનસ્પતિ વર્ગીકરણ માટેના માપદંડો : મોટા ભાગે અચલિત, કોષદીવાલની હાજરી, ખોરાક બનાવવાની ક્ષમતા અનુસાર દેહનો વિકાસ આ માપદંડોના આધારે વનસ્પતિસમૂહ અલગ પડે છે. ત્યારબાદ વનસ્પતિદેહના મુખ્ય ભાગોનું વિભેદન, વાહક પેશી, બીજ ધારણ ક્ષમતા અને બીજ ખુલ્લા કે ઢંકાયેલા આ માપદંડના આધારે વનસ્પતિ વર્ગીકરણ કરવામાં આવે છે.

પ્રાણી વર્ગીકરણ માટેના માપદંડો : ચલિત, કોષદીવાલનો અભાવ, ખોરાક ગ્રહણ અનુરૂપ પ્રાણીદેહનો વિકાસ વગેરે માપદંડોના આધારે પ્રાણીસમૂહ અલગ પડે છે. ત્યારબાદ પેશી, કોષીય સ્તરો, દેહકોષ્ઠ, મેરુદંડ, કરોડસ્તંભ, બાહ્યકંકાલ, ઉપાંગો વગેરે માપદંડોના આધારે પ્રાણી વર્ગીકરણ કરવામાં આવે છે.

આમ, પ્રાણી વર્ગીકરણ માટેના માપદંડો વનસ્પતિ વર્ગીકરણ માટેના માપદંડોથી જુદા પડે છે.

( 6 ) પૃષ્ઠવંશી પ્રાણીઓને વિભિન્ન વર્ગોમાં વહેંચવા માટેની મુખ્ય બાબતો કે મુદ્દાઓ સમજાવો.

ઉત્તર : પૃષ્ઠવંશી પ્રાણીઓને વિભિન્ન વર્ગોમાં વહેંચવા માટેની મુખ્ય બાબતો કે મુદ્દાઓ નીચે મુજબ છે :

મત્સ્યઉભયજીવીસરીસૃપવિહગસસ્તન
1. બાહ્યકંકાલભીંગડાંગેરહાજરભીંગડાંપીંછાવાળ
2. શ્વસનઝાલરત્વચાફેફસાંફેફસાંફેફસાં
3. પ્રચલનપૂંછડી અને મીનપક્ષચાર ઉપાંગોસરકીનેપાંખ વડે ઉડેબે પગ અથવા ચારેય ઉપાંગ
4. હૃદયત્રિખંડીદ્વિખંડીચતુષ્ખંડીચતુષ્ખંડીચતુષ્ખંડી
5. બાળપેઢીનું નિર્માણઈંડાં મૂકેઈંડાં મૂકેઈંડાં મૂકેઈંડાં મૂકેમોટા ભાગે જીવતાં બચ્ચાંને જન્મ
6. શરીર તાપમાનઅસમતાપીઅસમતાપીઅસમતાપીસમતાપીસમતાપી


આ ઉપરાંત બીજા પ્રકરણોની લિંક નીચે આપેલ છે.

ધો.9 વિજ્ઞાન પ્ર -1 આપણી આસપાસમાં દ્રવ્ય

ધો.9 વિજ્ઞાન પ્ર – 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્વ છે?

ધો.9 વિજ્ઞાન પ્ર -5 સજીવનો પાયાનો એકમ

ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 10 ગુરુત્વાકર્ષણ 

ધો.9 વિજ્ઞાન પ્ર – 14 નૈસર્ગિક સ્ત્રોતો

ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 15 અન્નસ્ત્રોતોમાં સુધારણા

Plz share this post

Leave a Reply