std 10 gujarati ch20

std 10 gujarati ch20

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 20 વિરલ વિભૂતિ (std 10 gujarati ch20) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 20 વિરલ વિભૂતિ

લેખકનુ નામ :- આત્માર્પિત અપૂર્વજી

સાહિત્યપ્રકાર :- ચરિત્ર નિબંધ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

std 10 gujarati ch20

(1)મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા ?

(A) શ્રીમદ્ રાજચંદ્ર

(B) વિનોબા ભાવે

(C) લોકમાન્ય ટિળક

(D) ગોપાલકૃષ્ણ ગોખલે

ઉત્તર :‌- (A) શ્રીમદ્ રાજચંદ્ર

(2) મનુષ્યદેહ શાના જેવો છે ?

(A) છાશ

(B) દૂધ

(C) ઘી

(D)દહીં

ઉત્તર :‌- (A) છાશ

(3) શ્રીમદ્ રાજચંદ્રે લખેલો તત્ત્વજ્ઞાનથી ભરપૂર ચિંતનગ્રંથ કયો છે ?

(A) પુષ્પમાળા

(B) મોક્ષમાળા

(C) ભાવમાળા

(D)રાજમાળ

ઉત્તર :‌- (B) મોક્ષમાળા

2. એક-એક વાક્યમાં ઉત્તર આપો.

std 10 gujarati ch20

(1) શતાવધાની શક્તિ એટલે શું ?

ઉત્તર :- એકસાથે સો વસ્તુઓ, ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શકિત

(2) મનુષ્ય આત્મા શાના જેવો છે ?

ઉત્તર :- છાશ

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.

std 10 gujarati ch20

(1) શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી એમ શા પરથી કહેશો ?

ઉત્તર:- શ્રીમદ્ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા, ભણતા, ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું. સામાન્ય વિદ્યાર્થીને સાત ચોપડીનું શિક્ષણ પૂરું કરતાં સાત વર્ષ લાગે એ તેમણે માત્ર બે જ વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું. આ પરથી કહી શકાય કે શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી.

(2) શ્રીમદ્ રાજચંદ્રની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે ?

ઉત્તર : શ્રીમદના નાનપણનો એક પ્રસંગ છે. તેઓ નાના હતા ત્યારે દેવમાએ તેમને શાક સમારવા આપ્યું. શાક સુધારવા જતાં તેમણે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોયા. આ જોઈ તેમની આંખો ભરાઈ આવી. નાનપણથી જ તેમનામાં જીવદયા અને કરુણા હતાં એ તેમના આ પ્રસંગમાંથી પ્રગટ થાય છે.

(3) કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા ?

ઉત્તર : શ્રીમદના કાકાજી સસરા ડૉ. મહેતાએ ગાંધીજીને શ્રીમદને જ્ઞાની અને શતાવધાની તરીકે પરિચય કરાવ્યો. ગાંધીજીએ તેમનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એ શબ્દો તેમણે શ્રીમદને વાંચી સંભળાવ્યા. આ પછી શ્રીમદ્ સહજ રીતે, એક પછી એક, બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા ! ત્યારે ગાંધીજી એમની શતાવધાની શક્તિથી ચક્તિ થઈ ગયા.

(4) ગાંધીજીનો શ્રીમદ્ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો.

ઉત્તર : ગાંધીજીનો શ્રીમદ્ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો. શ્રીમદ્દ્ની સ્મરણશક્તિ, બહોળું શાસ્ત્રજ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેઓ તેમના અનુરાગી બની ગયા. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેમણે સૌથી વધારે શ્રીમદના જીવનમાંથી ગ્રહણ કર્યું છે. ગાંધીજીને અધ્યાત્મ અને ધર્મસંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા, તેમને પ્રશ્નો પણ પૂછતા. આ બાબતમાં ગાંધીજીને શ્રીમદજી પાસેથી યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું. શ્રીમદજીની પ્રેરણાથી જ ગાંધીજીમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો વિકાસ પામ્યા હતા અને દૃઢ થયા હતા. ગાંધીજીએ શ્રીમદજીના ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’નું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું. શ્રીમદલિખિત કાવ્ય ‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?’ ‘આશ્રમ ભજનાવલિ’માં સ્થાન પામ્યું છે. આ દષ્ટિએ જોતાં એમ કહી શકાય કે ગાંધીજીનો શ્રીમદજી સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો તો હતો જ, પણ બંને એકબીજા સાથે અંતરંગથી જોડાયેલા હતા.


◊વ્યાકરણ વિભાગ◊

♦સમાનાર્થી શબ્દ♦

જિજ્ઞાસા – જાણવાની ઈચ્છા

અનુજ્ઞા – પરવાનગી

મનોમંથન – મનમાં ચાલતું મંથન

આધ્યાત્મિક – આત્મા કે આત્મતત્ત્વ સંબંધી

કારસો – યુક્તિ, હિકમત/મનસૂબો

પારદર્શિતા – વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ

અનાસક્ત – આસક્ત નહિ એવું

શતાવધાની – એકીસાથે સો વાતો પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર

યુગપ્રવર્તક – યુગ પ્રવર્તાવનાર, યુગ બદલનાર

રતલ – લગભગ 490 ગ્રામ

સંગ્રહણી – સંઘરણીનો, ઝાડાનો રોગ

મસાણ – સ્મશાન

ચિંતન – મનન

પવન – સમીર

નિત્ય – કાયમી

♦વિરુદ્ધાર્થી શબ્દો♦

સતેજ × નિસ્તેજ

અપકાર × ઉપકાર

નિવૃત્ત × પ્રવૃત્ત

♦રૂઢિપ્રયોગ♦

ચકિત થઈ જવું – આશ્ચર્ય પામવુ

♦શબ્દસમૂહ માટે એક શબ્દ♦

મામાનું ઘ૨ – મોસાળ

એકસાથે સો વસ્તુઓ યાદ રાખવાની શક્તિ – શતાવધાની શક્તિ


આ ઉપરાંત  નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

 

Plz share this post

Leave a Reply