સંયુકત રાષ્ટ્ર(યુએન જનરલ એસેમ્બલી)એ વર્ષ 2021ને ફળો અને શાકભાજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ (International Year of Fruits and Vegitables-IYFV) તરીકે નિયુક્ત કર્યું છે. IYFV 2021 એ માનવ પોષણ, ખાદ્ય સુરક્ષા અને આરોગ્યમાં તેમજ UN ટકાઉ વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ફળો અને શાકભાજીની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતિ લાવવાની અનન્ય તક છે.
IYFV નો હેતુ
આ પહેલનો હેતુ ફળો અને શાકભાજીના પોષક અને આરોગ્ય વિષયક લાભો અંગે જાગૃતિ લાવવા તથા ફળો અને શાકભાજીના ટકાઉ ઉત્પાદન અને વપરાશ દ્વારા સ્વાથ્યપ્રદ આહારની હિમાયત કરવાનો છે . ફળો અને શાકભાજીની પ્રાપ્યતા , સુરક્ષા , પરવડે તેવી ક્ષમતા અને પહોંચમાં વધારો – આર્થિક , સામાજિક અને પર્યાવરણીય સ્થિરતા ટકાઉપણાને વધારવામાં ફાળો આપી શકે છે .
ફળો અને શાકભાજીની વ્યાખ્યા
IYFV ના હેતુ માટે , ફળો અને શાકભાજીને છોડના ખાદ્ય ભાગો તરીકે વ્યાખ્યાયિત કરવામા આવે છે . તેમાં સામેલ બીજ ધારક સંરચના , ફૂલો , કળીઓ , પાંદડા , પ્રકાંડ , મૂળ , ડાળીઓ વગેરે મૂળભૂત કુદરતી અવસ્થામા ખેડેલા અથવા લણેલા , તેમની કાચી સ્થિતિમાં અથવા ઓછામાં ઓછી પ્રક્રિયા કરેલા સ્વરૂપમાં હોઈ શકે છે .
આ વ્યાખ્યામાંથી બાકાત છે
• સ્ટાર્ચયુક્ત મૂળ અને કંદ જેવા કે કસાવા , બટેટા , શક્કરિયા અને યામ ( જોકે આ છોડના પાંદડાનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે )
• કઠોળ , જો અપરિપક્વ પાકની લણણી ન કરી હોય તો
• મકાઈ સહિતના ધાન્ય , જો અપરિપક્વ પાકની લણણી ના કરી હોય તો
• સૂકા ફળ , બીજ અને તેલીબિયાં જેવા કે નાળિયેર , અખરોટ , સૂર્યમુખીના બીજ
• ઔષધીચ , હર્બલ વનસ્પતિ અને મસાલા ; શાકભાજી તરીકે ઉપયોગમાં ના લેવાય તો
• ચા , કોકો , કોફી જેવાં ઉત્તેજક પદાર્થો
• ફળો અને શાકભાજી પર પ્રક્રિયા અને અત્યાધિક – પ્રક્રિયા કરીને બનાવેલા ઉત્પાદનો , જેવાં કે ફળો અને શાકભાજીમાં અન્ય ઘટકો ઉમેરીને બનાવેલ ફળોના જ્યુસ , કેચઅપ
ન્યૂનતમ પ્રક્રિયા કરેલા ફળો અને શાકભાજી એટલે એવા ફળો અને શાકભાજી કે જેમની તાજી ગુણવત્તાને અસર કર્યા વિના તેમને ધોવા , અલગીકરણ કરવા , સુવ્યવસ્થિત કરવા , છોલવા , ટુકડા કરવા અથવા કાપવા જેવી પ્રક્રિયાઓમાંથી પસાર કરેલા હોય છે . આવા ખાદ્યપદાર્થોમાં તેમના મોટાભાગના પ્રાકૃતિક , રાસાયણિક , સંવેદિક અને પૌષ્ટિક ગુણો જળવાઇ રહે છે. અને પ્રક્રિયા કર્યા વિનાના સ્વરૂપમા હોત એટલા જ પોષકતત્વો આમાના ઘણા ખાદ્યપદાર્થોમા સચવાઇ રહે છે.
વૈજ્ઞાનિક રીતે ફળ એ સપુષ્પી વનસ્પતિની પ્રજનન સંરચના છે , જેમાં એક અથવા વધુ બીજ , ફ્લન પછી અંડાશય અને સહાયક પેશીઓમાંથી વિકાસ પામે છે . તેની ભૂમિકા બીજનું રક્ષણ અને વિખેરણ કરવાની છે .
કેટલીક વનસ્પતિમાં ફ્લનની પ્રક્રિયા વિના ફળોનો વિકાસ થાય છે . આ પ્રક્રિયાને પાર્થેનોકાર્પી ( parthenocarpy ) કહેવામાં આવે છે . આ રીતે વિકસેલા ફળો બીજ વગરના હોય છે . ઉચ્ચ ગુણવત્તાના ફળો અને સુસંગત ઉપજ માટે તરબૂચ , નારંગી , કાકડી , દ્રાક્ષ , અંજીર , અનાનસ , કેળાની બીજ વિનાની જાતોનું ઉત્પાદન કરવા આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે .
ટામેટા , તરબૂચ , કેળા , ડુંગળી અને કાકડી એ વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરાતાં ફળો અને શાકભાજી છે . આમાંથી તમને મનપસંદ શું છે ?
ફળો અને શાકભાજીના આરોગ્યપ્રદ લાભો
ફળો અને શાકભાજી એ વિટામીન , ખનિજતત્વો , રેસા અને એન્ટીઓક્સિડન્ટના સ્ત્રોત છે . તેમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા સહિતના અનેક સ્વાથ્ય સંબંધી લાભો છે , જે કુપોષણ સામે લડવા અને બિન – સંસર્ગજન્ય રોગોના એકંદર નિવારણ માટે જરૂરી છે , વૈવિધ્યસભર અને આરોગ્યવર્ધક આહારના ભાગ રૂપે તેઓનો ઉપભોગ દરરોજ પૂરતા પ્રમાણમાં થવો જોઈએ . તાજેતરમાં પ્રકાશિત WHO/FAO ( વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન / ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન ) અહેવાલમાં હ્રદય રોગ , કેન્સર , ડાયાબિટીસ / મધુપ્રમેહ અને મેદસ્વીપણા જેવા રોગોના નિવારણ માટે તેમજ કેટલાંક પોષકતત્વોની ઉણપ દૂર કરવા માટે આહારમાં દરરોજ ઓછામાં ઓછા 400 ગ્રામ ફળ અને શાકભાજી ( બટાટા અને અન્ય સ્ટાર્ચયુકત કંદ સિવાય ) લેવાની ભલામણ કરવામા આવે છે.
ફળો અને શાકભાજીનુ ખાદ્યસુરક્ષામા મહત્વ
ફળો અને શાકભાજીની ખેતી કરવાથી ખેડુતોને આવક થાય છે , પોષક આહાર મળે છે તેમજ કૃષિ – વિવિધતામાં વધારો થાય છે , અને આમ ખેડુતના જીવનની ગુણવત્તામાં વધારો થાય છે . અન્ય પાકની તુલનામાં સિમિત પાણી , પોષકતત્વો અને જમીનમાં પણ ઉચ્ચ મૂલ્યવાળા ફળો અને શાકભાજીનું નફાકારક ઉત્પાદન થઈ શકે છે .
વિકાસશીલ દેશોમાં ઉત્પાદિત ફળો અને શાકભાજીના 50 % જેટલા પાકનો નાશ પેદાશ અને વપરાશ વચ્ચેની સપ્લાય ચેઈનમાં થાય છે . વપરાશ માટે સંપૂર્ણ રીતે યોગ્ય હોય તેનો મોટી માત્રામાં બગાડ ખાધ પદ્ધતિમાં સૌંદર્યલક્ષી અથવા પ્રત્યક્ષ અનિયમિતતાને લીધે થાય છે દા.ત. એક નારંગીનું ઉત્પાદન કરવા માટે 50 લીટર જેટલું પાણી વપરાય છે . આમ , ફળો અને શાકભાજીનું નુકસાન એ માટી અને પાણી જેવા દુર્લભ થતા સંસાધનોનો બગાડ દર્શાવે છે . આમ , IYFV ખાદ્ય સુરક્ષામાં સુધારો કરવા માટે ફળો અને શાકભાજીના નુક્સાન અને બગાડને ઘટાડવા પર ભાર મૂકે છે .
ફળો અને શાકભાજી જલદી ખરાબ થઈ જતા હોવાથી તેમના ઉત્પાદનથી લઈને વપરાશ સુધીમાં થતા નુકસાનને ઘટાડવા તેમજ ગુણવત્તા અને સલામતી જાળવવા માટે સારવાર અને વ્યવસ્થાપન પ્રક્રિયામાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે . આ માટે નવીનીકરણ , સુધારેલી તકનીકો અને માળખાગત સુવિધાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે .
કૃષિક્ષેત્રના સાધનો , તકનીકો , પ્રક્રિયાઓના સંશોધનને કારણે ઉપજમાં વધારો , ઇચ્છનીય લાક્ષણિકતાઓ , રોગ અને જીવાતોને લીધે થતા નુકસાનમાં ઘટાડો , વધુ કાર્યક્ષમ ઉપકરણો , લાંબી શેલ્ફ લાઇફ , ખેડુતોના નફામાં વધારો , સારી ગુણવત્તાવાળા ફળો અને શાકભાજીમાં વધારો થઈ શકે છે . આને કારણે વધુ સારું પોષણ , આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા મળી શકે છે .
ફળો અને શાકભાજીની રંગબેરંગી સૃષ્ટિ
ફળો અને શાકભાજીમા ગણિત અને વિજ્ઞાન
ફળો અને શાકભાજી પર સંશોધન
ઉદ્યાનવિજ્ઞાનની શાખા કે જે ફળોના પાક અને તેના વાવેતરનો અભ્યાસ કરે છે , તેને પોમોલોજી ( Pomology ) કહે છે .
શાકભાજીના પાકની વાવણી સાથે સંબંધિત શાખાને ઓલેરીકલ્ચર ( Olericulture ) કહેવામાં આવે છે .
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ ( ICAR ) એ વિવિધ ફળો અને શાકભાજી પર સંશોધન કરવા માટે નીચે જણાવેલી સંસ્થાઓની સ્થાપના કરી છે :
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ વેજીટેબલ રીસર્ચ , વારાણસી
સેન્ટ્રલ પોટેટો રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ , સિમલા
સેન્ટ્રલ સાઈટ્રસ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ , નાગપુર
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ હોર્ટીકલ્ચર રીસર્ચ , બેંગલુરુ
નેશનલ રીસર્ચ સેન્ટર ફોર બનાના , ત્રિચી
નેશનલ રીસર્ચ સેન્ટર ફોર ગ્રેપ્સ , પૂને
નેશનલ રીસર્ચ સેન્ટર ફોર લીચી , મુઝફ્ફરપુર
નેશનલ રીસર્ચ સેન્ટર ફોર પોમગ્રેનેટ , સોલાપુર
વધુ માહિતી માટે નીચે ક્લિક કરો.
http://www.fao.org/fruits-vegetables-2021/en/
IYFV 2021 નો Promo Video જોવા અહી ક્લિક કરો.PROMO VIDEO