રાજય સરકારના કર્મચારીઓ માટે ખાસ તહેવાર પેકેજ જાહેર

રાજય સરકારના કર્મચારીઓ માટે ખાસ તહેવાર પેકેજ જાહેર

પ્રસ્તાવના : સરકારી કર્મચારીઓને તહેવાર દરમિયાન થતા ખર્ચને પહોંચી વળવા માટે , કર્મચારીઓ દ્વારા ખરીદીમાં વધારો થાય તથા રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખાસ તહેવાર પેકેજ જાહેર કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી .

ઠરાવ : પુખ્ત વિચારણાને અંતે સરકારશ્રી દ્વારા તા . ૩૧/૩/૨૦૨૧ સુધીમાં આવતા મહત્વના તહેવારો માટે રાજ્ય સરકારના નિયમિત નિમણૂક પામેલ કર્મચારીઓ / અધિકારીઓ માટે ખાસ તહેવાર પેકેજ આપવાનું ઠરાવવામાં આવે છે . 

૧ . ખાસ તહેવાર પેકેજ અંતર્ગત રૂ . ૧૦,૦૦૦ / -ની વ્યાજમુક્ત પેશગી આપવામાં આવશે . જે પ્રિ – લોડેડ Rupay કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે . આ કાર્ડની વેલિડિટી તા .૩૧ / ૩ / ૨૦૨૧ સુધી રહેશે . તે સમય સુધી આ કાર્ડના ઉપયોગથી ડિજિટલ ટ્રાન્ઝકશન કરી શકાશે . આ ખાસ તહેવાર પેકેજ અંતર્ગત પેશગી લેવા માટેની કર્મચારી / અધિકારીની અરજી અંગે કાર્યવાહી બાદ સંબંધિત ઉપાડ અને વહેંચણી અધિકારીએ બેંક પાસેથી કાર્ડ મેળવી કર્મચારીને આપવાનું રહેશે . 

૨ . ફરજ પર હોય કે રજા પર હોય તેવા કર્મચારી / અધિકારીઓને ખાસ તહેવાર પેકેજ અંતર્ગત પેશગી મંજૂર કરી શકાશે . પેશગી માટેનું કાર્ડ કર્મચારી / અધિકારીને જે મહિનામાં સોંપવામાં આવે તે પછીના મહિનાથી વધુમાં વધુ ૧૦ હપ્તાઓમાં પેશગીની વસૂલાત પગારમાંથી કરવાની રહેશે . 

આ ઠરાવનો લાભ રાજ્ય સરકારના , પંચાયતના અને પગાર ભથ્થાની ૧૦૦ % સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓના કર્મચારી / અધિકારીઓને મળશે . આ ઠરાવનો અમલ ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખથી કરવાનો રહેશે તથા ઠરાવ ફક્ત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે જ અમલમાં રહેશે . 

વઘુ મહિતી માટે નીચે ક્લિક કરો.

રાજય સરકારના કર્મચારીઓ માટે ખાસ તહેવાર પેકેજ

Plz share this post

Leave a Reply